GSTV

એન્ડ્રોઈડ સ્માર્ટફોન્સ પર મોટો ખતરો, આ VPN એપ્સ થકી હેક થઈ રહ્યો યુઝર્સનો પર્સનલ ડેટા

ગૂગલ પ્લે સ્ટોર પર મૈલવેયર એપ્સનું હોવુ સામાન્ય બાબત બની ગઈ છે. છેલ્લા કેટલાક દિવસથી સતત આવી રહેલા સમાચારો પ્રમાણે, હવે ફરીથી 10 ખતરનાક એપ્લીકેશન સ્પોટ કરવામાં આવી છે. VPN Pro ના રિસર્ચર્સચે આ પ્રકારની VPN એપ્સમાં ખામીઓ શોધી કાઢી છે, જે યુઝર્સની વચ્ચે ખૂબ જ પ્રખ્યાત છે. સામાન્ય રીતે તો, VPN એપ્સ સિક્યોર કનેક્શન માટે બનાવવામાં આવે છે, પરંતુ એક્સપર્ટે કેટલીક ખતરનાર એપ્લીકેશનને લઈને એન્ડ્રોઈડ યુઝર્સને ચેતવણી આપી છે. જો કે, આ એપ્સ યુઝર્સની વચ્ચે એટલી લોકપ્રીય છે કે, તેને 10 કરોડ વખત ડાઉનલોડ કરવામાં આવી છે.

યુઝર્સના ફોન પર ખતરનાક અટેક

VPNPro ના રિસર્ચરે Jan Youngren એ જણાવ્યુ છે કે, તેમના એનાલિસિસથી જાણવા મળ્યુ છે કે, આ એપ્લીકેશનમાં તે પ્રકારની ખામી છે, જેમાં યુઝર્સના ફોન પર ખતરનાક અટેક કરી શકે છે. આ અટેકને ‘man in the middle (MITM)’ હૈક્સ કહેવામાં આવ્યુ છે.

હૈકર્સ એક્ટિવિટીને સરળતાથી ટ્રેક કરી શકે

હૈકર્સ આ એપ્સ થકી યૂઝર અને VPN પ્રોવાઈડરની વચ્ચે થયેલી એક્ટિવિટીને સરળતાથી ટ્રેક કરી શકે છો. સાથે જ હૈકર્સ તે પણ ચેક કરી શકે છે કે, યૂઝર ફોનમાં ક્યારે શું કરી રહ્યા છે. VPN એટલે કે, વર્ચુઅલ પ્રાઈવેટ નેટવર્કનું કામ યુઝર્સની એક્ટિવિટીને પ્રાઈવેટ રાખવાનુ છે, પરંતુ આ એપ્સ તેનુ ઉલટુ કામ કરી રહી છે અને યૂઝર્સની પ્રાઈવેસીની સાથે પણ છેડછાડ કરી રહ્યા છે.

આ છે ખતરનાક એપ્સની યાદી

  • SuperVPN Free VPN Client
  • TapVPN Free VPN
  • Best Ultimate VPN – Fastest Secure Unilimited VPN>>Korea VPN – Plugin for OpenVPN
  • Wuma VPN-PRO(Fast & Unlimited & Security)
  • VPN Unblocker Free unlimited Best Anonymous Secure
  • VPN Download: Top, Quick & Unblock Sites
    Super VPN 2019 USA – Free VPN, Unblock Proxy VPN
  • Secure VPN-Fast VPN Free & Unlimited VPn
    Power VPN Free VPN

પ્રાઈવેટ ચેટની સાથે ફોટો-વીડિયો પણ નથી સેફ

YOungaren કહ્યુ છે કે, અમારી રીસર્ચ પ્રમાણે હાલમાં 10 કરોડથી વધારે લોકોના ક્રેડિટ કાર્ડની માહિતી ચોરી થવાનો ખતરો ઊભો થયો છે. જેમાં પ્રાઈવેટ ફોટો અને વીડિયો પણ ઓનલાઈન લીક અથવા વેચવામાં આવી શકે છે. દરેક મિનિટ પર યૂઝરની પ્રાઈવેટ વાતો રેકોર્ડ કરીને સીક્રેટ લોકેશન પર મોકલવામાં આવી રહી છે. રિસર્ચરર્સનો યુઝર્સ પાસે આગ્રહ છે કે, આ એપ્સને તાત્કાલિક ધોરણે ફોનમાંથઈ ડિલિટ કરવામાં આવે. રિસર્ચર Youngaren નું કહેવુ છે કે, જો તમારા ફોનમાં આ 10 એપ્સથી કોઈ ખતરો છે તો, તેને તરત જ હટાવી દો.

READ ALSO

Related posts

દર્દીનો ઈલાજ કરતા સંક્રમિત થયેલી નર્સે કોરોનાને આપી માત, હવે નોકરી પર પરત ફરવા તૈયાર

Nilesh Jethva

ગુજરાતમાં કોરોનાની ચિંતાજનક સ્થિતી, વૈશ્વિક મૃત્યુદરમાં ગુજરાતનું પાંચમુ સ્થાન

Pravin Makwana

આ રાજ્યના DGP એ જમાતિયોને આપ્યું અલ્ટિમેટમ, પાંચ વાગ્યા સુધીમાં આપો જાણકારી નહી તો…

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!