ભારતીય ફિલ્મ ઈન્ડસ્ટ્રી અત્યારે જે મુકામ પર પહોંચી છે તેમાં મોટો ફાળો પૃથ્વીરાજ કપૂરનો છે. તેમણે ખાલી અભિનયના દમ પર જ નહીં, પરંતુ સિનેમાના પડદા પાછળ તેમનું કામ ચાલુ રાખીને ભારતીય સિનેમામાં ઘણું યોગદાન આપ્યું છે. પૃથ્વીરાજ કપૂર પડદા પર કડક તેમજ રૂઢિવાદી જોવા મળતાં હતા, પરંતુ રિયલ લાઈફમાં તેનાથી એકદમ અલગ હતા. તેમણે ઘરની મહિલાઓ સિનેમામાં કામ નહીં કરે તેના પર પાબંદી લગાવી રાખી હતી. પૃથ્વીરાજ કપૂરની 29 મેએ પુણ્યતિથિ છે.

કહેવાય છે કે તે જીવિત હોત તો કરિશ્મા અને કરીના કપૂર બોલિવૂડમાં કામ ના કરી શકત. કારણ કે તે પરિવારની કોઈ પણ મહિલા એક્ટિંગની દુનિયામાં પોતાના પગલાં માડે પસંદ નહોતું. પૃથ્વીરાજ એક દિવસ તેમની બહેન શાંતા કપૂર સાથે ફિલ્મ ઈન્ડિયા મેગેઝિનના એડિટર-પબ્લિશર બાબૂરાવ પટેલને મળવા પહોંચ્યા હતા. બાબૂરાવે શાંતા સામે જોયું અને કહ્યું કે તે એમને ફિલ્મોમાં કામ અપાવી શકે છે. આ સાંભળીને પૃથ્વીરાજ ગરમ થઈ ગયા અને શાંતાને ઘરે લઈ આવ્યા ત્યારબાદ તેને બહુ બોલ્યા હતા. કહેવાય છે કે પૃથ્વીરાજે શાંતાને એવું પણ કહ્યું કે તે એની સુંદરતા પર ધ્યાન આપે બીજું કંઈ કરવાની જરૂર નથી.
અહેવાલ મુજબ જાણવા મળે છે કે પૃથ્વીરાજના પરિવારના રિવાજ મુજબ વહુ હોય કે દીકરી કોઈ પણ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં કામ નહીં કરે, કારણ કે ફિલ્મી દુનિયામાં છોકરીઓનું બહુ શોષણ થતું હોય છે. એક રિપોર્ટમાં તેમની બહેન શાંતા કપૂર કહે છે કે તેમના પિતા આ જોઈને હેરાન થઈ ગયા હોત કે તેમની પરપૌત્રી ‘સરકાય લો ખટિયા જાડા લગે’નું ગીત ગાઈ રહી છે. લાંબા સમય સુધી પૃથ્વીરાજ કપૂરના આ નિયમને કોઈએ તોડ્યો નહોતો. પરંતુ કરિશ્મા અને કરિના ફિલ્મોમાં આવીને આ પ્રથામાં ફેરફાર કરી દીધો હતો. અને પૃથ્વીરાજ કપૂરના પરિવારની આ પહેલી મહિલાઓ એવી હતી જેણે ફિલ્મોમાં કામ કરવાનું શરૂ કર્યું હતું.
Read Also
- વ્હાલાં – દવલાંની નિતી ?, માસ્ક ના પહેરવા બદલ પ્રજા પાસેથી 1000નો દંડ, પોલીસે વિભાગીય જવાનો પાસેથી રૂ. 300નો દંડ વસૂલ્યો
- ફાયદો/ ટ્રેન ટિકિટ બુક કરાવવા પર મળશે 10 ટકાનું ડિસ્કાઉન્ટ, જાણો કેવી રીતે મળશે લાભ
- સુરત/ માસ્કના નામે પૈસાની ઉઘરાણી કરનાર હોમગાર્ડ ઝડપાયો, પોલીસે ગુન્હો
- ઓનલાઈન ફંડ ટ્રાન્સફરની સુવિધા આપે છે RTGS, જાણો તેનાં પાંચ ફાયદાઓ
- બાઇકર દુરૈયા તપિયા 26મી જાન્યુઆરીથી દેશવ્યાપી ટ્રક રાઈડ, 13 રાજ્યોના 4500 ગામની કરશે મુસાફરી