GSTV
Home » News » સલમાન-શાહરૂખને પછાડી પ્રિયંકા ચોપરાએ કર્યુ એવું કામ, દુનિયાભરમાં થઇ રહી છે વાહવાહી

સલમાન-શાહરૂખને પછાડી પ્રિયંકા ચોપરાએ કર્યુ એવું કામ, દુનિયાભરમાં થઇ રહી છે વાહવાહી

બોલીવુડની દેશીગર્લ પ્રિયંકા ચોપરાએ બોલીવુડની સાથે સાથે હોલીવુડમાં પણ પોતાના નામનો ડંકો વગાડ્યો છે. હોલીવુડમાં કામ કરીને પ્રિયંકા દુનિયાભરમાં પ્રખ્યાત થઇ ગઇ છે. નિક જોનાસ સાથે લગ્ન કર્યા બાદ દેશીગર્લ સતત ચર્ચામાં રહી છે. પરંતુ આ વખતે તે કોઇ ફિલ્મ કે અંગત જીવનને લઇને નહી પરંતુ કોઇ અન્ય કારણોસર ચર્ચામાં છે.

આ વખતે પીસીએ ઇતિહાસ રચી દીધો છે. તેનાથી પ્રિયંકા ફક્ત ભારત કે અમેરિકામાં જ નહી પરંતુ અનેક એશિયન દેશોમાં પ્રખ્યાત બનશે.

તાજેતરમાં જ મેડમ તુસાદ વેક્સ મ્યુઝીયમે ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ શેર કરી છે. આ પોસ્ટમાં પ્રિયંકા પોતાના વેક્સ સ્ટેચ્યુનું અમેરિકાના ન્યૂયોર્કમાં ઉદ્ધાટન કરતાં નજરે પડી રહી છે.

આ ઉપરાંત પ્રિયંકાનું વેક્સ સ્ટેચ્યુ લંડન, સિડની, બેંકોક અને સિંગાપોરમાં પણ મુકવામાં આવશે. પ્રિયંકા જાણીતી સિંગર વિટની હાઉસટ્ન બાદ બીજી વર્લ્ડ સેલેબ્રિટી બની ગઇ છે જેના દુનિયામાં 6 વેક્સ સ્ટેચ્યુ છે.

મેડમ તુસાહમાં પોતાનું વેક્સ સ્ટેચ્યુ જોઇને પ્રિયંકાની ખુશીનો પાર ન હતો. આ દરમિયાન પ્રિયંકાએ પોતાના સ્ટેચ્યુ સાથે અનેક પોઝ પણ આપ્યાં હતા.

વર્કફ્રન્ટની વાત કરીએ તો પ્રિયંકા ટૂંક સમયમાં હોલીવુડની ફિલ્મ ‘ઇઝન્ટ ઇટ રોમેન્ટિક’માં નજરે પડશે. આ ફિલ્મ અમેરિકામાં 13 ફેબ્રુઆરીના રોજ રીલીઝ થવા જઇ રહી છે. ભારતમાં આ ફિલ્મ 28 ફેબ્રુઆરીએ નેટફ્લિક્સ પર રીલીઝ થશે. જો પ્રિયંકાની બોલીવુડ ફિલ્મોની વાત કરીએ તો પીસી ફરહાન અખ્તર સાથે ફિલ્મ ‘સ્કાય ઇઝ પિન્ક’માં નજરે પડશે.

Read Also

Related posts

ગુજરાતમાં કોંગ્રેસના હાથ આવશે સત્તા કે છવાયેલો રહેશે મોદીનો જાદુ?

Mansi Patel

હારીજમાં દારૂ પીને દંગલ કરતા યુવકનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ

Nilesh Jethva

UNOએ પણ નોંધ લીધી ભારતના આ રેલ્વે સ્ટેશનની, જાણો શું છે ખાસિયત

Riyaz Parmar
Do NOT follow this link or you will be banned from the site!