મુંબઇ: બોલિવૂડની અભિનેત્રી પ્રિયંકા ચોપરા હવે ફિલ્મ ‘ભારત’માં જોવા નહીં મળે. આ અંગેની માહિતી દિગ્દર્શક અલી અબ્બાસ ઝફરે ટ્વિટ કરીને જણાવી હતી.તેઓએ લખ્યું હતું કે, “હવે પ્રિયંકા ચોપરા ભારતની સભ્ય નથી, તેઓને આવું કરવા પાછળનું કારણ ઘણું સ્પેશિયલ છે”. પ્રિયંકાએ ખૂબ જ ટૂંકા સમયમાં અમને તેના નિર્ણય વિશે જણાવ્યું છે અને અમે તેના માટે ખૂબ ખુશ છીએ.’ટીમ ભારત’ પ્રિયંકા ચોપરાને ખૂબ જ પ્રેમ અને તેમના ખુશીઓ માટે પાર્થના કરે છે”.
પ્રિયંકાના મેગા પ્રોજેક્ટમાંથી દુર કર્યા પછી, એવા અહેવાલ છે સામે આવ્યા કે દિગ્દર્શક અલી અબ્બાસ બોલીવુડ અભિનેત્રી કેટરીનાને આ ફિલ્મમાં તક આપી શકે છે. ફિલ્મ ‘ભારત’માં સલમાન-પ્રિયંકા સાથે મળીને લગભગ 1 દાયકા પછી કામ કરવા જઈ રહ્યા હતા, પરંતુ પ્રિયંકાનું ફિલ્મ બેકઆઉટ લીધા પછી કેટરીનાનું નામ સામે આવી રહ્યું છે.
કહેવામાં આવી રહ્યું છે કે, પ્રિયંકાએ નિક સાથે લગ્નની યોજનાને કારણે આ નિર્ણય લીધો છે. કેટરીના કૈફ વિશે વાત કરીએ તો, આ પહેલા તે ફિલ્મનો એક ભાગ હતી પરતું કેમિયો રોલ મળવાના કારણે તેને ના પાડી હતી. પરંતુ હવે એવું લાગે છે કે મેકર્સ ફરીથી કેટરીનાનો સંપર્ક કરશે.
જો કે કેટરીના કૈફ હાલ ‘ઝીરો’ અને ‘ઠગ્સ ઓફ હિંદુસ્તાન’ ના શૂટિંગમાં વ્યસ્ત છે, પણ શક્ય છે કે સમસ્યાઓ આવી શકે છે. જો આવું થયું હોય તો ચોક્કસપણે ફિલ્મના શૂટિંગ પર અસર થશે.
આ ફિલ્મ માટે કેટરીનાને સાઈન કરવાના સમાચાર મળી રહ્યા હતા. કારણ કે સલમાન અને કેટરીનાની જોડી પહેલેથી જ ખૂબ જ લોકપ્રિય છે અને સલમાન આ ફિલ્મમાં મુખ્ય ભૂમિકામાં છે.