GSTV
Home » News » બેબી બંપ કે બેલી ફેટ? કાન્સમાં પ્રિયંકા ચોપરાને લઇને શરૂ થઇ ગઇ આવી ચર્ચાઓ

બેબી બંપ કે બેલી ફેટ? કાન્સમાં પ્રિયંકા ચોપરાને લઇને શરૂ થઇ ગઇ આવી ચર્ચાઓ

priyanka chopra pregnant

પ્રિયંકા ચોપરે કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં ગુરુવારે ગ્લેમરસ અવતારમાં એન્ટ્રી કરી. પ્રિયંકા રેડ કાર્પેટ પર શિમરી બ્લેક અને મરૂન કલરના થાઇ હાઇ સ્લિટ ગાઉનમાં નજરે આવી. મેટ ગાલામાં પોતાનો જલવો વિખેર્યા બાદ પ્રિયંકાએ કાન્સમાં પણ ફેશનેબલ અવતારમાં ફેન્સને ઇમ્પ્રેસ કર્યા. તેવામાં સોશિયલ મીડિયા પર પ્રિયંકાના લુકને લઇને અલગ જ ચર્ચા શરૂ થઇ ગઇ છે.

પ્રિયંકા ચોપરાએ જે ગાઉન પહેર્યુ હતું તેમાં તેનું બેલી ફેટ સ્પષ્ટપણે નજરે આવી રહ્યું હતું. તસવીરોમાં પ્રિયંકા ચોપરાનું પેટ અલગ નજરે આવી રહ્યું હતું. એક્ટ્રેસનો કાન્સ લુક સામે આવ્યાં બાદ પ્રિયંકાની પ્રેગનેન્સીને લઇને અનેક અટકળો શરૂ થઇ ગઇ છે.

પ્રિયંકાની તસવીર પર અનેક યુઝર્સે કમેન્ટ કરી છે કે તે પ્રેગનેન્ટ છે. એક યુઝરે લખ્યું કે, મને લાગે છે કે પ્રિયંકા પ્રેગનેન્ટ છે. ત્યાં બીજા યુઝરે પૂછ્યું કે શું પ્રિયંકા પ્રેગનેન્ટ છે?

એક યુઝરે તો પ્રેગનેન્સીનું ઇમોજી બનાવીને લખ્યું કે પ્રિયંકા પ્રેગનેન્ટ છે. અન્ય એક યુઝરે લખ્યુ- બેબી બંપ? ઇન્સ્ટાગ્રામ પર એક ફેને લખ્યુ કે, ખરેખર પ્રિયંકા પ્રેગનેન્ટ જ છે.

જો કે આવું પહેલીવાર નથી બન્યું જ્યારે પ્રિયંકાની પ્રેગનેન્સીને લઇને ક્યાસ લગાવવામાં આવી રહ્યાં હોય. અગાઉ પણ ઘણીવાર પ્રિયંકાનું બેલીફેટ નજરે આવી ચુક્યું છે. ત્યારે નિક તથા મધુ ચોપરાએ આ ખબરોને ફગાવી દીધી હતી. જો કે તસવીરમાં પ્રિયંકાનું બેલી ફેટ છે કે બેબી બંપ તે સસ્પેન્સ તો હજુ યથાવત જ છે.

હાલ તો પ્રિયંકા કે તેના પરિવાર તરફથી પ્રેગનેન્સીની અટકળો પર રિએક્શન આવ્યું નથી. જણાવી દઇએ કે પ્રિયંકા ચોપરા અને નિક જોનાસને બાળકો પ્રત્યે કેટલો પ્રેમ છે તે જગજાહેર છે. ઘણીવાર તેમણે એવા નિવેદનો પણ આપ્યાં છે જેમાં તેમનો બાળકો પ્રત્યેનો લગાવ ઝળકતો નજરે આવ્યો છે.

Read Also

Related posts

ચોરીના આરોપમાં બે યુવકોની જોરદાર માર મરાયો, પ્રાઈવેટ પાર્ટમાં પેટ્રોલ અને સ્ક્રૂ ડ્રાઈવર નખાયા

Karan

Google Flightsથી શોધો સસ્તી ફ્લાઈટ; દુનિયાના કોઈ પણ ખુણામાં જવા માટે થઈ શકશે બુકિંગ, મળશે આ ખાસ ફીચર

Mansi Patel

ટ્રમ્પની અમદાવાદ મુલાકાતને લઈ રાજ્યભરમાંથી પોલીસ બોલાવવામાં આવી, કુલ 20,000 પોલીસ કર્મચારીઓ ખડેપગે

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!