GSTV
World

Cases
6827968
Active
11545419
Recoverd
714731
Death
INDIA

Cases
607384
Active
1378105
Recoverd
41585
Death

151 ટ્રેનોનું ખાનગી કંપનીઓ મનફાવે તેમ વસૂલશે ભાડું: સરકાર કે કોર્ટ પણ નહીં કરી શકે દખલ, સરકાર હાથ કાપીને આપી દેશે

ભારતીય રેલવેના 109 રૂટ પર 151 ખાનગી ટ્રેનોનું સંચાલન 35 વર્ષના કરાર પર ખાનગી કંપનીઓને આપવાની કેન્દ્ર સરકારની યોજના છે એ સમાચાર તો હવે ખૂબ જાણીતા થઇ ગયા છે. શુક્રવારે કેટલાક આવા ઓપરેટર્સ કેન્દ્ર સરકાર પાસે થોડી માહિતી માગી હતી. એવો એક પ્રશ્ન ભાડા અંગેનો હતો. રેલવે મંત્રાલયે આ સવાલના જવાબમાં કહ્યું હતું કે પોતે જે સગવડો અને સુવિધાઓ આપતાં હોય એના આધારે ખાનગી ઓપરેટર્સ ટ્રેનનાં ભાડાં પોતાની મુનસફી પ્રમાણે નક્કી કરી શકશે. એમાં સરકાર કોઇ માથું નહીં મારે.

ખાનગી ઓપરેટર્સ જે ભાડું નક્કી કરે એ માટે કેન્દ્ર સરકાર કે કોઇ રાજ્ય સરકારની પરવાનગી લેવાની પણ જરૂર નથી. જેમને તમારું ભાડું પરવડે એ તમારી ટ્રેનોમાં પ્રવાસ કરશે. બજાર ભાવના હિસાબે તમે તમારી ટ્રેનનું ભાડું નક્કી કરી શકો છો. એ માટે કોઇના એપ્રૂવલની જરૂર નહીં રહે.

તાજેતરમાં તેજસ નામની ટ્રેન મુંબઇ અમદાવાદ વચ્ચે દોડી હતી. એવી બીજી દોઢસો ટ્રેનો કુલ 109 રૂટ પર દોડાવવા દેવાની રેલવે મંત્રાલયની યોજના છે. પાંત્રીસ વર્ષની મુદત માટે ખાનગી ઓપરેટર્સને પ્રાઇવેટ ટ્રેન દોડાવવાની પરવાનગી અપાશે. શુક્રવારે કેટલાક આવા ઓપરેટર્સની બેઠક મળી હતી જેમાં રેલવે પાસે કેટલાક સવાલ મૂકવામાં આવ્યા હતા. એવો એક સવાલ પ્રવાસ ભાડાનો હતો. એના જવાબમાં રેલવેએ કહ્યું હતું કે તમારી ટ્રેનનાં ભાડાં તમારી મુનસફી પ્રમાણે તમે નક્કી કરી શકશો. સરકાર એમાં કોઇ દખલ નહીં દે.

તમારા આ નિર્ણયને કોઇ એનજીઓ કોર્ટમાં પડકારે તો અમારે શું કરવું એવા સવાલના જવાબમાં રેલવેના પ્રવક્તાએ એવું કહ્યું હોવાની જાણકારી મળી હતી કે તમારી સામે કોઇ કોર્ટમાં ન જઇ શકે એટલા માટે કેન્દ્ર સરકાર થોડા સમયમાં પ્રધાનમંડળ પાસે આ ઠરાવ મંજૂર કરાવી લેશે એટલે તમે નચિંત રહો.

READ ALSO

Related posts

આ જિલ્લામાં કોરોનાના દર્દીઓને હવે વિના મૂલ્યે મળશે ખાનગી હોસ્પિટલ જેવી સુવિધા

Nilesh Jethva

સેના પ્રમુખે ફીલ્ડ કમાન્ડરોને કોઇ પણ સ્થિતિના મુકાબલા માટે તૈયાર રહેવા આપ્યો નિર્દેશ

Nilesh Jethva

સેના પ્રમુખનો આદેશ: ચીનનો ઘેરાવ કરવા ભારતીય સેના કોઈ પણ પરિસ્થિતી માટે તૈયાર, લડવા માટે રહો સજાગ

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!