નેશનલ એવોર્ડ મેળવનારી દક્ષિણની અભિનેત્રી કિર્થી સુરેશ હિન્દી ફિલ્મ ‘મેદાન’થી બોલીવૂડમાં ડેબ્યુ કરી રહી છે. તેણે ઓકટોબર મહિનાથી આ ફિલ્મનું શૂટિંગ પણ શરૂ કરી દીધું છે. પરંતુ હવે મળેલા સમાચારા મુજબ તે આ ફિલ્મમાંથી નીકળી જવાની છે.

સોશિયલ મીડિયાના પોર્ટલના અનુસાર, કિર્થીની ટીમે જણાવ્યુ હતું કે, તેઓ હજી પણ અભિનેત્રીની તારીખો સાથે શૂટિંગનો મેળ પાડી રહ્યા છીએ. હજી સુધી તો તે આ ફિલ્મનો હિસ્સો છે. થોડા જ દિવસોમાં ચિત્ર સ્પષ્ટ થઇ જશે. હાલ કિર્થી એકી સાથે ઘણા પ્રોજેક્ટોમાં કામ કરી રહી છે. જે પ્રોડકશનના વિવિધ સ્ટેજમાં છે.

ફિલ્મ ‘મેદાન’ ભારતીય ફૂટબોલ પર આધારિત છે. જેમાં અજય દેવગણ ફૂટબોલના કોચ સૈયદ અબ્દુલ રહીમનું પાત્ર ભજવી રહ્યો છે. જે ભારતીય ફૂટબોલની રમતના ફાધર તરીકે જાણીતો છે. તેણે ભારતીય ફૂટબોલને ટોચ પર પહોંચાડયું હતું. આ ફિલ્મનું નિર્માણ બોની કપૂર, ઝી સ્ટુડિયો અક્ષ ચાવલા અને ્રણવા જોય સેન ગુપ્તા કરી રહ્યા છે. ફિલ્મનું દિગ્દર્શન અમિત શર્માનું છે.
Read Also
- આણંદ / બોરસદના વાસણા ગામની પ્રાથમિક શાળામાં મધ્યાહન ભોજનના અનાજમાં જીવાત નીકળી
- અમદાવાદ / મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદ આંધ્ર મહાસભાના ડાયમંડ જ્યુબિલી સોવેનિયરનું વિમોચન કર્યું
- VIDEO : અજગર સામે થથરી ગયો જંગલનો રાજા, ઉભી પૂંછડીએ ભાગ્યો સિંહ
- અરવલ્લી / બાયડમાં કોજણકંપા ગામના પ્રગતિશીલ ખેડૂતે આમળા સાથે જામફળની ખેતી કરી નવો ચીલો ચીતર્યો
- VIDEO : ચીનમાં ભયાનક અકસ્માત : 10 મિનિટમાં અથડાયા 46 વાહનો, 16 મોત, 66 ઈજાગ્રસ્ત