પ્રિયંકા અને નિક બોલિવૂડમાં સાથે જોવા મળશે, સંજય લીલા ભણસાલી બનાવશે 50નાં દાયકાની રિમેક

ભણસાલીએ 50ના દાયકાની બ્લોકબસ્ટર ફિલ્મના સત્તાવાર અધિકાર ખરીદ્યા છે. બૈજુ બાવરાને હિન્દી સિનેમામાં સ્વર્ણિમ અક્ષરોમાં યાદ કરાય છે. સંજય લીલા ભણસાલીની આગામી ફિલ્મમાં પ્રિયંકા ચોપરા અને જોનાસ કામ કરે એવી શકયતા છે. ગેંગ્સ્ટર ડ્રામા ફિલ્મમાં ગંગુબાઇ માટે ભણસાલીએ પ્રિયંકાનો અપ્રોચ કર્યો છે. સંજયનો બીજો પ્રોજેક્ટ ફિલ્મ સૌદાગરની થીમ પર બે હીરોવાળી ફિલ્મ હશે. જ્યાં બે મિત્રો દુશ્મન બની જાય છે. આ ફિલ્મ માટે સલમાન અને શાહરુખ ખાનના નામ ચર્ચામાં છે.

ત્રીજી ફિલ્મ એક મોડર્ન ડ્રામા ફિલ્મ છે અને ચોથી ફિલ્મ બૈજુ બાવરાની રિમેક બનવાની છે. વર્ષ 1952માં પ્રદર્શિત વિજય ભટ્ટના નિર્દેશનમાં બની બૈજુ બાવરામાં ભરત ભૂષણની સાથે મીના કુમારીએ મુખ્ય ભુમિકા ભજવી હતી. આ ફિલ્મ પ્રખ્યાત સંગીતજ્ઞ બૈજુ બાવરાના જીવન પર આધારીત હતી. તે સમય આ ફિલ્મ બોક્સ ઓફિસ પર સુપરહિટ સાબિત થઈ હતી.

વર્ષ 2010માં પણ ભારતીય મૂળના અમેરિકી લેખક કૃષ્ણા શાહે બૈજુ બાવરાની રિમેકની ઘોષણા કરી હતી. જેનું ટાઇટલ ‘બૈજુ-ધ જિપ્સી’ આપવામાં આવ્યું હતું. આ ફિલ્મમાં આમિર ખાન મુખ્ય ભૂમિકા ભજવશે એવી વાત થઈ હતી. જ્યારે ફિલ્મનું સંગીત એ.આર.રહેમાન તૈયાર કરવાવાળા હતા. પરંતુ કોઈક કારણસર આ પ્રોજેક્ટ પૂરો ન થઈ શક્યો.

READ ALSO

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter