GSTV
Home » News » પ્રિયંકા-નિકના લગ્નમાં આવેલા મહેમાનોને અપાશે આ ખાસ અને યાદગાર ભેટ

પ્રિયંકા-નિકના લગ્નમાં આવેલા મહેમાનોને અપાશે આ ખાસ અને યાદગાર ભેટ

ગ્લબલ સ્ટાર પ્રિયંકા ચોપરા 2 ડિસેમ્બરે જોખપુરના ઉમ્મેદ ભવનમાં નિક જોનાસ સાથે લગ્ન કરવા જઇ રહી છે. વેડિંગમાં ફક્ત નજીકના સંબંધીઓ અને મિત્રો જ સામેલ થશે. આશરે 80 લોકોની હાજરીમાં તેઓ સાત ફેરા લેશે. આ શાહી લગ્નમાં આવેલા મહેમાનોને નિક-પ્રિયંકા ખાસ ભેટ આપશે.

મીડિયા રિપોર્ટસ અનુસાર આ કપલ મહેમાનોને સ્પેશિયલ પર્સનલાઇઝ્ડ ચાંડીનો સિક્કો ભેટમાં આપશે. સિક્કાની એક બાજુ NP લખેલું છે અને બીજી બાજુ ભગવાન ગણેશ અને માતા લક્ષ્મીની આકૃતિ છે. મહેમાનોને લગ્નના અંતમાં આ ખાસ હેન્ડીક્રાફ્ટ ગિફ્ટ આપવામાં આવશે.

ઉમ્મેદ ભવનમાં 29 નવેમ્બરથી 3 ડિસેમ્બર સુધી દેશી ગર્લના લગ્નની વિધિઓ ચાલશે. અહેવાલ મુજબ, આ 5 દિવસ માટે આખા ઉમ્મેદ ભવનને બુક કરવામાં આવ્યું છે. પ્રિયંકા-નિકના શાહી લગ્નમાં કરોડો રૂપિયા ખર્ચ થવાનું અનુમાન છે. વેન્યૂ બુકિંગ અને પ્રી વેડિંગ ફંકશન પર થતા ખર્ચ પર એક નજર નાખીએ. પ્રિયંકાની પ્રી-વેડિંગ સેરેમની જેમકે હલ્દી, મહેન્દી અને સંગીત મેહરાનગઢ કિલ્લામાં થશે. સૂત્રો મુજબ, દંપત્તિએ 29 નવેમ્બરથી 1 ડિસેમ્બર સુધી મેહરાનગઢ કિલ્લાને બુક કર્યો છે. આ 3 દિવસ માટે આ કિલ્લો પ્રવાસીઓ માટે બંધ રહેશે.

પ્રિયંકા અને નિકનો પરિવાર જોધપુર એરપોર્ટ પરથી ઉમ્મેદ ભવન ચોપર દ્વારા જશે. પેલેસમાં 64 આલીશાન રૂમ અને સૂઈટ છે. જેમાં 22 પેલેસ રૂમ અને 42 સુઇટ છે. આ પેલેસને હવે હોટલની જેમ ચલાવવામાં આવે છે. DNAએ પોતાના એક રિપોર્ટમાં હોટલ અધિકારીઓ સાથે વાતચીતના આધારે વેન્યૂની બુકિંગ કિંમતનો ખુલાસો કર્યો છે.

એક દિવસ માટે પેલેસ રૂમની કિંમત 47,300 હજાર છે. તો ઐતિહાસિક સૂઈટ માટે 65,300 રૂપિયા, રૉયલ સૂઈટ માટે 1.45 લાખ, ગ્રાન્ડ રૉયલ સૂઈટ માટે 2.30 લાખ અને પ્રેજિડેન્શિયલ સૂઈટ માટે 5.04 લાખ રૂપિયા ચૂકવવા પડે છે. આ કિંમતોમાં ટેક્સનો સમાવેશ કરાયો નથી.

એવામાં આખી હોટલનો એક દિવસનો ખર્ચ લગભગ 64.40 લાખ રૂપિયા છે. પ્રિયંકાએ 5 દિવસ માટે હોટલ બુક કરાવી છે. એવામાં પ્રિયંકા-નિકે હોટલ માટે અંદાજે 3.2 કરોડ રૂપિયા ચૂકવવા પડશે. 3.2 કરોડમાં સેરેમની સાથે જોડાયેલો બીજો ખર્ચ, ખાવા-પીવાનો ખર્ચ, મેહરાનગઢ કિલ્લામાં ત્રણ દિવસ સુધી ચાલનારી વિધિનો ખર્ચ સામેલ નથી. મેહરાનગઢ કિલ્લાના મેનેજમેન્ટ અધિકારીએ DNAને ત્યાંના બુકિંગ ખર્ચ વિશે જણાવ્યું, મેહરાનગઢ કિલ્લામાં થતી સેરેમની માટે 10 લાખ સેટઅપમાં ખર્ચ થશે. કેટરિંગનો ચાર્જ 18,000 રૂપિયા વ્યક્તિદીઠ ચૂકવવા પડશે.

પ્રિયંકાએ મેહરાનગઢ કિલ્લામાં ત્રણ દિવસના કાર્યક્રમ માટે 30 લાખ અને કેટરિંગ માટે 43 લાખ રૂપિયા આપવા પડશે. એવામાં પ્રિયંકાના લગ્નના પ્રી-વેડિંગના કાર્યનો કુલ ખર્ચ 73 લાખની નજીક થશે. વેન્યૂની કિંમત અને પ્રી-વેડિંગ વિધિને મેળવીને પીસી-નિકે અંદાજે 3.93 કરોડ રૂપિયા ચૂકવવા પડશે.

બીજીતરફ અહેવાલ છે કે પ્રિયંકા-નિકના લગ્નના સમારંભની શરૂઆત નાની પૂજાથી થશે. મહેન્દી અને બાકીની વિધિ શરૂ થતા પહેલા મુંબઈમાં બંને એક પૂજા રાખશે. આ પૂજા 28 નવેમ્બરે થશે. લગ્ન હિંદૂ અને કિશ્ચિયન પરંપરા અનુસાર થવાની ચર્ચા છે. લગ્ન બાદ બે રિસેપ્શન યોજાશે. રિસેપ્શન ફિલ્મ ઈન્ડસ્ટ્રીના મિત્રો માટે મુંબઈમાં યોજાશે. તો બીજું રિસેપ્શન દિલ્હીમાં યોજાશે.

Read Also

Related posts

રાજ્યની આ જેલમાંથી બે કેદી થયા ફરાર, પોલીસ થઈ દોડતી

Nilesh Jethva

મંદીનો માર સહી રહેલા પાકિસ્તાનને વધુ એક ઝટકો, કરોડો રૂપિયા વેડફાયા

Path Shah

મોદી સરકારનાં આ મંત્રીઓએ નથી ચૂકવ્યુ બંગલાનું ભાડુ, RTIમાં સામે આવી વિગતો

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!