GSTV

ન્યૂઝીલેન્ડ સામેની વનડે સીરીઝ માટે ‘વિરાટ સેના’નું એલાન, ધવનના સ્થાને આ ધૂરંધરની એન્ટ્રી

ન્યૂઝીલેન્ડ સામે રમાનાર ત્રણ મેચની વન ડે સીરીઝ માટે ભારતીય ટીમનું એલાન કરી દેવામાં આવ્યું છે. ઘાયલ શિખર ધવન વન ડે ટીમનો હિસ્સો નથી અને તેના સ્થાને ટીમમાં યુવા ઓપનર બેટ્સમેન પૃથ્વી શૉને સામેલ કરવામાં આવ્યો છે. ધવન ઇજાના કારણે પહેલાં જ ભારતીય ટી-20 ટીમમાંથી બહાર હતો પરંતુ હવે વન ડે સીરીઝ માટે પણ તેને ટીમમાંથી બહાર રાખવામાં આવ્યો છે કારણ કે હજુ સુધી તેના ફિટ થવાના કોઇ અણસાર નથી.

Shikhar Dhawan

ભારતે ન્યૂઝીલેન્ડ સામે પ્રથમ પાંચ મેચની ટી-20 સીરીઝ રમવાની છે. ધવનના ટીમમાંથી બહાર થયા બાદ આ ટીમમાં તેના સ્થાને સંજૂ સેમસનને સામેલ કરવામાં આવ્યો છે. ધવન બેંગલોર વન ડે દરમિયાન ફિલ્ડીંગ કરતી વખતે ઘાયલ થઇ ગયો હતો જેના કારણે તે મેચ પણ રમી શક્યો ન હતો.

ભારતે ન્યૂઝીલેન્ડમાં ટી-20 સીરીઝ બાદ ત્રણ મેચની વન ડે સીરીઝ રમવાની છે. ધવનના ઘાયલ થયા બાદ ભારતીય સિલેક્ટર્સે નિર્ણય લીધો કે ટી-20 ટીમમાં ધવનનાં સ્થાન સેમસન અને વન ડેમાં પૃથ્વી શૉને તક આપવામાં આવે.

પૃથ્વી શૉ હાલ ઇન્ડિયા એ ટીમ સાથે ન્યૂઝીલેન્ડના પ્રવાસે છે અને તેણે અહીં સદી ફટકારી હતી. સાથે જ આ પહેલીવાર બનશે કે તેને વન ડે ટીમમાં તક આપવામાં આવી છે. તેણે ભારત માટે ફક્ત બે ટેસ્ટ મેચ રમી છે. ભારતીય વન ડે ટીમમાં નવો ચહેરો પૃથ્વી શૉ જ છે.

સિલેક્ટર્સે ટીમમાં ઑલરાઉન્ડર તરીકે શિવમ દુબે પર વિશ્વાસ મુક્યો છે તો સ્પિન ઑલરાઉન્ડર તરીકે રવિન્દ્ર જાડેજાને ટીમમાં સ્થાન આપવામાં આવ્યું છે. કહેવામાં આવી રહ્યું હતું કે ન્યૂઝીલેન્ડ પ્રવાસે કદાચ કેદારને તક મળે અને તેને ટીમમાં સ્થાન મળ્યું છે. ટીમમાં ફાસ્ટ બોલીંગની જવાબદારી જસપ્રીત બુમરાહની આગેવાનીમાં મોહમ્મદ શમી, નવદીપ સૈની, શિવમ દુબે અને શાર્દુલ ઠાકુર પર હશે. જ્યારે સ્પિન ડિપાર્ટમેન્ટ કુલદીપ અને ચહેલ સાથે જાડેજા સંભાળશે.

ન્યૂઝીલેન્ડ સામેની વનડે સિરીઝ માટે ભારતીય ટીમ

વિરાટ કોહલી (કેપ્ટન), રોહિત શર્મા (વાઇસ-કેપ્ટન), પૃથ્વી શો, કેએલ રાહુલ, શ્રેયસ ઐયર, મનીષ પાંડે, ઋષભ પંત, શિવમ દુબે, કુલદીપ યાદવ, યુઝવેન્દ્ર ચહલ, રવિન્દ્ર જાડેજા, જસપ્રીત બુમરાહ, મોહમ્મદ શમી, નવદીપ સૈની, શાર્દુલ ઠાકુલ, કેદાર જાધવ.

ન્યૂઝીલેન્ડ સામે ટી -20 શ્રેણી માટે ભારતીય ટીમ-

વિરાટ કોહલી, રોહિત શર્મા, સંજુ સેમસન, કેએલ રાહુલ, શ્રેયસ ઐય્યર, મનીષ પાંડે, ઋષભ પંત, શિવમ દુબે, કુલદીપ યાદવ, યુઝવેન્દ્ર ચહલ, વોશિંગ્ટન સુંદર, જસપ્રિત બુમરાહ, મોહમ્મદ શમી, નવદીપ સૈની, રવિન્દ્ર જાડેજા, શાર્દુલ ઠાકુર.

Read Also

Related posts

સુરત ખાતે ફોર વ્હીલ કાર લઈને ચેઇન સ્નેચિંગ કરવા આવતા શખ્સની ધરપકડ

Nilesh Jethva

KBC: 1 કરોડના સવાલનો જવાબ ન આપી શકી આ સ્પર્ધક, શું તમે જાણો છે સાચો જવાબ ?

Nilesh Jethva

દિલ્હીમાં 5000થી વધુ કોરોના કેસ નોંધાતા સરકારે બદલ્યો ટેસ્ટિંગ માટેનો એક્શન પ્લાન

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!