GSTV
Home » News » પ્રિયંકા ચોપરા માટે નિક જોનાસ છે પૃથ્વી પરનો સૌથી સ્ટાઇલીશ પુરુષ, સોશિયલ મીડિયા પર ઉડી મજાક

પ્રિયંકા ચોપરા માટે નિક જોનાસ છે પૃથ્વી પરનો સૌથી સ્ટાઇલીશ પુરુષ, સોશિયલ મીડિયા પર ઉડી મજાક

બોલીવુડ એક્ટ્રેસ પ્રિયંકા ચોપરા અને નીક જોનાસના લગ્ન, રીસેપ્શનના બાદ પણ તે બંને હેડલાઈન્સમાં છે. પ્રિયંકા, નીક સાથેની તસ્વીરો હમેશા શેર કરે છે, તેના કેટલાક ફોટોઝ એવા છે કે જેમાં તે નીકને કિસ કરતી જોવા મળે છે. આવો જ એક ફોટો તેણે ઇન્સટાગ્રામ પર શેર કર્યો છે.

ફોટોઝના કેપ્શનમાં પ્રિયંકાએ લખ્યું છે કે, “દુનિયાના સૌથી સ્ટાઇલીશ માણસને કિસ કરીને સૌભાગ્યશાળી મહેસુસ કરું છુ.” એકટ્રેસે નીક માટે લખ્યું છે, “સ્ટાઇલના દેવતાની કૃપા તારી પર હમેશા માટે રહે મારા પ્રિય.” તેના આ ફોટોઝના કેપ્શનને લઈને સોશિયલ મીડિયા પર મજાક બનાવામાં આવી રહી છે.

ફોટોઝના કોમેન્ટ બોક્સમાં એક યુઝરે લખ્યું હતું કે, “મોસ્ટ સ્ટાઇલીશ મેન તો રજનીકાંત છે.”

ક્યાં થયા લગ્ન અને કેવું રહ્યું રીસેપ્શન ?

પ્રિયંકા ચોપરા અને નીક જોનસએ ૧-૨ ડિસેમ્બરે જોધપુરના ઉમ્મેદ ભવન પેલેસમાં લગ્ન કર્યા હતા. આ બંનેએ પહેલું રીસેપ્શન નવી દિલ્હીમાં અને બીજું રીસેપ્શન મુંબઈમાં આપ્યુ હતું. અત્યારે તો બંનેની હનીમુન પર જવાની કોઈ ખબર નથી પરંતુ કેટલાક ફોટોઝ સોશિયલ મીડિયા પર આવ્યા હતા જેના આધાર પર બંને હનીમુન પર જવાના હોવાનું કહેવામાં આવ્યું છે.

પ્રિયંકા-નીકના છોકરાને લઈને એક્સાઈટેડ ફેન્સ

ત્યાર બાદ ફેન્સમાં પ્રિયંકા-નીકના બાળકોની ખબરોને લઈને એક્સાઈમેન્ટ છે અને તે સોશિયલ મીડિયા પર વ્યક્ત પણ કરી રહ્યા છે. પરંતુ એવું લાગી રહ્યું છે કે આ એક્સાઈમેન્ટ ફક્ત ફેન્સમાં નહિ પણ સેલેબ્સમાં પણ છે. એક્ટ્રેસ નરગીસ ફાખરીએ પ્રિયંકા ચોપરાના એક ફોટો પર ટ્વીટ કરીને આ વાત વ્યક્ત કરી હતી.

પ્રિયંકાએ તેના ટ્વીટર એકાઉન્ટમાં એક ફોટો પોસ્ટ કર્યો હતો જેમાં તે અને નીક જોનસ જોડે ઉભા રહેલા નજર આવી રહ્યા છે.

READ ALSO

Related posts

ભારતમાં મોદી સરકારને ફરી સત્તા મળતા પાડોશી પાકિસ્તાને કર્યું મિસાઇલ પરીક્ષણ

Mansi Patel

ગૌતમ ગંભીરનું ‘આતિશી’ ટ્વિટ, AAPને પણ ધોઈ નાખ્યું.

Arohi

આ કારણે નોર્થ ગુજરાતમાં કોંગ્રેસનો થયો કારમો પરાજય, ભાજપનો ગઢ 2019માં પણ અજય

Mayur
Do NOT follow this link or you will be banned from the site!