GSTV
Home » News » જેલમાં ગયો ત્યારે 2 વર્ષનો હતો દિકરો, 22 વર્ષ બાદ પિતાને જોઈ…

જેલમાં ગયો ત્યારે 2 વર્ષનો હતો દિકરો, 22 વર્ષ બાદ પિતાને જોઈ…

રાંચીમાં બિરસા મુંડા સેન્ટ્રલ જેલમાં બંધ 58 કેદીઓને ગુરૂવારે છોડવામાં આવ્યા હતા. ઝારખંડના મુખ્યમંત્રીના આદેશ બાદ આ કેદીઓને છોડવામાં આવ્યા છે.છોડવામાં આવેલા આ કેદીઓમાં હત્યાના ગુનામાં સંડોવાયેલા આજીવન કેદની સજા કાપી રહેલા લગભગ 14 વર્ષથી સજા ભોગવી રહ્યા છે.જેલમાંથી છૂટ્યા બાદ આ કેદીઓ પોતાની પરિજનોને મળતા હ્રદયદ્રાવક દ્રશ્યો સર્જાયા હતા. કોઈ ભાઈ, તો કોઈ પિતા કે, પત્નિ લેવા પહોંચ્યા હતા.

જેમાંથી ગુમલા નિવાસી એતવા ખડિયા અને ગઢવા નિવાસી લખન ભુઈયા પણ છે. જેને સમજાતું નહોતું હવે ક્યાં જવું. બાદમાં પોલીસને જાણ કરી તો તેમણે સંબંધિત કેદીઓ સાથે જવાની વ્યવસ્થા કરી આપી. અન્ય કેદીઓ પણ તેમને ઘરે લઈ જવાની હા પાડી અને સાથે લઈ ગયા.બંનેએ જણાવ્યું હતું કે, 25થી 30 વર્ષથી જેલમાં છે, તેમને જેલમાં મળવા કોઈ આવતું નહોતું.

દિકરો બે મહિનાનો હતો, 22 વર્ષ બાદ પિતાને મળ્યો

છોડવામાં આવેલા કેદીઓમાં એક કેદી એવો પણ હતો કે, તે જ્યારે જેલમાં ગયો ત્યારે તેનો દિકરો માત્ર બે મહિનાનો હતો. આ કેદી ખુંટી નિવાસી નિતાઈ મુંડાનો રહેવાસી છે. તેનો દિકરો ધસિયા મુંડા તેના પિતાને લેવા પહોંચ્યો હતો. 22 વર્ષ બાદ તે પિતાને લેવા પહોંચ્યો હતો.દિકરાના જ્યારે જોયો તો પિતા તેને એકીટશે જોવા લાગ્યા. બંનેની આંખોમાં ચોધાર આંસુ હતું.

READ ALSO

Related posts

યુવતી સાથે ગુજરાત ભાજપના નેતાનો વીડિયો વાયરલ, ટ્રમ્પની મુલાકાત સમયે કાંડ ચર્ચામાં

Mayur Vora

સુરક્ષા એજન્સીઓ પાસે રજેરજની માહિતી, ટ્રમ્પ 78 સીડી ચડશે અને 1350 મીટર વોક કરશે

Mayur

અનોખુ સ્વાગત : આ વ્યક્તિએ માથા ઉપર જય હિન્દ, છાતી અને પીઠ ઉપર લખાવ્યું નમસ્તે ટ્રમ્પ આપકા સ્વાગત હે

Mayur
Do NOT follow this link or you will be banned from the site!