GSTV
Home » News » પત્રકાર ચિરાગ પટેલની હત્યાનો મામલો, અધિકારી બદલાયા પણ તપાસ ઠેરની ઠેર

પત્રકાર ચિરાગ પટેલની હત્યાનો મામલો, અધિકારી બદલાયા પણ તપાસ ઠેરની ઠેર

ખાનગી ચેનલના પત્રકારની શંકાસ્પદ હાલતમાં લાશ મળ્યાના ચાર દિવસ વિત્યા બાદ અમદાવાદ શહેર પોલીસ કમિશનરે તપાસ અધિકારી બદલ્યા છે. સમગ્ર તપાસ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના એસીપી કક્ષાના અધિકારીને સોંપાઈ છે. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની ટીમે ઘટનાસ્થળે પહોંચી તપાસ કરી છે. એસીપી કક્ષાના અધિકારી અને સ્થાનિક પોલીસ સ્ટેશનની ટીમે કઠવાડા પહોંચી તપાસ કરી છે. અત્યાર સુધી મોતનું કારણ શોધવામાં પોલીસ તપાસ દિશા વિહીન સાબિત થઇ છે.

યુવકે આપઘાત કર્યો કે પછી તેની હત્યા કરવામાં આવી છે તે શોધવામાં પોલીસને કોઇ ચોક્કસ કડી મળતી નથી. એટલું જ નહી ગુમ થયેલો મોબાઇલ પણ મળતો નથી. જેથી પોલીસ સીટીટીવી ફૂટેજ સહિતના પુરાવા એકઠા કરીને મોતનું રહસ્ય ઉકેલવાનો પ્રયાસ કરી રહી છે. ચિરાગને છેલ્લે ટેબલી હનુમાન મંદિરના મહંતે જોયા હતા. ત્યારે ચિરાગ મંદિરની બહાર બાઈક પર બેસીને કંઈક ખાઈ રહ્યો હતો.

ઉલ્લેખનીય છે કે ખાનગી ચેનલમાં કોપી એડિટર તરીકે નોકરી કરતા ચિરાગ પટેલની શનિવારે કઠવાડા ગામની સીમમાંથી સળગેલી હાલતમાં લાશ મળી આવી હતી. આ ઘટના અંગે નિકોલ પોલીસે હત્યાનો ગુનો નોંધીને તપાસ હાથ શરૂ કરી હતી. તપાસમાં ડોગ સ્ક્વોર્ડની મદદ પણ લીધી હતી તેમ છતાં ગુનેગારનું પગેરું મળ્યુ નથી. FSL અધિકારીઓના પરીક્ષણમાં સ્થળ પરથી ચાર ફૂટ ઘેરાવામાં બળેલા ઘાસ તથા લાકડા ટુકડા તથા જમીનની માટી ઉપરની રાખના અવશેષ લેવામાં આવ્યા હતા.

જો કે ચિરાગ પટેલના પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં પણ મોતના કારણની કોઈ સ્પષ્ટતા થઈ નથી. જેના કારણે પોલીસે એફએસએલ રિપોર્ટની પ્રતિક્ષા કરી રહી છે. પરંતુ આ કેસમાં પોલીસની નિષ્ફળતા સ્પષ્ટ જોવા મળી છે, કારણકે હત્યા કે આત્મહત્યાની વાત ના કરીએ તો પોલીસ હજુ મોબાઈલ પણ શોધી નથી શકી. જો ચિરાગની હત્યા થઈ હોય તો શું પોલીસ હત્યારાઓ સુધી પહોચી શકશે? અને જો પોલીસના અનુમાન મુજબ ચિરાગે આપઘાત કર્યો હશે તો શું તેનું કારણ સામે આવશે? આ તમામ મુદ્દે સવાલ તો એ થાય છે કે આટલા દિવસો બાદ પણ પોલીસને કોઈ કડી મળી નથી.

READ ALSO

Related posts

પ્રધાનમંત્રી ઉમેદવારી પત્ર ભરે તે પહેલા NDAના નેતાઓની બેઠક

Mayur

ચંદ્રયાન-2 મિશનને હવે જુલાઈ સુધી કરવામાં આવ્યું સ્થગિત, આ છે કારણ

Arohi

બહુચર્ચિત નારાયણ સાંઈ દુષ્કર્મ કેસમાં સુરતની સેશન્સ કોર્ટ આજે આપી શકે છે ચુકાદો

Arohi