GSTV
World

Cases
3591419
Active
2746098
Recoverd
394780
Death
INDIA

Cases
115942
Active
114073
Recoverd
6642
Death

વાયુ વાવાઝોડાના કારણે ટ્રેનો રદ થતા ખાનગી વાહન ચાલકોએ ઉઘાડી લૂંટ ચલાવી

વાયુ વાવાઝોડાના કારણે સૌરાષ્ટ્ર જતી ટ્રેન સેવાને અસર પડી છે. ઓખા, વેરાવળ, પોરબંદર, ભૂજ ભાવનગર, જામનગર જતી 14 જેટલી ટ્રેનો રદ્દ કરવામાં આવી છે. વાવાઝોડાની અસર સમાપ્ત થયા બાદ ટ્રેનો શરૂ કરવામાં આવશે. પરંતુ ટ્રેન રદ્દ થતા મુસાફરો રેલવે સ્ટેશન પર રઝડી પડ્યા હતા.

વાયુ વાવાઝોડાને લઈને અપાયેલા એલર્ટને લઈને એસટી સેવા અને રેલવે સેવાને અસર થઈ છે. અને મુસાફરોની હાલાકીની આ સ્થિતિનો ટ્રાવેલ્સવાળા ગેરલાભ લઈ રહ્યા છે. વાવાઝોડાના એલર્ટના કારણે કેટલીક એસટી બસો રદ કરી દેવાઈ છે. કેટલીક એસટી બસોના રૂટ ટૂંકા કરી દેવામાં આવ્યા છે. ત્યારે મુસાફરો મજબુરીમાં ખાનગી વાહનમાં જવા મજબૂર બન્યા છે.

ત્યારે ખાનગી વાહન સંચાલકો અને ટ્રાવેલ્સ સંચાલકો પોતાના મન મરજીનું ભાડુ વસુલતા જોવા મળ્યા છે. મજબૂરીના માર્યા મુસાફરો ખાનગી વાહનોમાં મુસાફરી કરી રહ્યા છૅ. વધુ પૈસા આપીને પણ તેઓ ઘરે પહોંચવાનું પસંદ કરે છે.

READ ALSO

Related posts

હજુ કોંગ્રેસના 3થી 4 ધારાસભ્યો તુટે તેવી શક્યતા, આ દિગ્ગજ નેતાના ગઢમાં ગાબડું પાડવા સક્રિય ભાજપ

Arohi

મોલ, મંદિર અને મસ્જિદો ખોલવા ભયાનક , ગુજરાતમાં રથયાત્રા કોરોના બોમ્બ બની જશે

Dilip Patel

વિશ્વમાં પાકિસ્તાન ખુલ્લુ પડ્યું, UNના રિપોર્ટમાં આતંકનો ગઢ હોવાનું સામે આવ્યું

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!