પ્રિયંકા ચોપરા અને નિક જોનસના લગ્નને 1 વર્ષ પુરુ થયુ છે. ખુબ ધામધુમથી ઉજવણી કરી હતી. જેના ફોટો પણ વાયરલ થયા હતા. પ્રિયંકા ચોપરા અને નીકે તેમના અપકમિંગ પ્રોજેક્ટની જાહેરાત કરી છે જેમાં બંને પહેલીવાર સાથે કામ કરશે. ઓનલાઇન સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ ‘એમેઝોન પ્રાઈમ’ પર બંને સાથે મળીને એક સિરીઝ પ્રોડ્યૂસ કરવાના છે.

આ ડોક્યુમેન્ટરી સ્ટાઇલ સિરીઝ પ્રિયંકા અને નિકનાં લગ્નની સંગીત સેરેમનીથી પ્રેરિત હશે. જે કપલની સગાઈ થઇ ગઈ છે અને આવતા વર્ષે 2020માં તેઓ સમરમાં લગ્ન કરવાના છે તેઓ આ સિરીઝમાં કાસ્ટ થવા માટે અપ્લાય કરી શકે છે. આ ડોક્યુમેન્ટરી સ્ટાઇલ સિરીઝના દરેક એપિસોડમાં ફીચર કપલની સ્ટોરી બતાવવામાં આવશે કે કઈ રીતે તેઓએ લગ્નની તૈયારી કરી.


પ્રિયંકા ચોપરાએ ટ્વીટ કરીને આ ન્યુઝ આપ્યા હતા. જેમાં તેણે લખ્યુ કે, ‘અમારાં લગ્નમાં બંને પરિવારે સાથે મળીને સંગીત પર્ફોમ આપ્યુ હતુ. તે ડાન્સ ઓફ કોમ્પિટિશન સ્ટાઇલ પર્ફોર્મન્સ અમારી જિંદગીનો યાદગાર સમય રહેશે. નિક અને હું નવા અને હાલ ટાઇટલ વગરના પ્રોજેક્ટ માટે ઉત્સુક છીએ.

આ અમારો સંગીત પ્રોજેક્ટ છે. હેપ્પી વન યર એનિવર્સરી બેબી.’ પ્રિયંકા ચોપરાએ કહ્યું કે, ‘અમે આ અદભુત અનુભવ લગ્ન કરવા જઈ રહેલ કપલ સાથે શેર કરવા માગીએ છીએ. જો તમારી સગાઇ થઇ ગઈ છે અને તમને આવતા વર્ષમાં સમરમાં લગ્ન કરવાનાં હોય તો અમે તમારા સેલિબ્રેશનનો હિસ્સો બનવા માંગીએ છીએ અને તેને વધુ શાનદાર બનાવવામાં તમારી મદદ કરવા ઇચ્છીએ છીએ.’
Read Also
- સાવધાન! ભૂલથી પણ આ 7 ચીજવસ્તુઓને ક્યારેય તમારા ફ્રિજમાં ના મૂકતા નહીંતર…
- તમારા નસકોરાં બોલવા પાછળ ક્યાંક ઓએસએ તો જવાબદાર નથી, જાણો કઈ રીતે મેળવશો તેનાથી છુટકારો
- Suzuki Access 125ની ખરીદવું પડશે મોંઘુ, કંપનીએ કિંમતમાં કર્યો આટલા રૂપિયાનો વધારો
- પોતાની જાન ગામમાં આવે તે પહેલા યુવતીએ અધિકારીઓ પાસે બનાવડાવ્યો ગામનો નવો રસ્તો, અધિકારીઓએ પણ ખુશ થઈ કામ કરી આપ્યું
- શું તમે કરો છો Earphone નો ઉપયોગ? તો જાણી લેજો તેનાથી થતી ગંભીર બીમારીઓ વિશે…