GSTV
Gujarat Government Advertisement

13 હજાર કરોડના ખર્ચે નવું પીએમ આવાસ બનાવવા કરતા લોકોના જીવ બચાવવા તમામ તાકાત લગાડો, પ્રિયંકાના મોદી પર પ્રહાર

મોદી

Last Updated on May 4, 2021 by pratik shah

દેશમાં કોરોના મહામારી વકરી રહી છે ત્યારે પીએમ મોદી સતત મીટિંગોના દોર કરી રહ્યા છે પરંતુ તે પગલાં અપૂરતા પડી રહ્યા છે. જેના કારણે મોદી સરકાર સતત વિપક્ષોના ઘેરામાં છે. હાલમાં મહામારી વચ્ચે સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટને ગતિ આપવાને લઈને પણ અનેક સવાલો પેદા થયા છે. હાલ મહામારીમાં લોકોને મદદ કરવાને બદલે સરકારને નવા નિવાસ બનાવવાની ઉતાવળ છે. આ બાબતને લઈને મહાસચિવ પ્રિયંકા ગાંધીએ પણ સરકારને આડે હાથ લીધી હતી.

લોકોના જીવ બચાવવા માટે સંશાધનોનો ઉપયોગ કરવા સલાહ આપી

કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાએ સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટ મુદ્દે મંગળવારે કેન્દ્ર સરકાર પર આકરા પ્રહાર કર્યા અને વડાપ્રધાનને નવું નિવાસ સ્થાન બનાવવાને બદલે લોકોના જીવ બચાવવા માટે સંશાધનોનો ઉપયોગ કરવા સલાહ આપી હતી. પ્રિયંકાએ ટ્વિટ કરતા લખ્યું કે,‘જ્યારે દેશના લોતો ઓક્સિજન, વેક્સિન, હોસ્પિટલ બેડ, દવાઓની અછતનો સામનો કરી રહ્યો છે ત્યારે સરકાર 13 હજાર કરોડના ખર્ચે વડાપ્રધાનનું નવું નિવાસ સ્થાન બનાવવા કરતા લોકોના જીવ બચાવવા માટે તમામ તાકાત લગાવે તે વધુ જરૂરી છે.

વડાપ્રધાન નિવાસનું નિર્માણ ડિસેમ્બર 2022 સુધીમાં પૂર્ણ થઈ જશે

આ પ્રકારના ખર્ચા દર્શાવે છે કે સરકારની પ્રાથમિકતા કઈ દિશામાં છે.’ કેન્દ્રીય લોક નિર્માણ વિભાગે સરકાર દ્વારા રચવામા આવેલ કમિટીને હાલમાં જણાવ્યું હતું કે, સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટ હેઠળ વડાપ્રધાન નિવાસનું નિર્માણ ડિસેમ્બર 2022 સુધીમાં પૂર્ણ થઈ જશે. કમિટીએ આ પ્રોજેક્ટ માટે પોતાની મંજૂરી આપી દીધી છે.

દેશમાં એક્ટિવ કેસોની કુલ સંખ્યા 34,47,133

દેશમાં કોરોનાવાઈરસનો પ્રકોપ ચાલુ છે. છેલ્લા 24 કલાકમાં કોવિડ 19 ના 3,57,229 નવા કેસ પછીના કુલ પોઝિટિવ કેસોની સંખ્યા 2,02,82,833 થઈ છે. 3,449 લોકોના છેલ્લા 24 કલાકમાં મોત પછીનો કુલ મૃત્યુ આંક 2,22,408 થઈ ગયો છે. હાલ દેશમાં એક્ટિવ કેસોની કુલ સંખ્યા 34,47,133 છે અને ડિસ્ચાર્જ મેળવનારાની કુલ સંખ્યા 1,66,13,292 છે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને  કેસ ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

પેલેસ્ટાઇનના રોકેટ હુમલામાં માર્યા ગયેલી કેરળની મહિલાની અંતિમ વિદાઈ, પાર્થિવ શરીર ભારત પહોંચ્યો

Bansari

અગત્યનું/ ડિપ્લોમામાં એડમિશન માટે નવી એન્ટ્રેસ ટેસ્ટ લેવાય તેવી શક્યતા, માસ પ્રમોશન બાદ હવે મોટી ચિંતા

Pravin Makwana

OMG! માત્ર 19 મિનિટમાં વેચાઇ ગયું પાબ્લો પિકાસોનું પેઇન્ટિંગ ‘મેરી થ્રી’, કિંમત જાણશો તો આંખો પહોળી થઇ જશે

Bansari
Do NOT follow this link or you will be banned from the site!