GSTV
World

Cases
6747115
Active
11354419
Recoverd
707655
Death
INDIA

Cases
595501
Active
1328336
Recoverd
40669
Death

મુખ્ય સચિવપદે મુકિમની નિમણૂંકને પગલે અગ્રવાલ નારાજ, સરકારે આપી આ સાઈડ પોસ્ટ

પાટનગર ગાંધીનગરમાં સચિવાલયમાં ય સનદી અધિકારીઓ હવે સરકારથી નારાજ છે. સિનિયોરીટી હોવા છતાંય મુખ્ય સચિવ પદે તક ન મળતાં નાણાં વિભાગના અગ્ર સચિવ અરવિંદ અગ્રવાલ સરકારના નિર્ણયથી નારાજ થયાં છે. આ નારાજગી વચ્ચે રાજ્ય સરકારે અરવિંદ અગ્રવાલને ગુજરાત સ્ટેટ ફર્ટીલાઇઝર્સ એન્ડ કેમિકલ્સ લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર તરીકે નિમણૂંક કરી છે.

મોદીની ગુડબુકમાં સ્થાન ધરાવનાર બન્યાં સચિવ

ડૉ.જે.એન.સિંઘની નિવૃતિ બાદ મુખ્ય સચિવ પદે સિનિયોરીટીના ધોરણે અરવિંદ અગ્રવાલનુ નામ મોખરે રહ્યુ હતું. ત્યારબાદ અનિલ મુકિમ સહિત અન્ય ચારેક સનદી અિધકારીઓએ રેસમાં હતાં. જોકે,ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડમાં મુદ્દે થયેલો વિવાદ નડી જતાં અગ્રવાલને મુખ્ય સચિવ પદ મળી શક્યુ ન હતું. જયારે અનિલ મુકિમ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ગુડબુકમાં છે.મળતાવડાં સ્વભાવ,વહીવટી તંત્ર પરની પક્કડ,અધિકારીઓ પાસે કામ કરાવાવની કુનેહ ઉપરાંત વિવિધ વિભાગોમાં કરવાના અનુભવને જોતાં તેમની મુખ્ય સચિવપદે નિયુક્તિ થઇ છે.

અરવિંદ અગ્રવાલ રજા પર

અનિલ મુકિમની નિમણૂંક થયા બાદ અરવિંદ અગ્રવાલ વિના કારણ અચોક્કસ મુદતની રજા પર ઉતરી ગયાં છે. તેઓ નાણાં વિભાગની ઓફિસે આવતાં જ નથી. આ નારાજગીનો મુદ્દો પણ સચિવાલયમાં ચર્ચાનો વિષય બન્યો છે. જોકે, રાજ્ય સરકારે મોડી સાંજે ઓર્ડર જારી કર્યો હતો અને અરવિંદ અગ્રવાલને નાણાં વિભાગમાંથી મુક્તિ આપવામાં આવી ે છે. તેમને ગુજરાત સ્ટેટ ફર્ટીલાઇઝર્સ એન્ડ કેમિકલ્સ લિમિટેડના એમ.ડી તરીકે નિમણૂંક કરી છે.

બઢતી-બદલીના દોરની થશે શરૂઆત

અનિલ મુકિમનાં મુખ્ય સચિવપદે આગનમ થયા બાદ હવે ટૂંક જ સમયમાં બઢતી-બદલીનો દોર શરૂ થશે. મહેસૂલ સહિત અન્ય વિભાગના ઉચ્ચ અિધકારીઓની બદલીનો તખતો ઘડાઇ ચૂક્યો છે. આ ઉપરાંત ટોપના અિધકારીઓને પ્રમોશન આપવા પણ લીલીઝંડી અપાઇ ચૂકી છે.આ ઉપરાંત આઇપીએસની બદલીઓ થવાની ય શક્યતા જોવાઇ રહી છે.

રાજ્યમાં પ્રમોશન-બદલીનો દોર શરૂ

મુખ્ય સચિવ અનિલ મુકિમના આગમન બાદ સનદી અધિકારીઓની બઢતી-બદલીનો દોર શરૂ થયો છે. રાજ્ય સરકારે આજે ચાર અગ્ર સચિવોને અધિક મુખ્ય સચિવ તરીકે પ્રમોશન આપ્યુ છે. રાજ્યના વર્ષ 1988 અને વર્ષ 1989ની બેચના સનદી અધિકારીઓને બઢતી અપાઇ છે. નવી દિલ્હીમાં સીબીએસઇમાં ચેરમેન અનિતા કરવલને અધિક મુખ્ય સચિવ પદે બઢતી આપવામાં આવી છે. આ ઉપરાંત ગુજરાત વેર હાઉસીંગ કોંર્પોરેશનના એમડી સંજય નંદનને પણ રાજ્ય સરકારે અધિક મુખ્ય સચિવ તરીકે પ્રમોશન આપ્યુ છે.

ચાર આઈએએસને પ્રમોશન

ગુજરાત સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટના સીઇઓ તરીકે ફરજ નિભાવતાં અનુરાધા મલને અધિક મુખ્ય સચિવપદે પ્રમોશન આપવામાં આવ્યુ છે. સાથે સાથે ઉર્જા વિભાગમાં અગ્રસચિવ પંકજ જોશીને પણ બઢતી અપાઇ છે.આમ, ગુજરાતના ચાર આઇએએસને અધિક મુખ્ય સચિવ તરીકે રાજ્ય સરકારે બઢતી આપી છે. આગામી દિવસોમાં હજુ વધુ સનદી અધિકારીને પ્રમોશન માટે સરકારે લીલીઝંડી આપવા તૈયારી કરી છે. આ ઉપરાંત આઇએસએસ-આઇપીએસની બદલીનો દોર પણ શરૂ થશે.

READ ALSO

Related posts

આગ લાગી ત્યાં સુધી શ્રેય હોસ્પિટલ કોવિડ હોવાની પોલીસને ન હતી જાણ, લોડ વધી જતા ધડાકા સાથે થયું શોર્ટ સર્કિટ

pratik shah

હાઇકોર્ટની રજિસ્ટ્રી સામેના આક્ષેપો બદલ, એડવોકેટ યતીન ઓઝાએ સુપ્રીમ કોર્ટ સમક્ષ બિનશરતી માંગી માફી

pratik shah

દ્વારકાધીશ મંદિર મામલે આવ્યા મોટા સમાચાર, જન્માષ્ટમીએ જતા નહીં ધક્કો પડશે

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!