GSTV

હાથમાં મહેંદી અને માંગમાં સિંદૂર લગાવી પ્રિયંકાએ રાખ્યુ કરવા ચોથનું વ્રત, પણ નિકે તો એવું કર્યું કે…

બોલિવુડ અને ટીવીની ઘણી એક્ટ્રેસ આ વર્ષે પોતાનું પહેલું કરવા ચોથનું વ્રત કર્યું. એવામાં આપણી દેશી ગર્લ પ્રિયંકા ચોપજાએ પણ પાછળ નથી. તમને જણાવી દઈએ કે બોલિવુડથી લઈને હોલિવુડ સુધી ફેમશ પ્રિયંકાએ 2018ના ડિસેમ્બરમાં અમેરિકન એક્ટર અને સિંગર નિક જોનસ સાથે લગ્ન કર્યા હતા.

પોતાના પહેલા કરવા ચોથ પર પ્રિયંકા ખૂબ મસ્તીના મૂડમાં જોવા મળી રહી હતી. તેણે માથા પર સિન્દુર લગાવેલું હતું. અને પોતાના મિત્રો સાથે તસ્વીરો શેર કરી છે.

આ ઉપરાંત તેના મિત્રોએ તેને મહેંદી પણ લગાવી. જેની તસ્વીર પ્રિયંકાએ શેર કરી છે.

સુહાગનોના આ પર્વ પર લાલ કપડા અને જ્વેલરી પહેરવામાં આવે છે અને આજ ખુશીમાં આપણી દેશી ગર્લ પ્રિયંકાએ પણ સુંદર લાલ રંગની ચૂડિઓ પહેરી હતી. પહેલી કરવા ચોથ દરેક માટે ખાસ હોય છે અને માટે જ પ્રિયંકા આ દિવસે ખૂબ ખુશ જોવા મળી.

પ્રિયંકાની આ કરવા ચોથ પતિ નિક માટે પહેલી કરવા ચોથ હતી. તસ્વીરો જોઈને દેખાય છે કે પ્રિયંકા અને નિકે ખૂબ રોમેન્ટિક સમય સાથે વિતાવ્યો છે. તેમની સાથે પરિવાર અને અમુક મિત્રો હતા.

પ્રિયંકાએ નિક સાથે 2018માં લગ્ન કર્યા હતા. બન્નેએ જોધપુરના ઉમેદ ભવન પેલેસમાં હિન્દુ અને ક્રિશ્ચિયન બન્ને રિવાજથી લગ્ન કર્યા હતા.

બન્નેના લગ્નમાં નિક અને પ્રિયંકાના પરિવાર સહિત નજીકના મિત્રો હાજર રહ્યા હતા. ત્યાર બાદ પ્રિયંકાએ પોતાના બોલિવુડ મિત્રોને ગ્રેન્જ રિસેપ્શન પાર્ટી આપી હતી.

Read Also

Related posts

2020માં સિલ્વર સ્ક્રિન પર રાજ કરશે અક્ષય કુમાર , બોલીવુડના ખેલાડી પર ખેલાયો રૂપિયા 500 કરોડનો જુગાર

Bansari

ભાજપ શાસિત વધુ એક રાજ્યમાં સરકાર ખેડૂતોના રોષનો ભોગ બની, પાવર સબ સ્ટેશનને જ લગાવી દીધી આગ

Mayur

‘ગંભીરે’ રાજનીતિને ‘ગંભીર’ રીતે ન લેતા દિલ્હીમાં લાગ્યા પોસ્ટર, ‘શું તમે આ વ્યક્તિને જોયો છે ?’

Bansari
Do NOT follow this link or you will be banned from the site!