પ્રિયંકા-નિકના રૉયલ વેડિંગ : અહીં જુઓ આ સ્ટાર કપલનો વેડિંગ આલ્બમ

પ્રિયંકા ચોપકા અને નિક જોનાસે પહેલી ડિસેમ્બરના રોજ જોધપુરના ઉમેદ ભવન પેલેસ ખાતે ક્રિશ્ચયન અને બીજા દિવસે હિન્દુ રિવાજ પ્રમાણે લગ્ન કર્યા હતા. તેમના સિક્રેટ રોયલ વેડિંગની કેટલીક તસ્વીરો સામે આવી છે.

પીપલ મેગેઝિનને પ્રિયંકા ચોપરા અને નિક જોનાસના લગ્નની તસ્વીરો પબ્લિસ કરી છે.જેમા આ સ્ટાર કપલ પરફેક્ટ કપલ લાગી રહ્યા છે.

ક્રિશ્ચયન વેડિંગ સમયે પ્રિયંકા ચોપરાએ ડિઝાઇનર રાલ્ફ લોરેને ડિઝાઇન કરેલો વેડિંગ ગાઉન પહેર્યો છે.

જયારે કે હિન્દુ વેડિંગ સમયે પ્રિયંકાએ સબ્યસાંચીએ ડિઝાઇન કરેલો રેડ લંહેગા પહેર્યો છે.તો નિક જોનાસ પણ શેરવાનીમાં હેન્ડસમ લાગી રહ્યો છે.

કહેવામાં આવી રહ્યું છે કે પ્રિયંકા અને નિકે મેગેઝીનને પોતાના લગ્નની આ તસવીરો 17 કરોડ રૂપિયામાં વેચી છે.


આ જ કારણ છે કે પ્રિયંકા અને નિકના લગ્નની એકપણ તસવીર સામે આવી ન હતી.

લગ્નમાં મેહમાનોને બેઝિક મોબાઇલ ફોન્સ યુઝ કરવાની પરવાનગી આપવામાં આવી હતી જ્યારે કેમેરાવાળા ફોન તેમની પાસેથી લઇ લેવામાં આવ્યાં હતાં.

નિક જોનાસે ઇન્ડિયન ટ્રેડિશનવેર પ્રમાણે માંથે પાઘડી અને શેરવાનીમાં પહેરી છે.પ્રિયંકા અને નિક જોનાસના લગ્નની અન્ય તસ્વીરોમાં નિકના ત્રણેય ભાઇએ અને પ્રિયંકા ચોપરા તેની મમ્મી મધુ ચોપરા સાથે જોવા મળી રહી છે.

ઉલ્લેખનીય છે કે,આ શાહી શાદી બાદ પ્રિયંકા અને નિક જોનાસ દિલ્હીમાં રિસેપ્શન પાર્ટી હોસ્ટ કરવાના છે.જેમા પીએમ મોદી પણ હાજર રહે તેવી અટકળો લગાવવામાં આવી રહી છે.

કહેવામાં આવી રહ્યું છે કે લગ્નના દિવસે નિકે પ્રિયંકા સામે પોતાનો પ્રેમ વ્યક્ત કર્યો જેને સાંભળીને એક્ટ્રેસ ભાવુક થઇ ગઇ હતી. લગ્ન બાદ નિકે પત્ની પ્રિયંકા માટે એક સ્પેશિયલ સ્પીચ આપી, જેને સાંભળીને એક્ટ્રેની આંખો ભરાઇ આવી, સૂત્રોએ જણાવ્યા અનુસાર પ્રિયંકાના ભાઇએ નિકને હિન્દુ રિતીરિવાજો વિશે જણાવ્યું કે 7 ફેરા વચનો સમાન છે. જે અનુસાર વર-વધુ 7 જન્મો માટે એકબીજાના થઇ જાય છે.

આ સાંભળીને અમેરિકન સિંગર ઇમ્પ્રેસ થઇ ગયાં. લગ્નની તમામ વિધી પૂર્ણ કર્યા બાદ નિકે માઇક લીધું અને પ્રિયંકા સામે પોતાનો પ્રેમ વ્યક્ત કર્યો. સૂત્રોએ જણાવ્યા અનુસાર, નિકે વચન આપ્યું કે તે પોતાના વચનનોને પ્રામાણિકતાથી નિભાવશે અને આજીવન પ્રિયંકાનું ધ્યાન રાખશે. આ સાંભળીને પ્રિયંકા ભાવુક થઇ જાય છે.

જણાવી દઇએ કે પ્રિયંકા ચોપરા અને નિક જોનસ હવે પતિ પત્ની બની ગયા છે અને લગ્ન બાદની પહેલી તસવીર સામે આવી છે. જેમાં તે ઘણી જ સુંદર લાગી રહી હતી.


Read Also

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter