GSTV
Home » News » સીક્રેટ વીડિયો આવ્યો બહાર, ચીનમાં આંખો પર પટ્ટી બાંધી મુસ્લિમો સાથે થઈ રહ્યો છે જુલ્મ?

સીક્રેટ વીડિયો આવ્યો બહાર, ચીનમાં આંખો પર પટ્ટી બાંધી મુસ્લિમો સાથે થઈ રહ્યો છે જુલ્મ?

આંખો પર પટ્ટી અને હાથમાં હથકડીથી જકડાયેલા લોકો, ચારે તરફ મોટી સંખ્યામાં સુરક્ષા જવાનો. આ કથિત વીડિયો ચીનનો હોવાનો દાવો કરવામાં આવ્યો છે.

ઓનલાઇન પ્લેટફોર્મ લીક થયેલા આ વીડિયોમાં ચીનના ઉઇગર મુસ્લિમો સાથે આચરવામાં આવતા જુલ્મની હકીકત દર્શાવાઇ છે.

સ્કાય ન્યૂઝના રિપોર્ટ મુજબ યુરોપિયન સિક્યોરિટી ફોર્સના સૂત્રોએ કહ્યું છે કે આ વીડિયો સાચો હોવાનું માલૂમ પડે છે.

જો કે સ્વતંત્ર રૂપે આ વીડિયોની હજુ સુધી કોઇ પુષ્ટી કરાઇ નથી. ઓનલાઇન પ્લેટફોર્મ પર સામે આવેલા આ વીડિયોમાં સેકડો લોકોને જોઇ શકાય છે.

જેમની આંખો પર પટ્ટી બાંધવામાં આવેલી છે. આ પહેલા એવો રિપોર્ટ આવી ચુક્યો છે કે ચીને ઉઇગર મુસ્લિમોને કેદ કરીને રાખ્યા છે. તેમના સુધારના નામે તેમને જેલમાં બંધ કરી દેવાયા છે.

માનવાધિકાર સંગઠન આરોપ લગાવે છે કે ચીન  આશરે 10 લાખોને જીનજિયાંગના ડિટેશન કેમ્પમાં કેદ કરીને રાખ્યા છે. જો કે ચીનની સરકાર આવા આરોપોને ફગાવતી રહી છે.

READ ALSO

Related posts

ગાંધીના ગુજરાતમાં દારૂનું ચેકિંગ, એ પણ સરકારી બસોના ડ્રાઈવર અને કંડક્ટરનું

Nilesh Jethva

રિલાયન્સે રચ્યો ઇતિહાસ, ધિરુભાઈ અંબાણીનું મોટા દીકરાએ સપનું કર્યું પૂર્ણ

pratik shah

Airtel Digital TVના આ પ્લાનમાં મળશે 30 દિવસનું ફ્રી સબ્સક્રિપ્શન

Kaushik Bavishi
Do NOT follow this link or you will be banned from the site!