GSTV
World

Cases
7044422
Active
12826901
Recoverd
749358
Death
INDIA

Cases
653622
Active
1695982
Recoverd
47033
Death

દેશના આ રૂટ પર ચાલશે પ્રાઈવેટ ટ્રેન, કન્ફર્મ જ મળશે ટીકિટ અને આ રહેશે નિયમો

દેશમાં પ્રાઈવેટ ટ્રેનોની તરફ રેલ્વે આગળ વધી રહ્યું છે. ભારતીય રેલ્વેએ 30,000 કરોડ રૂપિયાના પ્રાઈવેટ ટ્રેન પ્રોજેક્ટની શરૂઆત 109 જોડી રૂટ્સ પર રિકવેસ્ટ ફોર ક્વાલિફિકેસન્સને આમંત્રિત કરીને કરી છે. રેલ્વે બોર્ડના ચેરમેન વીકે યાદવે ગુરુવારે કહ્યું કે આ પર્સનલ ટ્રેનનો આઈડિયા છે કે દરેક મોટા અને વધુ ડિમાન્ડવાળા રૂટ્સ પર દરેક યાત્રીઓને કન્ફર્મ સીટ મળી શકે. ભારતીય રેલ્વે જે ટ્રેનો પહેલાંથી ચલાવી રહી છે તેમની સિવાય આ પર્સનલ ટ્રેન આ ડિમાન્ડને પૂરી કરવામાં મદદ કરશે.

રેલ્વે બોર્ડના ચેરમેને કહી આ વાત

રેલ્વે બોર્ડના ચેરમેન વીકે યાદવે કહ્યું કે દરેક પ્રાઈવેટ ટ્રેનમાં ડ્રાઈવર્સ અને ગાર્ડ્સ ભારતીય રેલ્વેના હશે. 95 ટકા સંચાલનમાં પ્રદર્શન માનકોનું પાલન થતું નથી તો તેની પર દંડ કરાશે. પ્રાઈવેટ કંપનીઓને ફિક્સ્ડ હોલેજ ચાર્જ આપવાનો રહેશે. આ સાથે યાદવે કહ્યું કે ભાગીદારીની સાથે ટ્રેન પણ પર્સનલ કંપનીઓએ લાવવાની રહેશે અને તેમની દેખરેખ પણ તેમની જવાબદારી હશે.

કયા રૂટ્સ પર ચાલશે પ્રાઈવેટ ટ્રેન

સરકારે 5 ટકા ટ્રેનોને માટે ખાસ નિર્ણય લીધો છે, આ PPP મોડલના આધારે હશે. અન્ય 95 ટકા ટ્રેન રેલ્વેની તરફથી ચલાવાશે. દરેક પ્રાઈવેટ ટ્રેન 12 ક્લસ્ટરમાં ચલાવવામાં આવશે. આ ક્લસ્ટર બેંગલૂરુ, ચંડીગઢ, ચેન્નઈ, જયપુર, દિલ્હી, પટના, પ્રયાગરાજ, સિકંદરાબાદ, હાવડા હશે. દિલ્હી ક્લસ્ટર 1 માં 7 જોડી ટ્રેન અને દરેકમાં 12 બોગી હશે. દિલ્હી ક્લસ્ટર 2માં 6 -જોડી ટ્રેન અને દરેકમાં 12 બોગી, ચેન્નઈ ક્લસ્ટરમાં 12 જોડી ટ્રેન અને સૌથી વધુ 13 જોડી ટ્રેન પ્રયાગરાજમાં ચલાવવામાં આવશે. આ ક્લસ્ટરથી ચાલનારી ટ્રેન લગભગ 1000 કિમીનું અંતર નક્કી કરશે.

આ રીતે ચલાવવામાં આવશે પ્રાઈવેટ ટ્રેન

આ પ્રાઈવેટ ટ્રેનમાં વધુમાં વધુ ટ્રેન ઓછામાં ઓછા 16 કોચની સાથે ચાલશે અને તેનું નિર્માણ ભારતમાં કરાશે. ટ્રેનોનો હેતુ મુસાફરોને માટે યાત્રાના સમયને ઘટાડવાનો રહેશે. ટ્રેનની ક્ષમતા 160 કિમી પ્રતિ કલાકની રહેશે. ભારતીય રેલ્વે જે ટ્રેનોને પહેલાંથી ચલાવી રહી છે એ સિવાય આ પર્સનલ ટ્રેન આ ડિમાન્ડને પૂરી કરવામાં મદદ કરશે. કેટલું હશે ટ્રેનનું ભાડુ અલગ અલગ રૂટ પર પ્રાઈવેટ ટ્રેનનું ભાડું કેટલું હશે તે અંગે રેલ્વે બોર્ડની તરફથી કહેવાયું છે કે ફ્લાઈટ્સની સરખામણીએ હશે. ભાડુ કોઈ એસી બસ અને હવાઈ યાત્રાને ધ્યાનમાં રાખીને નક્કી કરાશે. પ્રાઈવેટ ટ્રેન કઈ રીતે કામ કરી રહી છે તેને માટે એક સ્પેશ્યલ મિકેનિઝમ તૈયાર કરાશે અને પરફોર્મન્સ રિવ્યૂ અપાશે.

40 હજાર કિમી પર રહેશે સર્વિસિંગની જરૂર

કામગીરીને સારી રીતે કરવા માટે રેલગાડીના જે કોચને હજુ સુધી 4000 કિમીની યાત્રા બાદ રિપેરિંગની જરૂર હોય છે ત્યારે આ સીમા 40000 કિમીની કરાશે. તેને કારણે એક મહિનામાં બે વાર તેની સર્વિસ કરાશે. ઉલ્લેખનીય છે કે ગયા વર્ષે ઈન્ડિયન રેલ્વે કેટરિંગ એન્ડ ટૂરિઝમ કોર્પોરેશને લખન-દિલ્હી તેજસ એક્સપ્રેસની સાથે તેની શરૂઆત કરી હતી. હાલમાં આઈઆરસીટીસી 3 ટ્રેનો ચલાવી રહી છે જેમાં વારાણસી, ઈન્દોર માર્ગ પર કાશી-મહાકાલ એક્સપ્રેસ, લખનઉ- નવી દિલ્હી તેજસ અને અમદાવાદ – મુંબઈ તેજસ એક્સપ્રેસ સામેલ છે.

Related posts

ફોન Unlock થયા બાદ પણ તમારી મરજી વગર નહીં ચાલે, ફોલો કરો આ કમાલની ટ્રિક

Arohi

ગુજકેટ પરીક્ષા: નવી હોલ ટિકિટ ઓનલાઈન મુકાઈ, આ તારીખે યોજાશે એક્ઝામ

pratik shah

શહેરમાં અલગ અલગ વિસ્તારમાં પડ્યા વરસાદી ઝાપટા, વાતાવરણમાં પ્રસરી ઠંડક

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!