GSTV
Business India News Trending

જાહેર ક્ષેત્રની બેન્કોનું ખાનગીકરણ જોખમી અને નુકસાનકારક, રિઝર્વ બેન્કની મોદી સરકારને ચેતવણી

RBI

ભારતની જાહેર ક્ષેત્રની બેન્કોએ તાજેતરના વર્ષોમાં વ્યાપક બજાર વિશ્વાસ મેળવ્યો છે અને તેના ખાનગીકરણનો આક્રમક અભિગમ તેની માટે લાભકારક કરતા વધુ નુકસાનકારક સાબિત થઈ શકે છે એમ રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા (આરબીઆઈ)ના બુલેટિનમાં જણાવાયું છે. ખાનગીકરણ મુદ્દે બારીક વલણ અપનાવવા તેણે સરકારને અનુરોધ કર્યો છે. ખાનગી ક્ષેત્રની બેન્કો વધુમાં વધુ નફો રળવામાં સક્ષમ છે ત્યારે જાહેર ક્ષેત્રની બેન્કોએ નાણાંકીય સર્વસમાવિષ્ટના મુદ્દે સારી કામગીરી બજાવી છે. ખાનગીકરણ એ કંઈ નવી વાત નથી. તેના ફાયદા તથા ગેરફાયદા જાણીતી હકીકત છે.

એક રૂઢીગત રીતે વિચારીએ તો ખાનગીકરણ દરેક બીમારીનો ઈલાજ છે પરંતુ આર્થિક દ્રષ્ટિકોણથી વિચારીએ તો જાહેર ક્ષેત્રની બેન્કોના ખાનગીકરણમાં વધુ બારીકાઈથી આગળ વધવાની જરૂરત હોવાનું જણાયું છે. વિવિધ અભ્યાસોનો ઉલ્લેખ કરતા રિઝર્વ બેન્કના બુલેટિનમાં જણાવાયું છે કે, લો-કારબન ઉદ્યોગોમાં નાણાંકીય ઈન્વેસ્ટમેન્ટ આકર્ષવામાં જાહેર ક્ષેત્રની બેન્કોએ મહત્વની ભૂમિકા ભજવી છે. આને કારણે બ્રાઝિલ, ચીન, જર્મની જેવા દેશોમાં પર્યાવરણની સુરક્ષાના પગલાંને પ્રોત્સાહન મળી રહ્યું છે.

જાહેર ક્ષેત્રની બેન્કો માત્ર વધુને વધુ નફો કરવા માટે દોરાતી નથી અને પોતાની કામગીરીમાં તેણે નાણાંકીય સર્વસમાવિષ્ટતાના હેતુને આવરી લીધો છે, એમ પ્રાપ્ત પુરાવા જણાવી રહ્યા છે. નબળી બેલેન્સશીટસને કારણે ટીકાને પાત્ર બનવા છતાં, જાહેર ક્ષેત્રની બેન્કોએ કોરોનાના આંચકાને સારી રીતે પહોંચી વળી શકી હતી અને જાહેર ક્ષેત્રની બેન્કોના તાજેતરના મર્જર્સથી આ ક્ષેત્રમાં કન્સોલિડેશન જોવા મળ્યું છે. મર્જર્સને કારણે મજબૂત તથા સ્પર્ધાત્મક બેન્કો ઊભી થઈ છે.

જાહેર ક્ષેત્રની બેન્કોના ખાનગીકરણનો માર્ગ મોકળો કરવા સરકાર ખરડો લાવવાની તૈયારીમાં છે ત્યારે જ રિઝર્વ બેન્કનો આ વિપરીત મત આવી પડયો છે. ખાનગીકરણ પ્રક્રિયામાં કન્ટ્રોલિંગ હિસ્સા અને માલિકીના મુદ્દા બાબતે રિઝર્વ બેન્ક તથા સરકાર વચ્ચે હાલમાં ચર્ચા ચાલી રહી છે. ખાનગી બેન્કોમાં પ્રમોટરો હાલમાં વધુમાં વધુ ૨૬ ટકા હિસ્સો રાખી શકે છે. બે બેન્કોના ખાનગીકરણનો સરકારે આ અગાઉ જ ઈરાદો વ્યકત કર્યો છે. નોન પરફોર્મિંગ એસેટસ (એનપીએ) સંદર્ભમાં બુલેટિનમાં જણાવાયું છે કે, નેશનલ એસેટ રિકન્સ્ટ્રકશન કંપની લિ.ની રચના બેન્કોને તેમની બેલેન્સ શીટસ પરના બેડ લોન્સના દબાણ હળવા કરવામાં મદદ કરશે.

Related posts

જાણો, આ સ્થળે પરણીત મહિલાઓ જ બની શકે છે વેપારી, 200 વર્ષથી ધમધમે છે એશિયાનું સૌથી મોટું વુમન માર્કેટ

GSTV Web Desk

ભાગવતના હિન્દુ અંગેના નિવેદનની પ્રસંશા, ભારતમાં કોઈએ પણ હિન્દુ બનવા માટે ધર્મપરિવર્તન કરવાની જરૂર નથી

Hemal Vegda

કોંગ્રેસમાં એક સાંધે ત્યાં તેર તૂટે તેવો ઘાટ, રાજસ્થાનમાં કોંગ્રેસ પાર્ટી વિખેરાવાના એરણે

Hemal Vegda
GSTV