GSTV
World

Cases
3032910
Active
2416146
Recoverd
360303
Death
INDIA

Cases
89987
Active
71106
Recoverd
4706
Death

આજ રાત્રે 12 વાગ્યાથી ખાનગી વાહનો પર પ્રતિબંધ, અમદાવાદમાં કોરોના થર્ડ સ્ટેજમાં પહોચ્યો

રાજ્યમાં દિવસેને દિવસે કોરોનાનો કહેર વધતો જાય છે, ખાસ કરીને અમદાવાદમાં કોરોના કેસોની સંખ્યા ઝડપથી વધી રહી છે. જેથી લોકડાઉના કડક અમલ માટે પોલીસ કમિશનર આશિષ ભાટિયાએ એક જાહેરનામુ બહાર પાડ્યું છે. જેમા જણાવ્યું કે અમદાવાદમાં કોઈ પણ પ્રાઈવેટ વાહન લઈને અવર જવર કરી શકશે નહી.

વાહન ડિટેઈન કરવામા આવશે

જો કોઈ પ્રાઈવેટ વાહન લઈને નિકળશે તો તેનું વાહન ડિટેઈન કરવામા આવશે અને તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવામા આવશે. આ જાહેરનામા ડોક્ટરો, પેરામેડિકલ સ્ટાફ, ઓન ડ્યૂટી સરકારી કર્મચારી તેમજ દૂધ- શાકભાજી અને કરિયાણું લેવા જતા લોકોને છૂટ આપવામાં આવી છે.

તમામ વિસ્તારમાં હવે કડક કામગીરી

અમદાવાદમાં કોરોનાનું સંક્રમણ વધતા અમદાવાદ કોર્પોરેશનમાં ઉચ્ચ સ્તરીય બેઠક યોજાઈ છે..આ બેઠકમાં ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજા, મ્યુ.કમિશનર વિજય નહેરા તેમજ મંત્રી કૌશીક પટેલ ઉપસ્થિત રહ્યા હતા. તો આ બેઠકમાં ધારાસભ્યો અને સાંસદ પણ તેમજ કલેકટર હાજર રહ્યા હતા. બેઠકમાં મ્યુ.કમિનશરે અમદાવાદ કોરોનાના ત્રીજા સ્ટેજમાં પહોંચી ગયું હોવાની વાત કરી છે. પૂર્વના બાપુનગર, જમાલપુર , દરિયાપુરમાં સૌથી વધુ કેસ હોવાની વાત કરતા આ તમામ વિસ્તારમાં હવે કડક કામગીરીની વાત કરી છે.

હાર ના નીકળે તેવી કમિશનરે અપીલ કરી

આ ઉપરાંત સોમવારથી ગીચ વિસ્તારોમા 700 હેલ્થ ટીમો ઉતારશે તેમજ હવેના 10 દિવસ નાગરિકો ઘર બહાર ના નીકળે તેવી કમિશનરે અપીલ કરી છે. વધતા રોગને લઈને કૌશિક પટેલે કહ્યું કે અત્યારસુધીમાં 6 હજાર લોકોને ક્વોરન્ટિન કરાયા છે. ગુજરાતમાં કોરોનાનો કહેર યથાવત છે.

બીજા 8 દિવસમાં 48 પોઝિટિવ કેસ થયાં

પ્રથમ 8 દિવસમાં 44 કેસ તો બીજા 8 દિવસમાં 48 પોઝિટિવ કેસ થયાં છે. કોરોનાની અપડેટ વિગતો આપતા આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિએ જણાવ્યું છેકે, રાજ્યમાં આજે 12 નવા પોઝિટિવ કેસ નોંધાયા છે. જેમાં બે ગાંધીનગર, બે ભાવનગર, એક પાટણ, એક સુરત અને છ કેસ અમદાવાદમાં નોંધાયા છે. આ તમામ કેસો મોટાભાગે લોકલ ટ્રાન્સમિશનના છે. આ સાથે જ રાજ્યમાં કુલ 107 પોઝિટિવ કેસો થયા છે.

READ ALSO

Related posts

મોદી સરકાર 2.0 : પ્રથમ વખત મંત્રી બન્યા અને બની ગયા પાવરફૂલ ચહેરા, આ લોકોની મોટી ખોટ

Harshad Patel

લો બોલો! સેન્ટ્રલ જેલનાં આરોપીઓ લઈ રહ્યા છે સેલ્ફી, તંત્રની ઘોર બેરદરકારી આવી સામે

pratik shah

Coronaને લઈને આ જિલ્લામાં બિહામણું ચિત્ર, 11 સગર્ભા મહિલાઓ સાથે કોરોનાએ સદી ફટકારી

Arohi
Do NOT follow this link or you will be banned from the site!