Video: લગ્ન બાદ સુપર હૉટ બની ગઇ દેશીગર્લ, પ્રિયંકાના બીકીની અવતાર પરથી નજર નહી હટે

બોલીવુડ અને હૉલીવુડમાં પોતાના નામનો ડંકો વગાડી ચુકેલી એક્ટ્રેસ પ્રિયંકા ચોપરા હાલ પતિ નિક જોનાસ સાથે કેરેબિયાઇ આઇલેન્ડમાં હનીમૂન એન્જોય કરી રહી છે. તાજેતરમાં જ તેણે પોતાની ઇન્સ્ટાગ્રામ સ્ટોરી અને કેટલીક તસવીરો શેર કરી છે. આ તસવીરો અને વીડિયોમાં તેઓ એકબીજા સાથે ક્વૉલીટી ટાઇમ સ્પેન્ડ કરતાં જોવા મળી રહ્યાં છે.

સામે આવેલા વીડિયોમાં પ્રિયંકા બીકીનીમાં સમુદ્ર કિનારે હિંચકા ખાઇ રહી છે અને નિક તેનો વીડિયો શૂટ કરી રહ્યો છે. દેશીગર્લનો આ વીડિયો ખૂબ વાયરલ થઇ રહ્યો છે અને લોકોને પસંદ પણ આવી રહ્યો છે.

પ્રિયંકા ચોપડા અને નિક જોનસને કેથોલિક રીત-રિવાજથી જોધપુરના ઉમેદ ભવનમાં લગ્નના બંધનમાં બંધાઈ ગયા. તે પછી આ જોડીએ હિન્દુ રીત-રિવાજથી ફરીથી લગ્ન કર્યા છે. એવામાં હવે નિક અને પ્રિયંકાના લગ્ન પૂરા થઈ ગયા છે. જેના પછી આ દેશી ગર્લ હંમેશા ને માટે વિદેશી બની ચુકી છે.

બને એ 1 ડિસેમ્બર ના રોજ જોધપુર ના ઉમ્મેદ ભવન પૈલેસ માં ક્રિશ્ચન પરંપરા સાથે લગ્ન કર્યા હતા. અને 2 ડિસેમ્બર ના રોજ હિંદુ રિવાજો અનુસાર લગ્ન કર્યા છે.તે બાદ દિલ્હીમાં શાનદાર રિસેપ્શન પાર્ટી આપી હતી. પ્રિયંકા અને નિકના આ રિસેપ્શનમાં પીએમ મોદી પણ હાજર રહ્યાં હતા. લગ્ન બાદ નિક 15 દિવસ સુધી ભારતમાં રહ્યો.

તે બાદ બંનેએ ઓમનામાં હનીમૂન પણ એન્જોય કર્યુ. તે પછી તરત જ નિક અમેરિકા પરત ફર્યો હતો. તાજેતરમાં જ નિકે એક ઇન્ટરવ્યુમાં પ્રિયંકા સાથે ફેમિલી પ્લાનિંગ વિશે જણાવ્યું.

Read Also

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter