GSTV

જોનાસ બ્રદર્સના નવા સોન્ગમાં પેન્ટ વગર જોવા મળ્યો નિક, અને પ્રિયંકા તો…

પ્રિયંકા ચોપડા હાલ ભારત પરત આવી ચુકી છે પરંતુ ભારત આવ્યા પહેલા તે એક ઓવુ ધમાકેદાર સોન્ગ કરી ચુકી છે જે સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યું છે. પ્રિયંકા ચોપડા જોનાસ બ્રદર્સના લેટેસ્ટ સોન્ગ ‘What A Man Gotta Do’માં પતિ નિક જોનાસ સાથે ઘમાકેદાર અંદાજમાં જોવા મળી રહી છે. જોનાસ બ્રદર્સના સોન્ગનો વીડિયો યુટ્યુબ પર રિલીઝ થઈ ગયું છે. અને આ વીડિયો ખૂબ જોવામાં આવી રહ્યો છે. જોનાસ બ્રદર્સના વીડિયોમાં દેસી ગર્લ પ્રિયંકા ચોપડા ગ્લેમરસ લુકમાં જોવા મળી રહી છે અને નિક જોનાસ પણ શાનદાર જોવા મળી રહ્યો છે.

જોનાસ બ્રદર્સના લેટેસ્ટ સોન્ગ ‘What A Man Gotta Do’માં ત્રણેય જોનાસ ભાઈ, નિક જોનાસ, કેવિન જોનાસ અને જો જોનાસ જોવા મળી રહ્યો છે તો તેમની જ સાથે ત્રણેય ભાઈઓની પત્નીઓ પણ આમાં જોવા મળી રહી છે. અટલે કે નિક-પ્રિયંકા, કેવિન-ડેનિયલ અને જો-સોફી જોવા મળી રહ્યા છે. આ રીતે આ ફેમિલીએ મળીને ખૂબ શાનદાર વીડિયો બનાવ્યો છે અને પોતાના ફેન્સ માટે ધમાકેદાર મસાલો લઈને આવી રહ્યા છે.

પ્રિયંકા ચોપડા રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારન વિજેતા છે અને તેણે લગભગ 55થી વધુ ફિલ્મોમાં કામ કર્યું છે. પ્રિયંકા ચોપડાએ અમેરિકી ટીવી અભિનયની શરૂઆત હિટ સીરીઝ ‘ક્વાંટિકો’ દ્વારા કરી હતી. જે એબીસી પર ત્રણ સીઝન માટે પ્રસારિત કરવામાં આવી હતી. ‘ક્વાંટિકો’માં આવ્યા બાદ પ્રિયંકા ચોપડા પહેલી ભારતીય એક્ટર બની જેણે અમેરિકી સીરીઝમાં લીડ રોલ કર્યો છે. આ રોલના કારણે તેને 2016માં પીપલ્સ ચોઈસ એવોર્ડ આપવામાં આવ્યો હતો. 2016માં પ્રિયંકા ચોપડા ટાઈમ મેગેઝિનના કવર પર આવી હતી અને તે 100 સૌથી પ્રભાવશાળીની લિસ્ટમાં સામેલ હતી. 2018માં તેણે ફોબર્સની દુનિયાની સૌથી તાકતવર મહિલાઓની લિસ્ટમાં સામેલ કરવામાં આવ્યા હતા.  

Read Also

Related posts

દેશનું પ્રથમ ટાયર પાર્ક/ નકામા થઈ ગયેલા ટાયરનો બનશે પાર્ક, સુંદર રંગોથી રંગી બનાવશે કલાનો ઉત્તમ નમૂનો

Pravin Makwana

અબડાસાની પેટા ચૂંટણી માટે રાજ્યસભાના સાંસદ શક્તિસિંહ ગોહિલે વીડિયો સંદેશ પાઠવી પક્ષપલટુઓ સામે કર્યા આકરા પ્રહારો

Nilesh Jethva

દેશની આ સ્કૂલોમાં પણ લાગુ થશે અનામત : 27 ટકાનો ક્વોટા ફાળવાશે, સરકારે લઈ લીધો નિર્ણય

Ankita Trada
Do NOT follow this link or you will be banned from the site!