GSTV

લગ્નની બીજી વર્ષગાંઠ પર પ્રિયંકા ચોપરાએ શેર કરી નિક જોનાસ સાથેની અનસીન સુંદર તસવીરો

બોલિવૂડ અભિનેત્રી પ્રિયંકા ચોપરા અને હોલિવૂડ સિંગર નિક જોનાસના લગ્નને બે વર્ષ પૂરા થયા છે. બંનેએ બીજી ડિસેમ્બરના રોજ જોધપુરમાં લગ્ન કર્યા હતા. લગ્નની બીજી વર્ષગાંઠ પર પ્રિયંકા ચોપરા અને નિક જોનાસે તેમના લગ્નની કેટલીક અનસીન તસવીરો શેર કરી હતી.પ્રિયંકા ચોપરા અને નિક જોનાસના લગ્નની આ તસવીરો સોશિયલ મીડિયા પર અત્યંત વાયરલ થઈ રહી છે. આ દંપતીએ વર્ષ 2018માં ઉમેદ ભવનમાં લગ્ન કર્યા હતા.


આ તસવીરોમાં પ્રિયંકા ચોપરા લાલ કલરના લહેંઘામાં દુલ્હનની જેમ સજ્જ જોવા મળી રહી છે. તસવીરમાં પ્રિયંકા અને નિક એકબીજાના હાથ પકડીને ઉભેલા જોવા મળે છે. અન્ય એક તસવીરમાં બંને મહેમાનોની ભીડની વચ્ચે એકબીજાને વરમાળા પહેરાવતા જોવા મળે છે.


પ્રિયંકાએ આ તસવીર શેર કરતા લખ્યું, ‘લગ્નના બે વર્ષ પૂરા થવા બદલ અભિનંદન. હંમેશાં મને ટેકો આપવા બદલ આભાર. તમે મારી શક્તિ છો, નબળાઇ છો અને બધું જ છો, હું તમને અત્યંત પ્રેમ કરું છું.’


લગ્નની બે તસવીરો પોસ્ટ કરતી વખતે નિકે કેપ્શનમાં લખ્યું કે, ‘ખૂબ જ તેજસ્વી, પ્રેરણાદાયક અને સુંદર મહિલા સાથે લગ્નના બે વર્ષ પૂરા થયા છે. હેપી એનિવર્સરી પ્રિયંકા. હું તને અત્યંત પ્રેમ કરું છુ.’


પ્રિયંકા ચોપરાના વર્ક ફ્રન્ટ વિશે વાત કરવામાં આવે તો તે ટૂંક સમયમાં ફિલ્મ ‘વ્હાઇટ ટાઇગર’માં જોવા મળશે. આ ફિલ્મમાં તે રાજકુમાર રાવ સાથે મુખ્ય ભૂમિકામાં છે. પ્રિયંકા ચોપરાની આ ફિલ્મ 22 જાન્યુઆરી 2021ના રોજ રિલીઝ થશે.

READ ALSO

Related posts

દેશના જવાનો માટે આવી ગયા છે Hi Tech શૂઝ, જે દુશ્મનો પર બાજ નજર રાખવા સહિત ફાયરિંગ પણ કરી શકશે

Mansi Patel

સિરાજે કર્યો ખુલાસો, સિડની ટેસ્ટમાં વંશીય ટિપ્પણી બાદ અમ્પાયર્સે તેને કહી હતી આ વાત…

Ali Asgar Devjani

મોતનો ખેલ/ અહીં કબડ્ડીની રિંગમાં શ્વાસ રોકાતા ખેલાડીનું થયું મોત, મેદાન પર જ ઢળી પડ્યો

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!