GSTV
Home » News » નિકે મજબૂરીમાં પ્રિયંકા સાથે કર્યા લગ્ન, ‘નિકયંકા’ના રિલેશનશીપ પર ઉઠ્યા સવાલો

નિકે મજબૂરીમાં પ્રિયંકા સાથે કર્યા લગ્ન, ‘નિકયંકા’ના રિલેશનશીપ પર ઉઠ્યા સવાલો

એક વિશ્વસ્તરીય મેગેઝીને પ્રિયંકા ચોપરા અને નિક જોનાસના સંબંધો પર લેખ લખ્યો છે. જેમાં પ્રિયંકાને ‘ગ્લોબલ સ્કેમ આર્ટિસ્ટ’ ગણાવવામાં આવી છે. લેખમાં જણાવવામાં આવ્યું છે કે નિકે પોતાની ઇચ્છઆ વિરુદ્ધ આ લગ્ન કર્યા છે. ‘ધ કટ’ નામના ઇન્ટરનેશનલ મેગેઝીને પ્રિયંકા અને નિકના સંબંધ પર એક આર્ટિકલ લખ્યો. આ લેખનું ટાઇટલ ‘શું પ્રિયંકા ચોપડા અને નિક જોનસનો પ્રેમ સાચો છે?’


આ આર્ટિકલમાં પ્રિયંકા ચોપડાના નિક જોનસ સાથે લગ્ન એક ‘છેતરપિંડી’ બતાવી. 1000 શબ્દોથી વધુના આર્ટિકલમાં પ્રિયંકા અને નિકના રિલેશનને જુઠ્ઠા ગણાવ્યા. તેમણે નિકને સલાહ આપતા કહ્યું કે નિક જો તમે આ આર્ટિકલ વાંચી રહ્યાં છો તો ઝડપથી બચી જજો. આ આર્ટિકલને મારિયા સ્મિથ નામની એક પત્રકારે લખ્યો છે. હવે આર્ટિકલને લઇ તેની ટીકા થઇ રહી છે. તેણે પ્રિયંકા અને નિકના સંબંધ પર પ્રશ્ન ઉઠાવ્યા છે.


નિક જોનાસના મોટા ભાઇ જૉ જોનાસે ટ્વિટર પર લખ્યું કે, આ ખૂબ જ વાહિયાત છે. ધ કટને શરમ આવવી જોઇએ કે કોઇએ આટલા નીચલા સ્તરના શબ્દોનો ઉપયોગ કર્યો. નિક અને પ્રિયંકા વચ્ચે જે છે તેને ખૂબસુરત પ્રેમ કહેવાય છે.


આ ઉપરાંત સોફી ટર્નરે પણ ધ કટની નિંદા કરતાં લખ્યું કે, આ ખૂબ જ અયોગ્ય છે અને ઘટિયા હરકત છે. હું ખૂબ જ નિરાશ છું કે ધ કટે કોઇને આવી ઘટિયા વાત લખવાનું પ્લેટફોર્મ પુરુ પાડ્યુ.

ન્યૂયોર્કના એક મેગેઝીને પ્રિયંકા ‘ગ્લોબલ સ્કેમ આર્ટિસ્ટ’ ગણાવી છે. વિદેશી મેગેઝીનમાં પ્રિયંકા વિશે આ પ્રકારની વાતો લખાતા બોલિવુડના કેટલાંય સ્ટાર્સ ભડકયા છે. જો કે વિવાદ વધતા મેગેઝીને સમાચારને લઇ માફી માંગી અને આર્ટિકલ પોતાની વેબસાઇટ પરથી હટાવી લીધો.


આર્ટિકલ પર સોનમ કપૂરે પોતાની નારાજગી વ્યક્ત કરી છે. તેણે આ આર્ટિકલને ઘટિયા અને મહિલા વિરોધી ગણાવ્યો છે. તેણે લખ્યું, આવો આર્ટિકલ એક મહિલા એ જ લખ્યો છે તે સૌથી દુખની વાત છે. શરમ આવે છે.


સ્વરા ભાસ્કરે પણ આર્ટિકલની વિરૂદ્ધ સોશિયલ મીડિયા પર પોતાની પ્રતિક્રિયા વ્યકત કરી છે. તેણે પણ પોતાનો ગુસ્સો વ્યકત કર્યો છે.

આપને જણાવી દઇએ કે બોલિવુડની દેશી ગર્લ અને અમેરિકન સિંગર નિક જોનસ લગ્નના બંધનમાં બંધાઇ ગયા છે. પ્રિયંકા અને નિક એ 1-2 ડિસેમ્બરના રોજ જોધપુરમાં ક્રિશ્ચિયન અને હિન્દુ રીતરિવાજથી લગ્ન કર્યા. આ ગ્રાન્ડ વેડિંગની ઓફિશિયલ તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ થઇ રહ્યાં છે. ત્યારબાદ કપલે 4 ડિસેમ્બરના રોજ દિલ્હીના તાજ પેલેસ હોટલમાં પહેલું રિસેપ્શન આપ્યું. આ રિસેપ્શનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ હાજરી આપી હતી.

Read Also

Related posts

PMC કોભાંડ : RBI પ્રતિબંધ મૂકે તે પહેલાં જ અધિકારીઓએ 70 કરોડ ઉપાડી લીધા

Mayur

કપડા શું ઉતાર્યા મળવા લાગી ઢગલાબંધ એડલ્ટ ફિલ્મની ઑફર, આ એક્ટ્રેસે કર્યો ચોંકાવનારો ખુલાસો

Bansari

‘રેપથી બચવા મહિલાઓ કોન્ડમ સાથે રાખે અને સહયોગ આપે’ ડિરેક્ટરનું વિવાદાસ્પદ નિવેદન, આ એક્ટ્રેસે ઝાટકી નાંખ્યો

Bansari
Do NOT follow this link or you will be banned from the site!