ઑસ્ટ્રેલિયા સીરીઝ પહેલાં વધી ટીમ ઇન્ડિયાની મુશ્કેલી, આ ધાકડ ખેલાડી થયો બહાર

ઓસ્ટ્રેલિયા સામે 6 ડિસેમ્બરથી શરૂ થઇ રહેલી ચાર ટેસ્ટ મેચોની સીરિઝ પહેલા ભારત માટે ખરાબ સમાચાર સામે આવી રહ્યા છે. સિડની ગ્રાઉન્ડ પર ક્રિકેટ ઓસ્ટ્રેલિયા XI વિરુદ્ધ પેક્ટિસ મેચ દરમિયાન ત્રીજા દિવસે સલામી બેટ્સમેન પૃથ્વી શો ઇજાગ્રસ્ત થયો છે.

જો કે, 19 વર્ષના પૃથ્વી જેને વિસ્ફોટક બેટિંગ કરતા 66 રનની ઇનિંગ રમી હતી, ફિલ્ડિંગ કરતી વખતે ડીપ મેડવિકેટ બાઉન્ડ્રી પર કેચ પકડવાની કોશિશમાં તે ઇજાગ્રસ્ત બન્યો હતો. તેની જમણી એડીમાં ગંભીર ઇજા પહોંચી છે.

ઓસ્ટ્રેલિયા બેટ્સમેન મેક્સ બ્રાયન્ટે પેક્ટિસ મેચમાં ઉંચો શોટ ફટકાર્યો હતો, જેને પકડવા માટે પૃથ્વીએ પુરું જોર લગાવ્યું અને પોતાની જાતને બાઉન્ડ્રી લાઇનને અંદર રાખવાની કોશિશ કરી હતી. તે દરમિયાન પૃથ્વી પડી ગયો હતો.

ટીમ ફીજિયો પેટ્રિક ફરહાર્ટ અને એક અન્યના સહારે તેને ઉંચકીને ચેન્જિંગ રૂમમાં ખસેડવામાં આવ્યો હતો. ત્યારબાદ દુ:ખાવાથી કણસી રહેલો પૃથ્વીના પગનું સ્કેન કરાવવા માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. બીસીસીઆઈએ ટ્વિટ કરીને જણાવ્યું કે, હાલ મેડિકલ ટીમ પૃથ્વી શોની સારસંભાળ રાખી રહી છે.

ભારતે પ્રેક્ટીસ મેસ ચદરમિયાન પોતાની પહેલી ઇનિંગમાં 358 રન બનાવ્યા હતા. પૃથ્વી(66) ઉપરાંત કેપ્ટન કોહલી (64),ચેતેશ્વર પૂજારા (54), આંજિક્ય રહાણે(56) અને હનુમા વિહારી (53)એ અડધી સદી ફટકારી. જવાબમાં ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ પોતાની પહેલી ઇનિંગમાં ટીબ્રેક સુધી 246/6 રન બનાવ્યાં હતા. મોહમ્મદ શમીએ 3 વિકેટ ઝડપી હતી.

Read Also

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter