અમદાવાદમાં જીવલેણ કોરોનાના નવા કેસો અને મૃત્યુઆંકમાં રોજેરોજ થતાં મોટા વધારાથી લોકોની ચિંતામાં વધારો થયો છે. નોંધનીય છે કે સારી ગણાતી હોસ્પિટલોના પ્રાઇવેટ બેડ ફુલ થઇ ગયા છે. વેન્ટીલેટર સાથેની માત્ર 14 બેડ જ ખાલી છે. બીજી તરફ કોરોના થશે અને 108ને બોલાવીશું તો તે કલોલ કે કરમસદની હોસ્પિટલમાં દાખલ કરી નાખશે તે બીકે ચિંતાની લાગણીને વધુ ઘેરી બનાવી છે. દરમ્યાનમાં આજે છેલ્લા 24 કલાક દરમ્યાન સરકારની યાદી અનુસાર નવા 319 કેસ નોંધાયા છે.

છેલ્લા 24 કલાક દરમ્યાન સરકારની યાદી અનુસાર નવા 319 કેસ નોંધાયા
જ્યારે સારવાર દરમ્યાન 11 દર્દીઓના કરૂણ મૃત્યુ થયા છે. તેમજ સાજા થઇ ગયેલાં 346 લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. મ્યુનિ.ની હદમાં અત્યાર સુધી નોંધાયેલાં કુલ દર્દીનો આંકડો 51334ને આંબી ગયો છે. તેમાંથી 1994 દર્દીઓએ તેમની જીંદગી ગુમાવી છે. જ્યારે 41547 લોકો કોરોનાને હરાવીને સાજા થઇ જતાં તેમને ડિસ્ચાર્જ કરાયા છે.

લોકોની ચિંતામાં વધારો
દરમ્યાનમાં સારવાર હેઠળના દર્દીઓ – એકટિવ કેસોની સંખ્યા 2739ની બતાવવામાં આવી રહી છે. જેમાંથી પશ્ચિમ ઝોન, ઉત્તર પશ્ચિમ ઝોન, દક્ષિણ પશ્ચિમ ઝોનમાં 1430 અને પૂર્વપટ્ટાના મધ્યઝોન, ઉત્તર ઝોન, દક્ષિણ ઝોન, પૂર્વ ઝોનના 1309 દર્દીનો સમાવેશ થવા જાય છે. બીજી તરફ ખાનગી હોસ્પિટલોના 3182 પ્રાઇવેટ બેડમાંથી 2845 ભરાયેલાં છે.
ખાનગી હોસ્પિટલોના 3182 પ્રાઇવેટ બેડમાંથી 2845 ભરાયેલાં
કોવિડ સેન્ટરોમાં 71 દર્દીઓ છે. આ બન્ને થઇને 2916 દર્દીઓ થાય છે, જ્યારે મ્યુનિ. એકટિવ કેસો માત્ર 2739 બતાવી રહ્યાં છે, આ દેખીતી રીતે વિસંગતતા સમજાય નહીં તેવી છે. ખાનગી હોસ્પિટલોમાં સારવાર લઇ રહેલાંઓ પૈકી 440 આઈસીયુના બેડમાં છે, માત્ર 30 બેડ જ ખાલી છે.
210 વેન્ટીલેટર ઉપર છે. ફક્ત 14 વેન્ટીલેટર બાકી
જ્યારે 210 વેન્ટીલેટર ઉપર છે. ફક્ત 14 વેન્ટીલેટર બાકી છે. બીજી તરફ હેલ્થ ખાતાની સરકારી યાદી રાજ્યભરમાં 86 દર્દીઓ જ વેન્ટીલેટર ઉપર હોવાનું જણાવે છે. સરકારના આવા વિરોધાભાસી આંકડાઓથી લોકોને શંકા જાય છે કે જાહેર થતાં આંકડા કરતાં વાસ્તવિક આંકડા વધુ ચિંતાજનક હોઇ શકે.
READ ALSO
- સીરમ ઈન્સ્ટિટ્યૂટના CEO અદાર પૂનાવાલાએ કરી જાહેરાત, આગની દુર્ઘટનામાં મૃત્યુ પામનારા 5 મજૂરોના પરિવારને આપશે 25 લાખ
- દેશના જવાનો માટે આવી ગયા છે Hi Tech શૂઝ, જે દુશ્મનો પર બાજ નજર રાખવા સહિત ફાયરિંગ પણ કરી શકશે
- સિરાજે કર્યો ખુલાસો, સિડની ટેસ્ટમાં વંશીય ટિપ્પણી બાદ અમ્પાયર્સે તેને કહી હતી આ વાત…
- મોતનો ખેલ/ અહીં કબડ્ડીની રિંગમાં શ્વાસ રોકાતા ખેલાડીનું થયું મોત, મેદાન પર જ ઢળી પડ્યો
- ‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા’માં દયાબેન કરશે કમબેક, એક તસવીરે આપ્યો આ સંકેત….