GSTV
World

Cases
5058620
Active
6847690
Recoverd
560141
Death
INDIA

Cases
283407
Active
515386
Recoverd
22123
Death

સ્કૂલની લૅબમાં રોમાન્સ કરી રહી છે પ્રિયા પ્રકાશ, ફરી ચાલ્યો દિલકશ અદાનો જાદુ

રાતોરાત ઇન્ટરનેટ સેન્સેશન બની જનાર પ્રિયા પ્રકાશ વારિયરની ડેબ્યૂ ફિલ્મ ‘ઓરૂ અદાર લવ’નું શુટિંગ પૂરૂ થવાના આરે છે. અગાઉ ફિલ્મનું  એક સૉન્ગ રિલિઝ કરવામાં આવ્યું હતુ. જેમાં પ્રિયાના એક્સપ્રેશને દેશભરમાં ધૂમ મચાવી દીધી હતી અને રાતોરાત લાખો પ્રિયાના લોકો ચાહકો બની ગયા હતા.

હવે આ ફિલ્મનું બીજુ સૉન્ગ રિલિઝ કરવામાં આવ્યું છે. તેમં ફરી એકવાર ફિલ્મના હીરો રોશન અબ્દુલ રહૂફ અને પ્રિયા પ્રકાશ પોતાની લવ સ્ટોરીનો જાદુ ચલાવતા જોવા મળી રહ્યા છે. ફિલ્મનું આ સૉન્ગ સ્કૂલના લૅબ અને પાર્કમાં શુટ કરવામાં આવ્યું છે.

આ સૉન્ગમાં પણ પ્રિયાના કાતિલ એક્સપ્રેશન જોવા મળી રહ્યા છે. તેવામાં અબ્દુલના ડાન્સનું હુનર પણ આ સૉન્ગમાં ઝળકી ઉઠ્યુ છે. ઉલ્લેખનીય છે કે આ પ્રિયાની ડેબ્યૂ ફિલ્મ છે. પ્રિયના એક્સપ્રેશન અને સુંદરતાની બોલબાલાના કારણે તેને બોલીવુડની ફિલ્મોની ઑફર પણ મળી રહી છે.

આ ફિલ્મ હિન્દી, તમિલ અને તેલુગુમાં રિલિઝ થશે. પહેલીવાર મલયલમ ફિલ્મ માટે આ એક મોટુ પગલુ હશે. પ્રિયાની લોકપ્રિયતાને ધ્યાનમાં લઇને આ પગલુ લેવામાં આવ્યું છે. આ ફિલ્મ ફુલઑન રોમેન્ટિક ફિલ્મ હશે.

આ ફિલ્મના તમામ સૉન્ગ્સ માટે શાન રહેમાને સંગીત આપ્યું છે. અગાઉ રિલિઝ થયેલુ ફિલ્મનુ ટીઝર બોલીવુડ સેલેબ્રિટીઝને પણ પસંદ આવ્યુ હતું. ઋષિ કપૂર અને અલુ અર્જૂન જેવા દિગ્ગજ સ્ટાર્સે પ્રિયાના વખાણ કર્યા હતા.

Related posts

શું તમે જાણો છો આ સ્ટાઈલિશ સેલિબ્રિટી કોણ છે ? આ ફોટાએ સોશ્યલ મિડીયામાં મચાવી છે ધૂમ

Mansi Patel

સરહદ પર હાઈ એલર્ટ: LOCથી ઘૂસણખોરી કરવામાં આતંકીઓની મદદ કરી રહી છે પાકિસ્તાની સેનાની BAT

Pravin Makwana

એક એવું મંદિર જ્યાં ભગવાન શિવના શિવલિંગને ચડાવાય છે સિગારેટ

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!