દેશમાં છેલ્લા કેટલાક સમયથી મોંઘવારી માઝા મૂકી રહી છે જેના પગલે ગરીબ-મધ્યમવર્ગીય પરિવારની કમર તોડી નાખી છે ત્યાં બીજી તરફ રિઝર્વ બેન્ક મોંઘવારી પર કાબૂ મેળવવા માટે રેપો રેટમાં સતત વધારો કરી રહ્યું છે. આ વધારાની અસર બેંકોના ગ્રાહકો પર પડી રહી છે. ઘણી બેંકોએ તેમના થાપણ દરો જેમ કે FD, બચત ખાતા, RD દરો વગેરેમાં વધારો કર્યો છે. ત્યારે વધુ બે બેંકોએ ફિક્સ ડિપોઝિટના રેટમાં વધારો કર્યો છે.

બંધન બેંકની સત્તાવાર વેબસાઇટ પર આપવામાં આવેલી માહિતી અનુસાર, બેંકે 2 કરોડથી વધુના વ્યાજ દરમાં વધારો કરવાનો નિર્ણય લીધો છે. નવા દરો 24 નવેમ્બર 2022થી અમલમાં આવ્યા છે. બેંક 7 દિવસથી 10 વર્ષ સુધીની FD પર 3.25% થી 5.00% સુધીના વ્યાજ દરો ઓફર કરે છે. જો તમે પણ બેંકમાં 2 થી 10 કરોડની FD કરવાનું વિચારી રહ્યા છો તો તમારા માટે આ કામ સમાચાર છે.
7થી 28 દિવસની ફેડી – 3.25 ટકા
29થી 90 દિવસ સુધીની એફડી – 5.40 ટકા
91 દિવસથી 364 દિવસ સુધીની એફડી – 6 ટકા
365 દિવસથી 15 મહિના સુધી એફડી- 7.25 ટકા
15 મહિનાથી 5 વર્ષ સુધીની એફડી – 6.15 ટકા
5થી 10 વર્ષ સુધીની એફડી – 5 ટકા
ઉલ્લેખનીય છે કે, આરબીઆઈના ગવર્નર શક્તિકાંત દાસે મે મહિનાથી રેપો રેટમાં વધારો કરી રહ્યા છે જેના પગલે રેપો રેટ 4.00 ટકાથી વધીને 5.90 ટકા થયો છે. આ વધારાની અસર બેંકોના ગ્રાહકો પર પડી રહી છે. આવી સ્થિતિમાં, વિશ્વભરની કેન્દ્રીય બેંકો તેમના વ્યાજ દરોમાં વધારો કરી રહી છે.
READ ALSO
- ફાઈલ સેવ કર્યા વિના બંધ કરી દીધું છે MS-WORD, આ રીતે કરી શકશો રિકવર
- Food For constipation/ કબજીયાતની સમસ્યામાં દવાનુ કામ કરે છે અજમો, આ રીતે પરોઠા બનાવીને ખાઓ
- વડોદરા / કરજણ સ્વામિનારાયણ મંદિરના એકાઉન્ટમાંથી 48.43 લાખની ઉચાપત, નોંધાઈ પોલીસ ફરિયાદ
- જાદૂગરનું મેજિક જોઇને ચોંકી ગઇ મહિલા, વીડિયો જોઇને લોકો બોલ્યા આમ કેમ થઇ ગયું
- પાટણ / રાધનપુરમાં આખલાએ અડફેટે લેતા 95 વર્ષના વૃદ્ધાનું મોત નીપજ્યું