પ્રધાનમંત્રી મોદી પ્રચારના મૂડમાં, 5 દિવસમાં 10 રાજ્યોનો કરશે ઝંઝાવતી પ્રવાસ

લોકસભાની ચૂંટણી પહેલા પીએમ મોદી પ્રચારના મોડમાં આવી ગયા હોય તેમ લાગે છે. ભાજપ માટે આજે પણ સૌથી લોકપ્રિય ચહેરો ગણાતા પીએમ મોદી પાંચ દિવસમાં દસ રાજ્યોનો ઝંઝાવાતી પ્રવાસ કરશે. આ પૈકી પાંચ રાજ્યોમાં પીએમની મુલાકાત ચૂંટણી પ્રચારની શરૂઆત તરીકે જોવાઈ રહી છે.

8 ફેબ્રુઆરીએ પીએમ મોદી છત્તીસગઢના રાયગઢમાં, પશ્ચિમ બંગાળના જલપાઈગુડીમાં રેલીને સંબોધિત કરશે. રાત્રી રોકાણ અસમમાં કર્યા બાદ બીજા દિવસે 9 ફેબ્રુઆરીએ ગૌહાટીમાં સંખ્યાબંધ પ્રોજેક્ટનુ લોકાર્પણ કરશે. જેમાં એઈમ્સનો શિલાન્યાસ, બ્રહ્મપુત્રા નદી પર બનનારા પુલનો શિલાન્યાસ અને ગેસ પાઈપલાઈન જેવા મહત્વના પ્રોજેક્ટનો સમાવેશ થાય છે.

એ પછી તેઓ અરુણાચલ પ્રદેશમાં નવા ગ્રીનફિલ્ડ એરપોર્ટનુ ઉધઘાટન કર્યા બાદ ત્રિપુરામાં એક રેલીને સંબોધશે. 10 ફેબ્રુઆરીએ મોદી તમિલનાડુ, કર્ણાટકના હુબલી અને આંધ્રપ્રદેશમાં ગંટુરમાં એક રેલીને સંબોધન કરશે. 11 ફેબ્રઆરીએ તેઓ મથુરામાં અક્ષયપાત્ર ફાઉન્ડેશનના કાર્યક્રમમાં સામેલ થશે.આ સંસ્થા બાળકોને મીડ ડે મીલ પુરુ પાડે છે. જ્યારે 12 ફેબ્રઆરીએ હરિયાણાના કુરુક્ષેત્રમાં મહિલા સરપંચોના કાર્યક્રમમાં ભાગ લેશે.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter