GSTV
Home » News » પ્રિયંકાએ પોતાના જ લગ્નમાં કરી એવી હરકત કે ભડકી ઉઠ્યાં હતાં મા મધુ ચોપરા

પ્રિયંકાએ પોતાના જ લગ્નમાં કરી એવી હરકત કે ભડકી ઉઠ્યાં હતાં મા મધુ ચોપરા

એક્ટ્રેસ પ્રિયંકા ચોપરા હાલ પોતાની મેરિડ લાઇફ એન્જોય કરી રહી છે. સાથે જ પ્રિયંકા પોતાના કામમાં પણ વ્યસ્ત છે. સીરી ટૂંક સમયમાં હૉલીવુડ ફિલ્મ ‘ઇઝન્ટ ઇટ રોમેન્ટિક’માં જોવા મળશે. ફિલ્મના પ્રમોશન માટે પ્રિયંકા એક ટૉક શૉમાં પહોંચી હતી.

આ દરમિયાન પ્રિયંકાએ ફિલ્મની સાથે સાથે પ્રેમ, લગ્ન અને પરિવારને લઇને ઘણી વાતો શેર કરી. શૉમાં પ્રિયંકાએ ખુલાસો કર્યો કે લગ્નમાં તેની માતા તેનાથી નારાજ હતી.

તેની પાછળનું કારણ  હતું કે પ્રિયંકાએ પોતાનૈ લગ્નમાં ઘણાં ઓછા લોકોને આમંત્રિત કર્યા હતા. સાથે જ તેની તુલનામાં મા મધુની ગેસ્ટ લિસ્ટ ઘણી લાંબી હતી. પ્રિયંકાએ જણાવ્યું કે આ જ કારણે લગ્ન દરમિયાન તેની માતા તેનાથી નારાજ રહી.

પ્રિયંકાએ જણાવ્યું કે, તેની માતાનું કહેવું હતું કે આપણાં ત્યાં લગ્નમાં ઓછામાં ઓછા એક હજાર લોકો આવે છે અને અહીં ફક્ત 200 લોકો જ છે. તે બાદ પ્રિયંકાએ તેમને સમજાવ્યાં કે તે અને નિક આ ઇવેન્ટને પ્રાઇવેટ રાખવા માગે છે.

જણાવી દઇએ કે પ્રિયંકા અને નિકે ગત વર્ષે જોધપુરમાં શાહી લગ્ન કર્યા હતાં. તેમણે બે રીતીરિવાજ પ્રમાણે લગ્ન કર્યા હતા.

તેમના લગ્નની તસવીરોએ ઇન્ટરનેટ પર ધમાલ મચાવી હતી. સાથે જ જો વર્કફ્રન્ટની વાત કરીએ તો પ્રિયંકા ટૂંક સમયમાં બોલીવુડ ફિલ્મ ‘ધ સ્કાય ઇઝ પિન્ક’માં જોવા મળશે.

Read Also

Related posts

ખુલ્લેઆમ નિયમો તોડતા ભાવનગરવાસીઓએ ટ્રાફીક પોલીસ સાથે જે જે કર્યું તે સાંભળી હસી હસી લોટપોટ થઈ જશો

Mayur

ઋષભ પંતની તો આવી બની: કોચ શાસ્ત્રીએ આપી દીધી ચેતવણી, ‘સુધરી જા નહી તો…’

Bansari

ફરી ધૂણ્યું સટ્ટાબાજીનું ભૂત, ક્રિકેટરોને અજાણ્યા નંબરો પરથી આવ્યા વૉટ્સએપ મેસેજ

NIsha Patel
Do NOT follow this link or you will be banned from the site!