Photos : મુંબઇ રિસેપ્શનમાં પ્રિયંકા-નિકનો રૉયલ અંદાજ, તસવીરો જોઇ તમે પણ કહેશો ‘Wow’

પહેલી -બીજી ડિસેમ્બરના રોજ જોધપુરના ઉમેદભવનમાં લગ્ન કરનારી બોલિવૂડ એક્ટ્રેસ પ્રિયંકા ચોપરા અને તેનો વિદેશી પતિ નિક જોનાસ આજે મુંબઈમાં પ્રથમ રિસેપ્શન હોસ્ટ કરી રહ્યાં છે. આ પહેલા પણ એક સિક્રેટ રિશેપ્શન ઉમેદ ભવનમાં રાખવામા આવ્યું હતું.

ત્યારબાદઆ તેમનું બીજું રિશેપ્શન છે.આ માત્ર મહેમાનો તેમજ પરિવારના અંગત વ્યક્તિઑ માટે જ રાખવાં આવ્યું છે. પ્રિયંકા અને નિક 20 ડિસેમ્બરના રોજ બોલિવૂડ સેલેબ્સ માટે એક ભવ્ય રિસેપ્શન આપશે.

વેન્યૂના એન્ટ્રેસ પર પ્રિયંકા-નિક અને મહેમાનો માટે ફોટોગ્રાફ્સ ક્લિક કરાવવા ફૂલોનો એક સ્ટેજ તૈયાર કરવામાં આવ્યો છે. સૌપ્રથમ મધુ ચોપરા પોતાના પરિવારજનોના સ્વાગત કરવા માટે રિસેપ્શન વેન્યૂ પરપહોંચી હતી.

પરિવારજનો માટે રાખેલા રિસપ્શનમાં મહેમાનોનું સ્વાગત કરવા માટે સૌપ્રથમ વેન્યૂ પર પહોંચનારા મધુ ચોપરાએ પરિવારજનો સાથે સ્ટેજ પર ફોટોગ્રાફર્સને પોઝ આપ્યા હતા.

જે પછી તેમણે એકલા ઉભા રહીને પણ પોઝ આપ્યા હતા અને ફોટોગ્રાફર્સ તરફ ફ્લાઈંગ કિસ કરી હતી.પ્રિયંકા ચોપરાએ પતિના હાથમાં હાથ નાખી વેન્યૂ પર એન્ટ્રી કરી હતી.

પ્રિયંકા ચોપરા ટ્રેડિશનલ આઉટફિટમાં જોવા મળી હતી જ્યારે નિક જોનાસ સૂટમાં જોવા મળ્યો હતો.પ્રિયંકા સ્ટ્રેપલેસ ટોપ અને લહેંગામાં જોવા મળી હતી જેને સબ્યાસાચીએ ડિઝાઈન કર્યા હતા.

પ્રિયંકા ચોપરાએ રિસેપ્શનના સ્ટાર્ટ પહેલા ત્યાં હાજર મહેમાનો સમક્ષ પતિનું ઈન્ટ્રોડક્શન કરાવ્યું હતું અને સાથે પિતાને પણ ખાસ યાદ કર્યા હતા. નિકે પણ મેહમાનોનો આભાર માન્યો હતો.પ્રિયંકાએ આ રિસેપ્શન અમુક ખાસ મહેમાનો અને પરિવારજનો માટે આપ્યું હતું.

Read Also

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter