GSTV
Home » News » પહેલી વાર જાણો પ્રિયંકા-નિકની લવ સ્ટોરી, જોધપુરમાં લગ્ન કરવા ન હતી માગતી દેશી ગર્લ

પહેલી વાર જાણો પ્રિયંકા-નિકની લવ સ્ટોરી, જોધપુરમાં લગ્ન કરવા ન હતી માગતી દેશી ગર્લ

પ્રિયંકા ચોપડા અને નિક જોનાસની આજે ડેટિંગ એનિવર્સરી છે. બન્ને આજના જ દિવસે પહેલી વખત ડેટ પર ગયા હતા. નિકે પ્રિયંકાને પોતાના પ્રેમનો ઈકરાર કરતા એક પોસ્ટ પણ શેર કરી છે. નિકે પોસ્ટમાં લખ્યું, ‘બ્યૂટી એન્ડ ધ બીસ્ટ’

નિકે જણાવ્યું, ‘એક વર્ષ પહેલા હું પ્રિયંકાને મળવા પોતાના મિત્રો સાથે પહોંચ્યો હતો. હવે પ્રિયંકા મારી બેસ્ટ ફ્રેન્ડ છે અને મારી સુંદર પત્ની છે. હું પોતાની આ એક વર્ષની જર્નીને જોઈને ખુશ છું. તુ મને દરરોજ ખુશી આપે છે અને ઈંસ્પાયર કરે છે. હું તારો પતિ બનીને ખુબ ખુશ છું. આઈ લવ યુ.’

પ્રિયંકા અને નિકની લવ સ્ટોરીની વાત કરવામાં આવે તો આ સમયે નિકે પ્રિયંકાને પ્રપોઝ કર્યુ હતું. ત્યાંરથી જ તેમના અફેરની શરૂઆત થઈ હતી. પ્રિયંકાએ એક ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું, ‘હું હંમેશાથી નિક જોનાસનું નામ પોતાના નામ સાથે જોડવા માંગતી હતી.’

View this post on Instagram

Cheeky. 🍑

A post shared by Nick Jonas (@nickjonas) on

‘અમે એક પરિવાર બની ગયા હતા. હું ખૂબ ટ્રેડિશનલ છું, હું આઈસલેન્ડમાં કોઈ પ્રાઈવેટ જગ્યા પર લગ્ન કરવા માંગતી હતી. પરંતુ એવું ન બન્યું જ્યારે અમે ભારતમાં હતા ત્યારે નિકે કહ્યું કે આપણે ભારતમાં લગ્ન કેમ ન કરી શકીએ? મના મારી દુલ્હનને તેના ઘરથી લઈને જવી જોઈએ.’

View this post on Instagram

Hello beautiful. #cannes

A post shared by Nick Jonas (@nickjonas) on

આ રીતે બન્નેએ જોઘપુરમાં પોતાના લગ્ન કરવાનો નિર્ણય કર્યો. એક ઈન્ટરવ્યૂમાં નિકે જણાવ્યું હતું કે ત્રણ ડેટ બાદ જ તેણે પ્રિયંકાને પ્રપોઝ કરી દીધી હતી. પ્રિયંકાને પ્રપોઝ કરવા માટે નિકે ટિફની સ્ટોરથી હીરાની વીંટી લીધી હતી. પ્રિયંકાના બર્થડે પર આડધી રાતે નિકે તેની સાથે સગાઈ કરી લીધી હતી.

Read Also

Related posts

World Cup 2019:NZ VS SA ન્યૂઝીલેન્ડે દક્ષિણ આફ્રિકાને 4 વિકેટે હરાવ્યું, કેપ્ટન વિલિયમસનની ધમાકેદાર સદી

Path Shah

શું તમે જાણો છો, મગફળીનું સવારના સમયે ખાલી પેટ સેવન કરવાથી થાય છે ફાયદા

Path Shah

આ દેશમાં મહિલાઓને મળે છે પુરી છૂટ, પુરુષોએ ઢાંકવો પડે છે ચહેરો! રસપ્રદ છે કારણ..

Path Shah
Do NOT follow this link or you will be banned from the site!