GSTV
Home » News » માના ખોળામાં છેલ્લા શ્વાસ લેવા માટે કેન્સર પીડિત કેદીએ માંગ્યા જામીન, સુપ્રીમનો ઈનકાર

માના ખોળામાં છેલ્લા શ્વાસ લેવા માટે કેન્સર પીડિત કેદીએ માંગ્યા જામીન, સુપ્રીમનો ઈનકાર

રાજસ્થાનની જેલમાં બંધ એક કેન્સર પીડિત દર્દીએ માતાના ખોળામાં છેલ્લા શ્વાસ લેવા માટે સુપ્રીમ કોર્ટમાં કરેલી જામીન અરજી કોર્ટે ફગાવી દીધી છે. આસૂ જૈફ નમના આ કેદીને નકલી નોટોના મામલામાં જેલમાં મોકલાયો છે. તેની પાસેથી 23 લાખ રૂપિયાની  નકલી નોટો મળી હતી. તે નકલી નોટો પણ છાપતો હતો.

તેની પાસેથી નકલી ચલણી નોટો મળી આવ્યા બાદ જયપુરમાં તેની સામે કેસ કરાયો હતો. હાલમાં આ કેસ ચાલી રહ્યો છે. તે જયપુરની જેલમાં બંધ છે. જેલમાં જ તેને કેન્સર હોવાનુ નિદાન થયુ છે ત્યારે તેણે હાઈકોર્ટમાં જામીન માટે અરજી કરી હતી.

જોકે હાઈકોર્ટે જામીન અરજી ફગાવી દીધા બાદ આસુ જૈફ દ્વારા સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી કરાઈ હતી. જેમાં તેણે કોર્ટને અપીલ કરી હતી કે, મને કેન્સરનુ નિદાન થયુ છે. કેસની સુનાવણીમાં બહુ સમય નિકળી જશે. આ દરમિયાન મારુ કાં તો મોત થશે અથવા હતાશ થઈને હું માનસિક સંતુલન ગુમાવી દઈશ. મને વધારે જીવવાની આશા નથી આ સંજોગોમાં હું માના ખોળામાં મરવા માંગુ છુ. જોકે સુપ્રીમ કોર્ટે કેદીની જયપુરની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે તેવુ કારણ આપીને જામીન અરજી ફગાવી દીધી છે.

READ ALSO

Related posts

ગુજ્જુ એક્ટ્રેસનો સેક્સી પૉલ ડાન્સ, Video જોઇને ધબકારો ચુકી જશો એની ગેરેન્ટી

Kaushik Bavishi

મહિલાને દર્દ થયું તો લાગ્યું કે કિડનીમાં છે પથરી, હોસ્પિટલ પહોંચી તો ડોક્ટરે કરાવી 3 બાળકોની ડિલિવરી

Path Shah

મોદી સરકાર રાજ ઠાકરેને પણ નહીં છોડે, દેશના સૌથી મોટા કૌભાંડમાં આજે થઈ પૂછપરછ

Riyaz Parmar
Do NOT follow this link or you will be banned from the site!