GSTV
Home » News » લગ્ન બાદ પ્રિયંકા ચોપડાનો મોટો ખુલાસો, મારું પણ કરાયું છે યૌન શોષણ

લગ્ન બાદ પ્રિયંકા ચોપડાનો મોટો ખુલાસો, મારું પણ કરાયું છે યૌન શોષણ

જ્યારથી પ્રિયંકા ચોપરાએ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પગ મુક્યો છે,ત્યારથી એક પછી એક ઉપલ્બિધો હાંસલ કરી છે. પ્રિયંકા ચોપરા હવે માત્ર ભારત સુધી જ સિમીત નથી પરંતુ સમગ્ર દુનિયામાં તેનાં નામની ચર્ચા છે.

તાજેતરમાં પ્રિયંકા ચોપરા 10માં વાર્ષિક મહિલા સંમેલનમાં સામેલ થઇ હતી. આ દરમિયાન પ્રિયંકા ગાંધીએ ખુલાસો કર્યો હતો કે તેણે પણ યૌન શોષણનો સામનો કરવો પડ્યો હતો. તેમજ આ મામલે બોલવામાં તેને કોઇ સંકોચ નથી.

પ્રિંયકા ચોપરા ન્યૂયોર્કમાં 10માં વાર્ષિક મહિલા સંમેલનમાં સામેલ થઇ હતી. અહિં તેમણે સમગ્ર વિશ્વમાંની મહિલાઓને પ્રભાવિત કરતા અનેક મુદ્દા પર પોતાનાં વિચારો રજુ કર્યા હતાં. ત્યારે આ મહિલા સંમેલનમાં યૌન શોષણનો પણ મુદ્દો ઉઠ્યો હતો. આ મામલે પ્રિંયકા ચોપરાએ મન મુકીને પોતાનાં વિચારો જાહેરમાં મુક્યા હતાં.

આ મામલે પ્રિયંકા ચોપરાએ જણાંવ્યું કે, યૌન શોષણ શબ્દ મહિલાઓ સાથે જોડાઇને આવે છે.હવે એકબીજાને સમર્થન આપવાને કારણે લોકો અમને ચુપ કરાવી શક્તા નથી.તેમજ આવું કરીને ઘણું બધું સાહસ આવે છે. પ્રિંયકા ચોપરાએ ખુલાસો કર્યો કે હું પણ યૌન શોષણનની જાળમાં ફસાઇ છું. તેમણે કહ્યું કે દરેક મહિલાએ જીવનમાં એક વખત તો આ સ્થિતીનો સામનો કરવો પડે છે.કોઇએ આપણી સાંભળી નથી,હવે જો મારી પાસે કોઇ વાર્તા નથી તો મને નથી લાગતું કે હું એકલી હોય અને આ વાત કરવામાં મને કિ શરમ આવતી નથી.

મીટુ ચળવળ હેઠળ ગત વર્ષે બોલીવૂડની અનેક મોટી હસ્તીઓ પર યૌન શોષણનો આરોપ લાગ્યો હતો. તેનાં કારણે અનેક સેલિબ્રીટીને બોલીવૂડ બહારનો રસ્તો દેખાડવામાં આવ્યો.#MeToo મુવમેન્ટમાં નાના પાટેકર, સાજીદ ખાન, આલોક નાથ,વિકાસ બહલ સહિત અનેક સેલિબ્રિટીઓનું નામ ઉછળ્યું હતું.

READ ALSO

Related posts

સુરતના વરાછામાં હીરાની ઉચાપાત કરનાર ડાયમંડ ઓફિસનાં મેનેજરની કરાઈ ધરપકડ

Mansi Patel

અમિતાભ બચ્ચને વીડિયો શેર કરી ડોટર્સ ડેની આપી શુભેચ્છા, ઈમોશનલ થયા બિગ બી

Kaushik Bavishi

સુરતમાં ટ્રક અને બાઈક વચ્ચે અકસ્માત, ગ્રામજનોએ હાઈવે પર કર્યો ચક્કાજામ

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!