GSTV
Business ટોપ સ્ટોરી

ઓ બાપ રે… મોદી સરકાર વધુ 5 સરકારી કંપનીઓને બિઝનેસમેનોના હવાલે કરી દેશે

કેન્દ્ર સરકારે વધુ પાંચ કંપનીઓમ હિસ્સેદારી વેચવા માટે તૈયારી આદરી લીધી છે. વિનિવેશ વિભાગે એસેટ વેલ્યુઅર અને એડવાઈઝર નિયુક્ત કરવા માટે અરજીઓ મંગાવી છે. આ માટે આપવામાં આવેલ જાહેરાતમાં કંપનીઓના નામનો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી. 

આટલી કંપનીઓનું થઈ શકે છે ખાનગી કરણ

સરકારની યોજના પેટ્રોલિયમ મંત્રાલય, શિપિંગ મંત્રાલય અને રેલ મંત્રાલયની કંપનીઓના ખાનગીકરણની છે. આ ઉપરાંત ઉર્જા મંત્રાલયની બે નાની કંપનીઓનું પણ ખાનગીકરણ થઇ શકે છે. વર્તમાન સમયમાં 3 કંપનીઓમાં હિસ્સેદારી વેચવાની મંજૂરી મળી છે.  સરકારની યોજના BPCLમાં 53.29 ટકા, SCIમાં 63.75 ટકા અને CCIમાં 30 ટકા હિસ્સેદારી વેચવાની છે. આ ઉપરાંત NEEPCO, THDCમાં અન્ય કંપનીઓને હિસ્સેદારી આપવામાં આવશે.

‘ખાનગીકરણ’ મોદી સરકારની સૌથી મોટી પ્રાથમિકતા

જે ગતિએ ડિસઇન્વેસ્ટમેન્ટની કામગીરી ચાલી રહી છે તેને જોતા એવું લાગી રહ્યું છે કે મોદી સરકાર જાહેરક્ષેત્રની તમામ કંપનીઓનું ખાનગીકરણ કરીને જંપ લેશે. નાણાં મંત્રાલયના એક ઉચ્ચ અધિકારીએ કહ્યું કે, ‘ખાનગીકરણ’ મોદી સરકારની સૌથી મોટી પ્રાથમિકતા બની ગઇ છે. ‘જેટલી પણ થઇ શકે તેટલી સરકારી કંપની વેચી દેવામાં આવશે’. તે ઉપરાંત સરકાર પસંદગીની જાહેર ક્ષેત્રની કંપનીઓમાં પોતાની હિસ્સેદારી ઘટાડીને 51 ટકા કરવાની પણ યોજના બનાવી રહી છે.

51 ટકા હિસ્સેદારી રાખવાનો નિર્ણય

આ અધિકારીએ કહ્યું કે, પીએસયુમાં સરકારની હિસ્સેદારી 51 ટકાથી ઓછી કરવા માટે કાયદામાં કેટલાંક ફેરફારો-સંશોધનો કરવાની આવશ્યકતા પડશે. તેનાથી તે સુનિશ્ચિત કરવામાં આવશે કે આ કંપનીઓ સેન્ટ્રલ વિજિલન્સ કમિશન (CVC) અને કોમ્પ્ટ્રોલર અને ઓડિટર જનરલ (CAG/કેગ)ના નિયંત્રણમાંથી બહાર થઇ જાય. અધિકારીએ વધુમાં જણાવ્યું કે,  કેન્દ્રીય મંત્રીમંડળે અગાઉ જાહેર ક્ષેત્રની કંપનીઓમાં ઓછામાં ઓછી 51 ટકા હિસ્સેદારી રાખવાનો નિર્ણય લીધો હતો.

હવે 51 ટકાથી નીચે લઈ જવાની યોજના

હવે મંત્રીમંડળે આ હિસ્સેદારી 51 ટકાથી નીચે લઇ જવાનો નિર્ણય લેવો પડશે. વધુમાં કહ્યું કે, મોદી સરકાર પસંદગીની જાહેર ક્ષેત્રની કંપનીઓમાં પોતાની ઇક્વિટી હિસ્સેદારી 51 ટકાથી નીચે લઇ જવાની યોજના બનાવી રહી છે. તેની માટે કંપની એક્ટના સેક્શન-241માં સંશોધન કરવાની ફરજ પડશે. આગામી ત્રણથી ચાર વર્ષ દરમિયાન સરકારની સૌથી મોટી પ્રાથમિકતા ‘ખાનગીકરણ’ રહેશે. આથી અમે વડાપ્રધાનનું સંપૂર્ણ સમર્થન કરીયે છીએ.

કંપનીઓને વેચવાના પ્રયત્નો

આ સમર્થનથી અમને વિશ્વાસ છે કે, જેટલી કંપનીઓનું વેચાણ શક્ય છે તે વેચી દેવામાં આવશે. જે વેચાણ કરવા યોગ્ય નથી તેને પણ વેચવાનો પ્રયત્ન કરાશે. અધિકારીનું એવું પણ માનવું છે કે, 70 વર્ષ જુની માનસિકતાને છોડી એટલી મુશ્કેલ નથી. જે લોકો જાહેર ક્ષેત્રની કંપનીઓમાં ઉંચા હોદા ઉપર બેસેલા છે તેઓ પોતાનું સ્થાન-સત્તા છોડવા માંગતા નથી. પરંતુ સરકાર ખાનગીકરણના મામલે પ્રતિબદ્ધ છે.  

Read Also

Related posts

NCPમાં મોટો ફેરફાર, શરદ પવારે સુપ્રિયા સુલે અને પ્રફુલ પટેલને કાર્યકારી અધ્યક્ષ બનાવ્યા, ભત્રીજા અજીતને મોટો ફટકો

Padma Patel

ગુજરાત ATSએ પાર પાડેલા ઓપરેશનનો આખો ઘટનાક્રમ, પકડાયેલા આતંકીઓને હેન્ડલરે પોરબંદર પહોંચવાની આપી હતી સુચના અને પછી…

Kaushal Pancholi

રાજ્યમાં વીજળીના કડાકા ભડકા સાથે વરસાદની આગાહી, 13મી જૂને 70 કિમીની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા

Kaushal Pancholi
GSTV