પ્રિયંકા-નિકના લગ્નની નવી તસવીરો આવી સામે, જુઓ ડ્રીમ વેડિંગ આલ્બમ

પ્રિયંકા ચોપરા અને નિક જોનાસે જોધપુરના ઉમ્મેદ ભવનમાં ક્રિશ્વિટન અને હિન્દુ રિતીરિવાજો અનુસાર લગ્ન કર્યા. આ ગ્રાન્ડ વેડિંગની ઑફિશિયલ તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર છવાયેલા છે. એક્ટ્રેસના લગ્નમાં વિદેશી મહેમાનોએ પણ હાજરી આપી અને એન્જોય પણ કર્યુ. પ્રિયંકા-નિકના હિન્દુ વેડિંગની નવી તસવીરો સામે આવી છે. જેમાં કપલ રિતીરિવાજો નિભાવતાં જોવા મળી રહ્યાં છે.

હેલો મેગેઝીને લગ્નની તસવીરો શેર કરી છે. બંને વચ્ચે અદ્ભૂત બોન્ડીંગ જોવા મળી રહ્યું છે. ફોટોમાં રોડ લહેંગામાં પ્રિયંકા હાથમાં જયમાલા સાથે નજરે પડી રહી છે.

પ્રિયંકાનો લુક રૉયલ છે. ફોટોમાં પ્રિયંકા જયમાલા માટે જઇ રહી છે. તેના ભાઇ લાલ ચુનર સાથે દુલ્હનને મંડપ સુધી લઇ જઇ રહ્યાં છે.

સાથે જ નિકના લુકની વાત કરીએ તો તે દેશી અવતારમાં નજરે પડી રહ્યો છે. તેણે શેરવાની પહેરી છે જેમાં તે એકદમ દેશી બાબૂ લાગી રહ્યો છે.

ફેમીલી સાથે આ કપલે તસવીર શેર કરી છે. તેમાં પ્રિયંકા અને નિક બંને પરિવારજનો સામેલ છે.
ક્રિશ્વિયન રીતિરિવાજો અનુસાર થયેલા લગ્નની આ નવી તસવીર સામે આવી છે.

તેમાં નિકયંકા એક બાળક સાથે જોવા મળી રહ્યાં છે. તસવીરમાં બંનેની ખુશી સ્પષ્ટપણે ઝળકાઇ રહી છે.

પ્રિયંકા ચોપકા અને નિક જોનાસે પહેલી ડિસેમ્બરના રોજ જોધપુરના ઉમેદ ભવન પેલેસ ખાતે પહેલા ક્રિશ્ચયન અને બાદમાં હિન્દુ રિવાજ પ્રમાણે લગ્ન કર્યા છે.તેમના સિક્રેટ રોયલ વેડિંગની કેટલીક તસ્વીરો લગ્નના ચાર દિવસ બાદ સામે આવી છે.પીપલ નામના મેગેઝિનને પ્રિયંકા ચોપરા અને નિક જોનાસના લગ્નની ઓફિશ્યલ તસ્વીરો પબ્લિશ કરી છે.જેમા આ સ્ટાર કપલ પ્રિન્સ એન્ડ પ્રિન્સેસ જેવા લાગી રહ્યા છે.

પ્રિયંકા ચોપરાએ તેના ક્રિશ્ચયન વેડિંગ સમયે ડિઝાઇનર રાલ્ફ લોરેને ડિઝાઇન કરેલો કેથલિક વેડિંગ ગાઉન પહેર્યો છે.જેમા ખાસ પ્રકારની એમ્બ્રોડરી વડે ઉર્દુમાં માય જાન લખવામાં આવ્યું.તો કિશ્ચયન વેડિંગમાં નિક જોનાસ બ્લેક કલરના ટક્સિડોમાં જોવા મળી રહ્યો છે.

હિન્દુ રિવાજ પ્રમાણેના સમયે પ્રિયંકા ચોપરાએ ડિઝાઇનર સબ્યસાંચીએ ડિઝાઇન કરેલો લાલ કલરનો લંહેગા પહેર્યો છે.તો નિક જોનાસે ઇન્ડિયન ટ્રેડિશનવેર પ્રમાણે માંથે પાઘડી અને શેરવાનીમાં પહેરી છે.

પ્રિયંકા અને નિક જોનાસના લગ્નની અન્ય તસ્વીરોમાં નિકના ત્રણેય ભાઇએ અને પ્રિયંકા ચોપરા તેની મમ્મી મધુ ચોપરા સાથે જોવા મળી રહી છે. ઉલ્લેખનીય છે કે,આ શાહી શાદી બાદ પ્રિયંકા અને નિક જોનાસ દિલ્હીમાં રિસેપ્શન પાર્ટી હોસ્ટ કરી હતી.જેમા પીએમ મોદી પણ હાજર રહ્યાં હતા.

Read Also

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter