GSTV
Home » News » દિલ્હીમાં પ્રિયંકા-નિકનું ગ્રાન્ડ રિસેપ્શન, પીએમ મોદી સહિત આ સ્ટાર્સ લગાવશે ચાર ચાંદ

દિલ્હીમાં પ્રિયંકા-નિકનું ગ્રાન્ડ રિસેપ્શન, પીએમ મોદી સહિત આ સ્ટાર્સ લગાવશે ચાર ચાંદ

પ્રિયંકા ચોપરા અને નિક જોનાસ લગ્નના પવિત્ર બંધનમાં બંધાઇ ચુક્યા છે. જોધપુરના ઉમેદ ભવન પેલેસમાં તેમના ગ્રાન્ડ વેડિંગ ચર્ચામાં છે. ખ્રિસ્તી અને હિન્દુ રિતીરિવાજો પ્રમાણે તેઓ લગ્નનાં બંધનમાં બંધાયા. લગ્ન બાદ બંને જોધપુરથી રવાના થઈ ચુક્યા હતા અને હવે તેમનું ભવ્ય રિસેપ્શન દિલ્હી ખાતે યોજાવા જઈ રહ્યું છે. આ રિસેપ્શનમાં અનેક દિગ્ગજ હસ્તીઓ જોવા મળશે જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નામની પણ ચર્ચાઓ છે.

પ્રિયંકા અને નિકનું રિસેપ્શન દિલ્હીમાં રાત્રે 8 કલાકે શરૂ થશે અને આ રિસેપ્શન દિલ્હીની ધ તાજમાં રાખવામાં આવ્યું છે. પ્રિયંકા અને નિકની રિસેપ્શન પાર્ટીનું આમંત્રણ વડાપ્રધાન મોદીને પણ આપવામાં આવ્યું છે. આ ઉપરાંત કેન્સરની સારવાર કરી હાલમાં જ ભારત આવેલી સોનાલી બેન્દ્રે, રણબીર કપૂર, આલીયા ભટ્ટ, સંજયલીલા ભણસાલી સહિતના સ્ટાર્સ પણ દિલ્હીની પાર્ટીમાં પહોંચશે તેવી ચર્ચાઓ છે.

ખાસ વાત એ છે કે આ રિસેપ્શનમાં બંનેના ખાસ મિત્રો અને સંબંધીઓને જ બોલાવવામાં આવ્યા છે. રિસેપ્શન પહેલા જ નિક અને પ્રિયંકા દિલ્હી પહોંચી ચુક્યા છે. દિલ્હી એરપોર્ટ પર બંને કેમેરામાં કેદ થયા હતા અને તેમની તસવીરો વાઈરલ થઈ રહી છે. જેમાં પ્રિયંકા સાડીમાં સજ્જ છે અને માથામાં સિંદૂર તેમજ હાથમાં ચૂડો જોવા મળે છે.

કહેવામાં આવી રહ્યું છે કે લગ્નના દિવસે નિકે પ્રિયંકા સામે પોતાનો પ્રેમ વ્યક્ત કર્યો જેને સાંભળીને એક્ટ્રેસ ભાવુક થઇ ગઇ હતી. લગ્ન બાદ નિકે પત્ની પ્રિયંકા માટે એક સ્પેશિયલ સ્પીચ આપી, જેને સાંભળીને એક્ટ્રેની આંખો ભરાઇ આવી, સૂત્રોએ જણાવ્યા અનુસાર પ્રિયંકાના ભાઇએ નિકને હિન્દુ રિતીરિવાજો વિશે જણાવ્યું કે 7 ફેરા વચનો સમાન છે. જે અનુસાર વર-વધુ 7 જન્મો માટે એકબીજાના થઇ જાય છે.

આ સાંભળીને અમેરિકન સિંગર ઇમ્પ્રેસ થઇ ગયાં. લગ્નની તમામ વિધી પૂર્ણ કર્યા બાદ નિકે માઇક લીધું અને પ્રિયંકા સામે પોતાનો પ્રેમ વ્યક્ત કર્યો. સૂત્રોએ જણાવ્યા અનુસાર, નિકે વચન આપ્યું કે તે પોતાના વચનનોને પ્રામાણિકતાથી નિભાવશે અને આજીવન પ્રિયંકાનું ધ્યાન રાખશે. આ સાંભળીને પ્રિયંકા ભાવુક થઇ જાય છે.

જણાવી દઇએ કે પ્રિયંકા ચોપરા અને નિક જોનસ હવે પતિ પત્ની બની ગયા છે અને લગ્ન બાદની પહેલી તસવીર સામે આવી છે. જેમાં તે ઘણી જ સુંદર લાગી રહી છે.

Read Also

Related posts

મમતાના ખાસ આઈપીએસ રાજીવ કુમારને સુપ્રીમ કોર્ટે આપ્યો મોટો ઝટકો

Mayur

ગુજરાતના જીતેલા ભાજપના સાંસદો આજે નીકળશે દિલ્હી જવા

NIsha Patel

શાહ અને સ્મૃતિ જીતતાં ગુજરાતની રાજ્યસભાની 2 સીટો ખાલી પડી, ટૂંક સમયમાં યોજાશે ચૂંટણી

NIsha Patel
Do NOT follow this link or you will be banned from the site!