GSTV
World

Cases
7044422
Active
12826901
Recoverd
749358
Death
INDIA

Cases
653622
Active
1695982
Recoverd
47033
Death

ઈંસ્ટાગ્રામ પર એક પોસ્ટના કરોડો રૂપિયા કમાય છે પ્રિયંકા ચોપડા, જાણો કમાણીમાં મોખરે રહેનારા સ્ટાર્સની યાદી

પ્રિયંકા ચોપરા

દર વર્ષની માફક આ વર્ષે પણ ઈંસ્ટાગ્રામ પર સૌથી વધુ કમાણી કરનારા સ્ટાર્સની યાદી જાહેર થઈ છે. વર્ષ 20196માં ઈંસ્ટાગ્રામ પર સૌથી વધુ કમાણી કરનારા સેલિબ્રિટીઝમાં બે ભારતીય સ્ટાર્સના નામ પણ સામેલ છે. જી બિલ્કુલ પ્રિયંકા ચોપડા અને વિરાટ કોહલી આ લિસ્ટમાં સામેલ થનારા બે ભારતીય છે.

પ્રિયંકા ચોપડા અને વિરાટ કોહલી બે ભારતીય સેલિબ્રિટીઝ

એક વેબસાઈટે ઈંસ્ટાગ્રામ પર કમાણી કરનારા આ સ્ટાર્સની યાદી જાહેર કરી હતી. જેમાં પ્રિયંકા ચોપડા 28માં નંબરે છે. જ્યારે ભારતીય ક્રિકેટર વિરાટ કોહલી બે પોઈન્ટ ઉપર 26માં નંબરે છે. ગત વર્ષે પ્રિયંકા 19માં નંબરે હતી અને કોહલી 23માં નંબર પર હતો. જ્યાં પ્રિયંકા ચોપડા એક પોસ્ટના લગભગ 2.15 કરોડ રૂપિયા કમાય છે, જ્યારે વિરાટ કોહલી એક પોસ્ટના લગભગ 2.21 કરોડ રૂપિયા કમાણી કરી લે છે.

વિદેશ સ્ટાર્સની આ યાદીમાં ધૂમ કમાણી

આપને જણાવી દઈએ કે, ગત વર્ષે પણ આ યાદીમાં આ બે ભારતીયો જ સામેલ થયા હતા. આ યાદીમાં પહેલા નંબર પર ફાસ્ટ એન્ડ ફ્યૂરિયસના સ્ટાર ડ્વેન જોનસન, જ્યારે બીજા નંબર પર કાઈલી જેનર છે.

સેલિબ્રિટીઝફોલોઅર્સએક પોસ્ટની કિંમતરૂપિયા લગભગ
1. ડ્વેન જોન્સન187,300,000$1,015,0007.58 કરોડ રૂપિયા
2. કાઈલી જેનર181,500,000$986,0007.36 કરોડ રૂપિયા
3. ક્રિસ્ટિયાનો રોનાલ્ડો224,800,000$889,0006.64 કરોડ રૂપિયા
4. કિમ કર્દાર્શિયા175,700,000$858,0006. 41 કરોડ રૂપિયા
5. એરિયાના ગ્રાંડે191,100,000$853,0006.37 કરોડ રૂપિયા
6. સેલેના ગોમેજ180,300,000$848,0006.33 કરોડ રૂપિયા
7. બિયોન્સે નોલ્સ148,700,000$770,0005.75 કરોડ રૂપિયા
8. જસ્ટિન બિબર139,300,000$747,0005.58 કરોડ રૂપિયા
9. ટેલર સ્વિફ્ટ135,000,000$722,0005.39 કરોડ રૂપિયા
10. નેમાર જૂનિયર139,300,000$704,0005.26 કરોડ રૂપિયા
26. વિરાટ કોહલી64,200,000$296,0002.21 કરોડ રૂપિયા
28. પ્રિયંકા ચોપડા54,000,000$289,0002.15 કરોડ રૂપિયા

હોલિવૂડ એક્ટર અને પૂર્વ રેસલિંગ ચેમ્પિયન ડ્વેન ‘ દ રોક’ જોન્સને કાઈલી જેનરને સૌથી વધુ કમાણી કરનારા સેલેબ્રિટીઝની યાદીમાં પાછળ રાખી દીધા છે. ઈંસ્ટાગ્રામની રીચ લિસ્ટમાં બિલિયનેયર કાઈલીને પછાડી ડ્વેન જોનસન નંબર 1 બની ગયા છે. પ્રાપ્ત વિગતો મુજબ જોઈએ તો, ડ્વેન પોતાની એક સોશિયા મીડિયા પોસ્ટ પર 1 મિલિયન ડૉલરથી પણ વધુ કમાય છે. આવો જાણીએ આ સિવાય પણ કોણ કોણ છે ટોપમાં.

1 . ડ્વેન જોન્સન- $1,015,000

આ ચાર વર્ષમાં પહેલી વખત બન્યુ છે કે, જ્યારે જેનર અથવા કર્દાર્શિયા પરિવાર ટોપ નંબર પર નહીં હોય. હોપર એચક્યુ હોપર એચક્યુ આ લિસ્ટને કર વર્ષ ગણાવે છે. કહેવાય છે કે, ડ્વેન જોન્સનની કમાણીમાં 15 ટકાનો વધારો થયો છે. જોન્સન પોતાની એક પોસ્ટ માટે કુલ 7.6 કરોડ રૂપિયા કમાય છે.

