પ્રિયંકાએ નિકને ઘોષિત કર્યો ‘નેશનલ જીજૂ’, આ છે કારણ

અમેરિકન સિંગર નીક જોનસ સાથે પ્રિયંકા ચોપરાના શાહી લગ્ન ચર્ચામાં છે. ૨ ડિસેમ્બરે બંને જોધપુરના ઉમ્મેદ ભવનમાં શાહી લગ્ન કરવાના છે. અત્યારે લગ્નની તારીખને લઈને કન્ફયુઝન ચાલી રહ્યું છે.

આજે ૩૦ નવેમ્બરે પ્રિયંકાના લગ્નનું સંગીત છે. નીક ભારતીય રીતી-રીવાજોની સાથે લગ્નની રશ્મો નિભાવશે. આ કપલની ભારતમાં થયેલી એન્ગેજમેન્ટ સેરેમની પણ ચર્ચામાં હતી. નીકે પૂજા દરમિયાન મંત્રોનું સારી રીતે ઉચ્ચારણ કરીને બધાને ઈમ્પ્રેસ કર્યા હતા.

એક ઇન્ટરવ્યુમાં પ્રિયંકાએ નીકના વખાણ કર્યા હતા. તેણે નીકને નેશનલ જીજુ ઘોષિત કર્યા હતા. એક્ટ્રેસે રોકા સેરેમનીમાં કહ્યું હતું કે “ આ એક શાનદાર ફંક્શન હતું. જ્યાં બે જૂની સંસ્કૃતિક અને રીતી રીવાજો એક થયા.”

નીકના વખાણ કરતા એક્ટ્રેસે કહ્યું કે “ પૂજાના સમયે સંસ્કૃતમાં પ્રાર્થના કરવાની હતી. અત્યાર સુધી હું પણ એ શબ્દોના સારી રીતે ઉચ્ચારના નથી કરી શકી. પરંતુ નીકે સંસ્કૃતમાં સરળ રીતે ઉચ્ચારણ કર્યું હતું. ઇન્ડિયન ફેંસ તેમના ‘નેશનલ જીજુ’થી ખુબ જ ઈમ્પ્રેઝ થયા.’

તમને જણાવી દઈએ તો પ્રિયંકા-નીકની રોકા અને સગાઇ સેરેમની ઓગસ્ટમાં થઇ હતી. નીકનું પૂરું ફેમેલી ભારતમાં આવ્યું હતું. આ દરમિયાન બધા ટ્રેડીશનલ લુકમાં જોવા મળ્યા હતા. લગ્ન માટે જયારે પ્રિયંકા અને નીક જોધપુર જવા માટે રવાના થયા ત્યારે બધા ઇન્ડિયન અટાયરમાં જોવા મળ્યા.

નીકના માતા ભારતીય સંસ્કૃતિમાં વધારે ઈમ્પ્રેસ પણ છે. પ્રિયંકાએ કહ્યું કે, “બે સંપૂર્ણપણે અલગ સંસ્કૃતિ અને ધર્મ અને તેમની ખુબસુરતી. આપણા માટે તેમના દિલોમાં ઘણો પ્રેમ અને લાગણી ધરાવે છે. નીકની માતાને લાગે છે કે તેઓ પાછળના જન્મમાં ભારતીય હતા.

એકટ્રેસે તે પણ જણાવ્યું કે નીકને તે કયા નામે બોલાવે છે. પ્રિયંકાએ કહ્યું “ હું તેને મેન જોનસ કહીને બોલવું છુ.
પ્રિયંકા, નીકથી ૧૦ વર્ષ મોટી છે. એજ ગેપની ચર્ચા અંગે પ્રિયંકાએ એક ઇન્ટરવ્યુમાં ખુલ્લીને વાત કરી હતી, “નીક ભલે મારાથી ઉમરમાં નાનો હોય, પરંતુ મેચ્યોરીટીના મામલામાં તે વધારે છે. મારાથી વધારે તે સીરીયસ અને સિનયર લાગે છે. અને તે વધારે શાંત પણ છે.”

Read Also

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter