પ્રિયંકાનો જેઠ જો જોનસ તેની ગર્લફ્રેન્ડ સોફી ટર્નર સાથે બીજી વાર લગ્ન કરી રહ્યો છે. આ વખતે આ લગ્ન પેરિસમાં થશે. લગ્ન માટે પ્રિયંકા અને નિક જોનસ સહિત આખો પરિવાર પેરિસ પહોંચ્યો છે.

પ્રિયંકા અને નિક પેરિસમાં એન્જોય કરતાં જોવા મળ્યા છે. જેમાં બંને રોમાન્ટિક પોઝ આપી રહ્યા છે. આ તસવીરોમાં કપલ બોટની મજા માણતા જોવા મળ્યા છે. નિકે પણ એક બ્લેક એન્ડ વ્હાઈટ ફોટો શેર કર્યો છે. બંને ગોગલ્સ લગાવેલા છે.
નિક સિગાર પીતો પણ જોવા મળ્યો છે. આ ફોટો શેર કરતાં લખ્યું કે, ‘ધ સિટી ઓફ લવ.’ બીજા ફોટામાં તે ડાન્સ કરતો જોવા મળ્યો છે. પ્રિયંકાએ પણ તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર ફોટા શેર કર્યા છે.
બંને સાથે ખુશ દેખાઈ રહ્યા છે. પ્રિયંકાએ પ્રિંટેડ રફેલ હાઈ સ્લિટ ડ્રેસ પહેર્યો છે. નિક કેઝ્યુઅલ શર્ટ અને જિન્સમાં જોવા મળ્યો હતો. આ ઉપરાંત પણ બંને એકબીજાને કિસ કરતાં જોવા મળ્યા. આ પહેલા પણ બંને કિસ કરતા જોવા મળ્યા છે. પ્રિયંકા અને નિકનો આ ફોટો વાયરલ થઈ રહ્યો છે.

થોડા દિવસ પહેલા પણ પ્રિયંકા વ્હાઈટ ડ્રેસમાં પેરિસમાં ફરી રહી હતી. ગયા મહિને સોફી અને જો જોનસે લાસ વેગાસમાં લગ્ન કર્યા હતા. તે એક પ્રાઈવેટ સેરેમની હતી. તેમાં બંનેના સંબંધીઓ અને પરિવાળ વાળા જ હાજર હતા. હવે પેરિસમાં ધામધૂમથી લગ્ન થઈ રહ્યા છે. આ વખતે તે ફેન્ચ વેડિંગ કરવા જઈ રહ્યા છે. પ્રિયંકાએ તેની આવનારી ફિલ્મનું શૂટિંગ પૂરું કર્યું છે. આ ફિલ્મમાં તે માની ભૂમિકામાં જોવા મળશે.
Read Also
- સુરત બાદ અમદાવાદના યુવાનોને તલવાર વડે કેક કાપવાનો પાનો ચઢ્યો, પોલીસ આવી હરકતમાં
- મોદી સરકાર આ તારીખે જાહેર કરી શકે છે સામાન્ય બજેટ, ઇન્કમટેક્સમાં થશે મોટી જાહેરાત
- ધરમપુર વિસ્તારમાં બીજીવાર ભૂકંપના આંચકા અનુભવાતા લોકોમાં ભયનો માહોલ
- આ ગામના લગભગ દરેક ઘરમાં છે કેન્સરનો દર્દી, આ રીતે એક પછી એક બન્યાં આ ગંભીર બીમારીનો ભોગ
- સૌથી મોટા સમાચાર : ચીન અને અમેરિકા વચ્ચે ટ્રેડ વોર સમાપ્ત, વિશ્વભરમાં મંદીનો માહોલ ઝડપથી બદલાશે