GSTV
Home » News » આકાશ અંબાણીના લગ્નનો આ Video છે ખાસ, કારણ છે પ્રિયંકા ચોપડા અને એશ્વર્યા રાય

આકાશ અંબાણીના લગ્નનો આ Video છે ખાસ, કારણ છે પ્રિયંકા ચોપડા અને એશ્વર્યા રાય

akash ambani marriage

બિઝનેસમેન મુકેશ અંબાણીના મોટા દિકરા આકાશ અંબાણીની રોયલ વેડિંગમાં બોલિવુડ સિતારાઓએ શિરકત કરી. આ શાનદાર લગ્નમાં કોઈ અમુક એવા પલ કેમરામાં કેદ થયા. આવી જ એક મુવમેન્ટ હતી એશ્વર્યા રાય બચ્ચન અને પ્રિયંકા ચોપડાનો ડાંસ. બન્ને મિસ વર્લ્ડને એક જ સ્ટેજ પર ડાંસ કરતા જોવું એક યાદગાર મુવમેન્ટ હતો. બોલિવુડ ડિવાનો ડાન્સ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

વીડિયોમાં પ્રિયંકા અને એશ્વર્યા રાય બચ્ચન આકાશ અંબાણીના લગ્નમાં સ્ટેજ પર ડાન્સ કરતા જોવા મળ્યા હતા. બન્નેનો આ ખાસ બોન્ડ પહેલી વખત જોવા મળ્યો. સ્ટાર્સની સાથે સ્ટેજ પર કરણ જોહર, હાર્દિક પાંડ્યા ડાંસ કરતા જોવા મળી રહ્યા છે.

વેડિંગ સેલિબ્રેસનમાં એશ્વર્યા રાયે પર્પલ કલરનો ટ્રેડિશનલ લહેંગો પહેર્યો હતો. ત્યાજ પ્રિયંકા ચોપડા પાર્ટીમાં સિલ્વર શીર સાડીમાં જોવા મળી.

આકાશ અંબાણી અને શ્લોકા મહેતાના લગ્નમાં દુનિયાભરની ખ્યાતનામ હસ્તીઓ પહોંચી હતી. બોલિવુડ સેલિબ્રિટી અને દેશ વિદેશના ક્રિકેટરો પણ મન મુકીને નાચ્યા હતા. ત્યાર અંબાણી પરિવારની ખુશી દર્શાવતો લગ્નનો એક વીડિયો સામે આવ્યો છે, જેમાં દેશભરના સેલિબ્રિટીઓ એકસાથે નાચી રહ્યા છે. આકાશના લગ્નનો એક ખાસ વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં આમિર ખાન, રણબીર કપૂર એક સાથે ડાન્સ કરતા જોવા મળી રહ્યા છે. તો ક્રિકેટર હાર્દિક પંડ્યા અને કરન જોહર પણ એક સાથે નજર આવી રહ્યા છે. વીડિયોમાં આકાશ અંબાણી અને પિતા મુકેશ અંબાણી પણ નાચી રહ્યા છે. આ સિવાય નીતા અંબાણીએ પણ દિકરાના લગ્નમાં મન મુકીને નાચ્યા હતા.

આકાશ અંબાણી ને શ્લોકા મહેતાના લગ્નની શરૂઆત તેમના પરિવારે સાથે મળી દાદા અને નાનાને શ્રદ્ધાંજલી આપી હતી. તમામ મહેમાનો પ્રિ-વેડિંગ દરમિયાન સાફો પહેરીને નજર આવ્યા હતા. વિશાલ અને શેખર આ સમયે મ્યુઝિક પ્લે કર્યું હતું. 9 માર્ચે થયેલા લગ્ન બાદ 10 માર્ચે એટલે કે આજે ખાસ રિસ્પેશનનું આયોજન કરવામાં આવ્યું છે. આ રિસેપ્શનનું ખાસ આકર્ષણ ફાઉન્ટેન કમ ડાન્સ શો વોટર ફાઉન્ટેન અને કલરફુલ મુવમેન્ટ જોવા મળશે. આ સિવાય ઘણા આર્ટિસ્ટો એક એરિયલ ડાંસ એક્ટ કરતા પણ જોવા મળશે.

View this post on Instagram

#akashambani #shlokamehta #wedding

A post shared by Filmy Hai Boss (@filmyhaiboss) on

ઉલ્લેખનીય છે કે આકાશ અને શ્લોકાના લગ્નમાં ઘણા બોલિવુડ સ્ટાર્સ જોવા મળ્યા હતા. જેમાં કેટરિના કૈફ, રણબીર કપૂર, રણવીર સિંહ, આમિર ખાન, દિશા પટની, જેકી શ્રોફ, ટાઈગર શ્રોફ, કિયારા અડવાણી, કિરણ રાવ, આમિર ખાન, અમિતાભ બચ્ચન, દીપિકા પદુકોણ, અભિષેક બચ્ચન, એશ્વર્યા રાય, પ્રિયંકા ચોપડા, વિધુ વિનોદ ચોપડા, અનુપમા ચોપડા, રાજકુમાર હિરાણી, કરીના કપૂર, રવીના ટંડન જેવા સ્ટાર્સ પહોંચ્યા હતા.

લગ્નમાં દુનિયાભરના ટોપ બિઝનેસમેન ગ્લોબલ લીડર અને રાજકારણીઓ પણ હાજર રહ્યા હતા. સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવ બના કી મૂન અને તેમની પત્ની સાથે બ્રિટનના પૂર્વ પ્રધાનમંત્રી ટોની બ્લેયર અને તેમની પત્ની ચેરી બ્લેયર, ગૂગલના સીઈઓ સુંદર પીચોઈ અને તેમની પત્ની અંજલી પિચાઈ સહિતના મોટા સ્ટાર્સ અને કોરાબારીઓ પણ સામેલ થયા હતા.

Read Also 

Related posts

ઇસ્લામિક દેશોના ખલીફા બનવા રેચપે ટ્રમ્પના લેટરને કચરા પેટીમાં ફેંકી દીધો, જગત જમાદારની ઐસીતૈસી

Mayur

ચિદમ્બરમ બાદ એનસીપીના આ નેતાની સરકારે બગાડી દિવાળી, મહારાષ્ટ્ર ઇલેક્શન ભારે પડશે

Mayur

સલમાનખાનના બોડીગાર્ડને પણ બનવું છે રાજનેતા, મુંબઈમાં આ પાર્ટીનો પકડ્યો હાથ

Mayur
Do NOT follow this link or you will be banned from the site!