GSTV
World

Cases
2986380
Active
2350031
Recoverd
355626
Death
INDIA

Cases
86110
Active
67692
Recoverd
4531
Death

IND Vs WI : આ ખેલાડી રાજકોટ ટેસ્ટમાં કરશે ડેબ્યૂ, મયંકે હજુ પણ જોવી પડશે રાહ

પૃથ્વી શૉનું ટીમ ઇન્ડિયાના ફાઇનલ-11માં સામેલ થવા માટેનું સપનું હવે સાકાર થવા જઇ રહ્યું છે. 18 વર્ષનો આ ઓપનિંગ બેટ્સમેન રકાજકોટમાં વેસ્ટઇન્ડીઝ સામેની સીરીઝથી પહેલી ટેસ્ટમાં ડેબ્યૂ કરશે. ઇંગ્લેન્ડ પ્રવાસમાં સીરીઝની અંતિમ બે મેચ માટે પૃથ્વી ભારતીય ટીમમાં સામેલ રહ્યો પરંતુ તેને ડેબ્યૂ કરવાની તક ન મળી.

ભારતીય ટીમમાં ડેબ્યૂ કરવાની હોડમાં ઓપનિંગ બેટ્સમેન મયંક અગ્રવાલ પણ હતો પરંતુ તેમાં પૃથ્વીએ બાજી મારી લીધી છે. ગુરુવારથી શરૂ થઇ રહેલી ટેસ્ટ મેચના એક દિવસ પહેલાં જ ભારતે પોતાના 12 ખેલાડીઓના નામની ઘોષણા કરી છે.

વિરાટ કોહલીની કેપ્ટન્સીમાં કેએલ રાહુલ સાથે પૃથ્વી શૉ ઇનિંગની શરૂઆત કરશે. ઇંગ્લેન્ડ સામેની સિરિઝની અંતિમ ટેસ્ટમાં સદી ફટકારીને રાહુલ પોતાનું સ્થાન નિશ્વિત કરવામાં સફળ રહ્યો છે. તેવામાં 27 વર્ષીય મયંક અગ્રવાલે હજુ પણ રાહ જોવી પડશે.

ટીમના 12 ખેલાડી

વિરાટ કોહલી (કેપ્ટન), કેએલ રાહુલ, પૃથ્વી શૉ (ડેબ્યૂ), ચેતેશ્વર પૂજારા, ઋષભ પંત (વિકેટ કીપર), આર અશ્વિન, રવિન્દ્ર જાડેજા, કુલદીપ યાદવ, મોહમ્મદ શમી, ઉમેશ યાદવ અને શાર્દુલ ઠાકુર.

ઉલ્લેખનીય છે કે પહેલી ટેસ્ટ રાજકોટ ખાતે રમાવાની છે. ત્યારે રાજકોટના ફેન્સ પણ તેની ઉત્સુકતાથી રાહ જોઇ રહ્યા છે, પરંતુ આ વચ્ચે વેસ્ટ ઇન્ડિઝની ટીમ માટે એક ખરાબ સમાચાર આવ્યા છે. ટીમનો સૌથી ઘાતક અને પેસ બોલર કેમાર રોચ પહેલી ટેસ્ટમાં નહીં રમી શકે. રોચની નાનીનું અવસાન થતા તેણે પહેલી ટેસ્ટમાંથી પોતાનું નામ પરત ખસેડી લીધુ છે.

રોચ ગુરૂવારે રાજકોટમાં શરુ થઇ રહેલી ટેસ્ટ મેચમાં અધવચ્ચેથી જોઇન થશે. આ વિશે વેસ્ટ ઇન્ડિઝના કોચ સ્ટુઅર્ટ લોએ કહ્યું કે, કેમાર હજુ સુધી પરત નથી ફર્યો, તેમના પરિવારમાં તેની નાનીનું નિધન થતા તે અધવચ્ચેથી ટેસ્ટ જોઇન કરશે.

Related posts

નવ રાજ્યો સુધી ફેલાયો તીડનો આતંક, પ્રશાસને ઉકેલ લાવવા માટે કમર કસી

Mansi Patel

કોરોના સંક્રમણ અને દર્દીઓના મોતના આંક રોકવામાં સરકાર અસફળ, છેલ્લા 12 દિવસનું આવું છે મોતનું કેલેન્ડર

Nilesh Jethva

કોરોનામાં કારગત સાબિત ન થઈ એલોપેથી દવા : આર્યુવેદ જ બન્યુ આશાર્વાદ, 157 દર્દી થયા સાજા

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!