GSTV

IND vs NZ: બીજી ટેસ્ટ પહેલાં ટીમ ઇન્ડિયાને મળી મોટી રાહત, ફિટ થયો વિરાટ સેનાનો આ સ્ટાર ખેલાડી

ન્યૂઝીલેન્ડ સામે પ્રથમ ટેસ્ટમાં હારનો સામનો કર્યા બાદ ટીમ ઇન્ડિયાને મોટી રાહત મળી છે. ટીમ ઇન્ડિયાના ઓપનર પૃથ્વી શૉ હવે સંપૂર્ણ રીતે સ્વસ્થ છે અને તે બીજી ટેસ્ટમાં ટીમનો હિસ્સો હશે. પૃથ્વી શૉના ફિટ થવાની જાણકારી ઇન્ડિયન ટીમના કોચ રવિ શાસ્ત્રીએ આપી. જો કે ઇશાંત શર્મા ઇજાગ્રસ્ત થવાથી તે બીજી ટેસ્ટ નહી રમી શકે. જે ટીમ ઇન્ડિયા માટે એક મોટા ઝટકા સમાન છે.

શુભમન ગિલે ડેબ્યૂ માટે રાહ જોવી પડશે

પૃથ્વી શોએ બુધવારે પ્રેક્ટિસ સેશનમાં ભાગ લીધો ન હતો. આ પછી, એવું અનુમાન કરવામાં આવી રહ્યું હતું કે પૃથ્વી શો બીજી ટેસ્ટ માટે ટીમમાંથી બહાર થઈ શકે છે. પૃથ્વી શો બહાર થયાની સ્થિતિમાં, બેકઅપ ઓપનર શુબમન ગિલને ડેબ્યૂ કરવાની તક મળી હોત. પરંતુ હવે શો ફિટ થયા પછી સ્પષ્ટ છે કે શુભમન ગિલને તેના ડેબ્યૂ માટે રાહ જોવી પડશે.

પૃથ્વી શૉ સંપૂર્ણ રીતે ફિટ

રવિ શાસ્ત્રીએ જણાવ્યું છે કે પૃથ્વી શો હવે સંપૂર્ણ રીતે ફિટ છે અને શુક્રવારે સવારે પ્રેક્ટિસ સેશનમાં ભાગ લીધો છે. જોકે, પ્રથમ ટેસ્ટમાં નિરાશાજનક પ્રદર્શન બાદ પૃથ્વી શો નિશાને આવ્યો હતો. શોએ પ્રથમ ટેસ્ટની બંને ઇનિંગ્સમાં 33 રન બનાવ્યા હતા. પરંતુ વિરાટ કોહલીએ તેનો બચાવ કર્યો અને સંકેત આપ્યો કે તેને આગળ ટીમમાં પોતાને સાબિત કરવાની તક આપવામાં આવશે.

શાંત શર્મા બીજી ટેસ્ટમાંથી બહાર

જોકે, ઈશાંત શર્મા ઇજાગ્રસ્ત હોવાથી બીજી ટેસ્ટ પહેલા ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો લાગ્યો છે. પ્રથમ ટેસ્ટમાં ઇશાંત શર્મા ટીમ ઇન્ડિયાનો સૌથી સફળ બોલર બન્યો અને તેણે કિવિ ટીમના પાંચ બેટ્સમેનને પેવેલિયન મોકલ્યા. ઇશાંત શર્મા પગની ઘૂંટીમાં થયેલી એક જ ઈજાને કારણે બહાર થઈ ગયો છે. ઈશાંત શર્માની જગ્યાએ ઉમેશ યાદવને ટીમમાં તક મળી શકે છે.

ઉમેશ યાદવને મળી શકે છે તક

ઉલ્લેખનીય છે કે, ઉમેશે અત્યાર સુધીમાં ન્યૂઝીલેન્ડમાં કોઈપણ મેચ રમી નથી. તેમણે હાલમાં બધી જ મેચ ઘરેલુ મેદાન પર જ રમી છે. વિદેશી ધરતી પર તેણે છેલ્લી ટેસ્ટ મેચ ડિસેમ્બર 2018માં પર્થ ખાતે રમી હતી, જ્યાં તે ઓસ્ટ્રેલિયાની વિરુદ્ધ રમ્યો હતો. જો કે, ઘરેલુ જમીન પર તેનુ પ્રદર્શન શ્રેષ્ઠ રહ્યુ છે. જસપ્રીત બુમરાહની ગેરહાજરીમાં ઉમેશને ટીમમાં તક આપવામાં આવી અને તેણે ભારતમાં છેલ્લી 4 ટેસ્ટ મેચમાં 23 વિકેટ ઝડપી છે. જો કે, વિદેશી જમીન પર તે 17 ટેસ્ટમાં 46 વિકેટ ઝડપવામાં સફળ રહ્યો છે.

Read Also

Related posts

ભારતમાં જ્યાં સૌથી પહેલો કોરોનાનો કેસ નોંધાયો, તે રાજ્યએ આ રીતે મેળવી લીધો કાબૂ

Pravin Makwana

પંજાબમાં ચોર બીમાર પડતા લઈ જવાયો હોસ્પિટલ, રિપોર્ટ આવતા પોલીસ સ્ટેશનમાં મચ્યો હડકંપ

Nilesh Jethva

103 વર્ષની મહિલાએ સાહસ, શક્તિ અને વિશ્વાસથી કોરોનાને હરાવ્યો

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!