GSTV

શાહના આગમન બાદ નવા મંત્રીમંડળની રચનાની ગતિવિધિ તેજ, જાણો કોનું કપાશે પત્તું અને કોને મળી શકશે કેબિનેટ પદ

bhupendra-patel-new-team-list

Last Updated on September 14, 2021 by Bansari

ભૂપેન્દ્ર પટેલે મુખ્યમંત્રી તરીકે પદભાર સંભાળ્યા બાદ નવા પ્રધાનમંડળની રચના માટે રાજકીય કવાયત તેજ બની છે. કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહના આગમન બાદ ભૂપેન્દ્ર પટેલની ટીમમાં કોનો સમાવેશ થશે અને કોનુ પત્તું કપાશે તેવી રાજકીય અટકળોએ જોર પકડ્યું છે.

મુખ્યમંત્રી

નવા કેબિનેટ મંડળમાં 60 ટકા નવા ચહેરાઓ હશે

મંત્રીમંડળની રચનાને  લઇને હવે કેન્દ્રીય નિરિક્ષકો અને પ્રદેશના નેતાઓએ વચ્ચે મંત્રણાનો દોર પણ શરૂ થઇ ચૂક્યો છે. સૂત્રોના મતે,  નવા મંત્રીમંડળમાં યુવાઓને તક અપાશે. એટલું જ નહીં, 60 ટકા નવા ચહેરા હશે. બે-ત્રણ દિવસમાં કેબિનેટ કક્ષાના મંત્રીઓની શપથવિધી યોજાય તેવા નિર્દેશ મળી  રહ્યાં છે.

નવા મંત્રીમંડળમાં કોનો સમાવેશ કરવો અને કોને પડતા મૂકવા તે અંગે કવાયત શરૂ થઇ છે. ભાજપના ટોચના સૂત્રોના મતે,  યુપી ફોર્મ્યુલા ગુજરાતમાં અપનાવવામાં આવશે નહીં. બે નાયબ મુખ્યમંત્રી બનાવવામાં નહી આવે. આ માત્ર રાજકીય અફવા પુરવાર થશે.

bhupendra patel

જેના કારણે પક્ષ-સરકારની પ્રતિષ્ઠા ખરડાઇ છે તેમનું પત્તું કપાઇ શકે છે

વિજય રૂપાણી સરકારમાં નબળી કામગીરી કરનારાં પાંચ- છ સિનિયર મંત્રીઓને પડતા મૂકવામાં આવે તેમ છે. કેટલાંક મંત્રીઓ અમુક વિવાદોમાં સપડાયાં છે જેના કારણે પક્ષ-સરકારની પ્રતિષ્ઠા ખરડાઇ છે તેમનું પત્તું કપાઇ શકે છે. જયારે સંગઠન સાથે તાલમેલ સાધી અને પ્રજાલક્ષી કામો કરી સારૂ પરર્ફંમન્સ કરનારાં મંત્રીઓને કેબિનેટમાં સૃથાન મળી શકે છે.

એવી ય ગણતરી છેકે, મુખ્યમંત્રી તરીકેની ખુરશી પર બેસવાની તક ગુમાવનારા નિતિન પટેલને કેબિનેટ મંત્રીની ઓફર કરાય તેમ છે પણ તેઓ સ્વિકારશે કે કેમ તે અંગે ભાજપના નેતાઓને શંકા છે. નીતિન પટેલને સરકાર આૃથવા સંગઠનમાં શું જવાબદારી આપવી તે અંગે હજુ અનિશ્ચિતતા પ્રવર્તી રહીછે.

શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રિસંહ ચુડાસમાને વિધાનસભાના અધ્યક્ષ તરીકે જવાબદારી સોંપવામાં આવી શકે છે. વિધાનસભા અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદી નવા મંત્રીમંડળમાં સામેલ થાય તેવી પૂરેપુરી શક્યતા જોવાઇ રહી છે. કોરોના ઉપરાંત લેન્ડ ગ્રેબિગ એક્ટમાં ભૂમાફિયાઓ સામે કડક પગલા ભરનારા પ્રદિપસિંહ જાડેજાને કેબિનેટ મંત્રી બનાવી હાઇકમાન્ડ રાજકીય પ્રમોશન અપાશે.

ભૂપેન્દ્ર પટેલની નવી ટીમમાં 20થી વધુ મંત્રીઓને સામેલ કરી નવુ પ્રધાનમંડળ રચાશે તેવુ જાણવા મળ્યુ છે. આગામી વિધાનસભાની ચૂંટણીને લક્ષમાં રાખીને તમામ જ્ઞાાતિ-સમાજને રાજકીય પ્રતિનિધીત્વ મળે તે આધારે મંત્રીમંડળ રચાશે.ટૂંકમાં નવા મંત્રીમંડળની રચનામાં આનંદીબેન પટેલ જૂથનો હાથ ઉપર રહેશે તેવી ચર્ચાએ જોર પકડ્યું છે.

bhupendra-patel-gujarat-cm

મંત્રીમંડળમાંથી કોનુ પત્તું કપાશે?

બચુ ખાબડ

વાસણ આહિર

કિશોર કાનાણી

યોગેશ પટેલ

ધર્મેન્દ્રસિંહ જાડેજા

ઇશ્વર પરમાર

વિભાવરી દવે

પુરૂષોતમ સોલંકી

કુંવરજી બાવળિયા

ભાજપના કોને કેબિનેટમાં સ્થાન મળી શકે છે

ગણપત વસાવા

પ્રદિપસિંહ જાડેજા

જયેશ રાદડિયા

દિલિપ ઠાકોર

ઇશ્વર પટેલ

આર.સી.ફળદુ

જયદ્રથસિંહ પરમાર

કયા નવા ચહેરોના તક મળી શકે છે

મનિષા વકીલ

હર્ષ સંઘવી

આત્મારામ પરમાર

કિરીટસિંહ રાણા

ઋષિકેષ પટેલ

શશિકાંત પંડયા

દુષ્યંત પટેલ

જીતુ ચૌધરી

ગોવિંદ પટેલ

અરવિંદ રૈયાણી

આ મંત્રીઓ યથાવત રાખવા કે કેમ તે અંગે વિચારણા ચાલે છે

કૌશિક પટેલ

સૌરભ પટેલ

જવાહર ચાવડા

કેબિનેટના સભ્યો પસંદ કરવા આજે સીએમ બંગલે બેઠક

કેબિનેટના સભ્યોની પસંદગી કરવા માટે આવતીકાલે મુખ્યમંત્રીના નિવાસસ્થાને એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે  આ બેઠકમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની કેબિનેટના સભ્યો નક્કી કરાશે. આ યાદી તૈયાર થતા પછી હાઇમાન્ડના માર્ગદર્શન પ્રમાણે મંત્રીમંડળના સભ્યોની શપથવિધિ માટે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતનો સમય માગવામાં આવશે.

READ ALSO :

Related posts

ભારતમાં કોરોના મહામારીની જબરદસ્ત અસર, આટલા વર્ષ ઘટી ગયો લોકોનો જીવન કાળ

Damini Patel

મિશન કાશ્મીર/ કલમ 370 નાબૂદ થયા બાદ અમિત શાહ પહેલીવાર જમ્મુ-કાશ્મીરના પ્રવાસે, આતંકના ખાતમા માટે ચાણક્યનો આ છે માસ્ટર પ્લાન

Bansari

ખેડૂતો સાથે સરકારની ક્રૂર મજાક/ અધુરા સર્વે કરીને ઠોકી બેસાડ્યું સહાય પેકેજ, મોટા ભાગના ગામોમાં સાહેબોની ટીમ પહોંચી જ નથી

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!