GSTV

ઈન્સ્ટાગ્રામ પર સેલેબ્સને એક પોસ્ટ માટે મળે છે કરોડો રૂપિયા, કમાણીનું સાધન બન્યું

Last Updated on July 25, 2019 by

સોશિયલ મીડિયા ખાલી ફેન્સને તેમના ફેવરિટ સ્ટાર્સની નજીક નથી લઈ જતાં, પણ સેલેબ્સ માટે કમાણીનું એક સાધન છે. એક બાજુ લોકો સોશિયલ મીડિયા પર પોસ્ટ કરવા માટે વધુમાં વધુ લાઈક્સની દુઆ કરે છે. ત્યારે કેટલાક સ્ટાર્સ છે જેને એક પોસ્ટ માટે કરોડો રૂપિયા મળે છે.

ઈન્સ્ટાગ્રામ રિપોર્ટસ મુજબ સ્પોર્ટસ સ્ટાર્સને પણ ઈન્સ્ટાગ્રામ પોસ્ટ માટે ઘણા પૈસા મળે છે. આ લિસ્ટમાં ફુટબોલર રોનાલ્ડો ટોપ પર છે. રોનાલ્ડોના ઈન્સ્ટાગ્રામ પર 176 મિલિયન ફોલોઅર્સ છે. તેને એક સ્પોન્સર્ડ પોસ્ટ માટે 6,73,49,082 રૂપિયા મળે છે. પોસ્ટમાંથી પૈસા કમાવવામાં ઈન્ડિયન સેલેબ પણ કંઈ પાછળ રહે તેમ નથી. સ્પોર્ટસની વાત કરીએ તો વિરાટ કોહલી ટોપ પર છે.

વિરાટ એક સ્પોન્સર્ડ પોસ્ટ માટે 1,35,66,749 રૂપિયા લે છે. ઈન્સ્ટાગ્રામ પર વિરાટના 36 મિલિયન ફોલોઅર્સ છે. ભારતીય ક્રિકેટ ટીમનો કેપ્ટન વિરાટ કોહલી સોશિયલ મીડિયા પર ઘણો પોપ્યુલર છે. તે એક પોસ્ટ કરે છે તો તેને સારો રિસ્પોન્સ મળે છે.

આ કારણે સોશિયલ મીડિયા પોસ્ટના મામલામાં વિરાટ રેટ કાર્ડ હાઈ છે. બોલિવૂડ સ્ટાર્સમાં દેસી ગર્લ પ્રિયંકા ચોપરા. પ્રિયંકાને એક પોસ્ટ માટે 1.35 કરોડ રૂપિયા મળે છે. આ સ્ટાર્સ ઉપરાંત લોયનેલ મેસી, ડેવિડ બેકહમ, અરિયાના ગ્રાન્ડે અને કાઈલી જેનરનું નામ પણ સામેલ છે.

Read Also

Related posts

દિવા તળે અંધારૃ/ આ સરકારી હોસ્પિટલમાં જ ફાયર સેફ્ટીનો અભાવ, હજારો દર્દીઓના જીવ જોખમમાં

Bansari

કેઝયુઅલથી ગ્લેમર સુધી! કમાલ છે આ ટીવી એક્ટ્રેસનો લુક્સ, સોશિયલ મીડિયા પર દીવાના છે ફેન્સ

Damini Patel

VIDEO: વરરાજાને પોઝ કેમ આપવો તે શિખવાડવા જતો હતો ફોટોગ્રાફર, દુલ્હને કરી એવી ગંદી મજાક કે સૌ કોઈ ચોંકી ગયાં

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!