2. કાઈલી જેનર- $986,000

ઘણા સમયથી ટોપ પર રહેલી કાઈલી જેનર આ વર્ષે બીજા નંબર પર આવી છે. જ્યાં ડ્વેન જોન્સનની કમાણીમાં 15 ટકાનો વધારો થયો છે. તો કાઈલીની કમાણીમાં 22 ટકાનો ઘટાડો થયો છે. કાઈલી પોતાની એક પોસ્ટ માટે 7.4 કરોડ રૂપિયા કમાણી કરે છે. જેને ફોર્બ્સની યાદીમાંથી હાલમાં પ્રથમ નંબરેથી હટાવી દેવામાં આવી છે.

3.ક્રિસ્ટયાનો રોનાલ્ડો- $889,000

પોર્ટુગલના ફુટબોલર ક્રિસ્ટિયાનો રોનાલ્ડો આ વર્ષે ત્રીજા નંબર પર રહ્યો છે. 225 મિલિયન ફોલોવર્સની સાથે ક્રિસ્ટિયાનો એક પોસ્ટ પર લગભગ 6.7 કરોડ રૂપિયા કમાણી કરે છે. ક્રિસ્ટિયાનો દુનિયાના સૌથી વધુ કમાણી કરનારા ફુટબોલરમાંનો એક છે.

4 કિમ કર્દાર્શિયા- $858,000

કાઈલી જેનરની મોટી બહેન કિમ કર્દાર્શિયા આ યાદીમાં ચોથા નંબર પર છે. 176 મિલિયન ફોલોવર્સ સાથે કિમ એક સોશિયલ મીડિયા પોસ્ટના લગભગ 6.4 કરોડ રૂપિયા લે છે. કિમને તેના લુક્સ અને બિઝનેસ માટે ઓળખવામાં આવે છે.

5 અરિયાના ગ્રાંડે- $853,000

હોલિવૂડ પોપ સિંગર અરિયાના ગ્રાંડેનું નામ આ યાદીમાં સામેલ છે. 191 ફોલોઅર્સ સાથે અરિયાના લગભગ 6.4 કરોડની કમાણી કરે છે. અરિયાનાને તેની સ્ટાઈલ અને સિંગિગ માટે ઓળખાય છે. જેના અફેયર્સની પણ ખૂબ ચર્ચાઓ થાય છે.

6 સેલિના ગોમેઝ- $848,000

હોલિવૂડ એક્ટ્રેસ અને સિંગર સેલિના ગોમેઝ આ યાદીમાં 6 નંબર પર છે. 180 મિલિયન ફોલોવર્સ સાથે તે એક પોસ્ટ પર 6.3 કરોડ રૂપિયા કમાય છે. સેલિના મ્યૂઝિક ઈંડસ્ટ્રઝમાં મોટુ નામ છે. સાથે જ તેની એક્ટીંગ પાછળ પણ લોકો દિવાના છે. ઉપરાંત તે સમાજ સેવા પણ કરે છે.

7. બિયોંસે- $770,000

હોલિવૂડ સિંગિગ લીજેંડ કહેવાતા બિયોંસે આ યાદીમાં ઘણી પાછળ છે. 149 ફોલોઅર્સ સાથે બિયોંસે એક પોસ્ટ પર કમાણીમાં લગભગ 5.8 કરોડ રૂપિયા કમાય છે. તે મ્યૂઝિક ઈંડસ્ટ્રીમાં મોટુ નામ હોવાની સાથે સાથે સમાજ સેવક, બિઝનેઝ વુમન અને એક્ટ્રેસ પણ છે.

8 જસ્ટિન બીબર- $747,000

સિંગર જસ્ટિન બીબરનું નામ પણ આ લિસ્ટમાં સામેલ છે. જસ્ટિનને તેના ગીતો અને વિવાદોને લઈ ઓળખવામાં આવે છે. 139 મિલિયન ફોલોવર્સ સાથે જસ્ટિન બીબર એક પોસ્ટ માટે 5.6 કરોડ રૂપિયા કમાય છે

9. ટેલર સ્વિફ્ટ- $722,000

ટેલર સ્વિફ્ટ પોતાના કરિયરની શરૂઆતથી લઈને આજ સુધી ટીન્સ અને યંગ લોકો માટે ફેવરીટ પોપ અને કંટ્રી સિંગર રહી છે. આ યાદીમાં તેનુ સ્થાન નવમુ છે. 135 મિલિયન ફોલોવર્સ સાથે તેની એક પોસ્ટ પરની કમાણી લગભગ 5.4 કરોડ રૂપિયા છે.

10. નેમર જૂનિયર- $704,000

બ્રાઝિલના ફુટબોલર નેમર જૂનિયર આ યાદીમાં 10માં નંબરે છે. 139 મિલિયન ફોલોવર્સની સાથે નેમારની પોસ્ટ પરની કમાણી લગભગ 5.3 કરોડ રૂપિયા છે.

READ ALSO

Related posts

બૉડી શેમિંગથી પરેશાન છો અને ટ્રાન્સફોર્મ કરવા માંગો છો? તો આ બાબતોનું રાખો ધ્યાન

Mansi Patel

આ રીતે સારાએ ઉજવ્યો 25મો બર્થ ડે, શેર કરી ક્યુટ તસ્વીરો

Arohi

Xiaomi Redmi Note 9 ખરીદવાનો શાનદાર મોકો, આજે શરૂ થયો મોટો સેલ

Arohi
Do NOT follow this link or you will be banned from the site!