બેન્કોના ખાનગીકરણના વિરોધમાં સરકારી બેન્કોના કર્મચારીઓની બે દિવસની હડતાળ પૂરી થઈ ગઈ છે પણ આ દરમિયાન 37,000 કરોડ રુપિયાનુ ક્લિયરિંગ અટવાઈ ગયું હતું. શનિવાર અને રવિવારના કારણે હવે સોમવારથી જ બેન્કોમાં કામગીરી પૂર્વવત રીતે શરુ થાય તેવી શક્યતા છે. બેન્કોના કર્મચારીઓ 16 અને 17 ડિસેમ્બર એમ બે દિવસ હડતાળ પર હતા અને તેના કારણે કુલ 38 લાખ ચેક અટવાઈ ગયા હતા અને તેનું પેમેન્ટ થઈ શક્યું નહોતું.

ગ્રાહકોએ બેન્કોનું કામ બંધ હોવાથી હેરાનગતિ વેઠી હતી અને બીજી તરફ વ્યવસાયીઓને પણ નુકસાન ઉઠાવવું પડ્યું હતું. એક મીડિયા રિપોર્ટ પ્રમાણે ઓલ ઈન્ડિયા બેન્ક એમ્પોલોઈઝ એસોસિએશનના સી એચ વેંકટચલમે કહ્યું હતું કે, 38 લાખ ચેક અટવાઈ જવાથી 37,000 કરોડની રકમનું દેશમાં ક્લિયરિંગ થયું નથી.

ચેન્નાઈમાં 10,600 કરો઼ડ રુપિયાના 10 લાખ ચેક, મુંબઈમાં 15,400 કરોડ રુપિયાના 18 લાખ ચેક અને દિલ્હીમાં 11,000 કરોડ રુપિયાના 11 લાખ જેટલા ચેક ક્લીયર થયા નહોતા. હડતાળ દરમિયાન ખાનગી બેન્કોની કામગીરી ચાલી રહી હતી પણ આ બેન્કોના ચેક ક્લિયરિંગ પર પણ હડતાળની અસર પડી હતી. ઉલ્લેખનીય છે કે, સરકાર સંસદમાં બે સરકારી બેન્કોનું ખાનગીકરણ કરવાનો પ્રસ્તાવ મુકે તેવી શક્યતા છે અને તેનો સરકારી બેન્કોના કર્મચારીઓ વિરોધ કરી રહ્યા છે.

Read Also
- સુરત / કડોદરા ચાર રસ્તા પરથી સબસિડીવાળું યુરિયા ભરેલી ટ્રક પકડાઈ, 10 લાખનો મુદ્દામલ જપ્ત
- અમદાવાદ / 11.82 લાખના ડ્રગ્સ સાથે બે ભાઈઓ સહિત ત્રણની ધરપકડ
- દુનિયાના આ દેશોને થાય છે અઢળક આવક, લોકોએ એક પણ રુપિયાનો ભરવો પડતો નથી ટેકસ
- શું તમે લેબમાં તૈયાર કરવામાં આવતા હીરા વિશે જાણો છો? ભારતમાં વર્ષ 2004માં લેબમાં હીરો તૈયાર કરાયો હતો
- પૃથ્વીના સૌથી સક્રિય ભૂકંપ ક્ષેત્ર પર વસ્યું છે તુર્કી, ૧૯૩૯માં ભૂકંપ ૩૩૦૦૦ને ભરખી ગયો હતો