GSTV
dang ગુજરાત ટોપ સ્ટોરી

Big Breaking / સાપુતારા નજીક ખીણમાં ખાબકી ખાનગી બસ, બે પ્રવાસીના મોત, 50થી વધુ મહિલા પ્રવાસીઓ હતા સવાર

હાલ ચોમાસાની ઋતુ ચાલુ છે. ત્યારે ગુજરાતના એકમાત્ર હિલ સ્ટેશન સાપુતારા ખાતે પ્રવાસીઓનો જમાવડો થયો છે. આ વચ્ચે માહિતી મળી રહી છે કે ડાંગ જિલ્લાના સાપુતારા ખાતે એક બસ ખીણમાં ખાબકી છે. મળતી માહિતી મુજબ સુરતથી આ ખાનગી બસ મુસાફરોને લઈને ઉપડી હતી. આ બસમાં 50થી વધુ પ્રવાસી સવાર હતા. મળતી મામાહિતી મુજબ બે પ્રવાસીનું મોત થયું છે. બચાવ કામગીરી ચાલુ છે. ઘટના અંગે રાજ્ય સરકારના મંત્રી પૂર્ણેશ મોદીએ આ અંગે જાણકારી આપી છે.

  • સુરતની ખાનગી બસ ખીણમાં ખાબકી
  • સાપુતારા નજીક ખીણમાં ખાબકી બસ
  • 50થી વધુ પ્રવાસીઓ હતા બસમાં સવાર
  • ડાંગ જિલ્લાના પ્રવાસે હતા પ્રવાસીઓ
  • મંત્રી પૂર્ણેશ મોદીએ આપી જાણકારી

ડાંગના સાપુતારા માલેગામ ઘાટ માર્ગ પર સુરતની ખાનગી બસ ઊંડી ખીણમાં ખાબકી. અકસ્માતમાં બે પ્રવાસીનું મોત નિપજ્યું. આ બસમાં 50 મહિલા પ્રવાસીઓ સવાર હતી. તમામ પ્રવાસીઓ સુરતના અડાજણ વિસ્તારના રહેવાસી હોવાનું સામે આવ્યું છે. ઉધના વિસ્તારમાં આવેલા નિકુંજ ટ્રાવેલ્સની બસને અકસ્માત નડ્યો છે. પાંચ જેટલી બસ એકસાથે સાપુતારા પ્રવાસ માટે ગઇ હતી. પ્રવાસમાંથી પરત ફરતી વખતે દુર્ઘટના બની.

ઘટનાની જાણ થતા પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી સાથે જ રેસ્ક્યૂ ટીમ પણ ઘટના સ્થળે પહોંચી છે. રેસ્ક્યૂ ટીમે બચાવ કામગીરી હાથ ધરી છે. રાજ્ય સરકારના મંત્રી પૂર્ણેશ મોદીએ વોટ્સએપ ગ્રુપમાં ઘટના અંગે જાણકારી આપી છે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય સમાચાર.

READ ALSO

Related posts

LIVE! ગુજરાત વિધાનસભાની ચૂંટણીનો પ્રથમ તબક્કો, 89 બેઠકો પરના ઉમેદવારોનું ભાવિ મતપેટીમાં સીલ થશે

pratikshah

GUJARAT ELECTION / ગુજરાતમાં પ્રથમ તબક્કાની ૮૯ બેઠકો પર આજે મતદાન, પીએમ મોદીએ ટ્વિટ કરી યુવાનોને કહી ખાસ વાત

Kaushal Pancholi

ગુજરાતની ભાજપ સરકારના 10 મંત્રીઓનું ભવિષ્ય નક્કી કરશે આજનું મતદાન, ભાજપ માટે કહી ખુશી કહી ગમ

pratikshah
GSTV